વરસાદની સિઝનમાં ફરવાનો ભરપુર આનંદ લેવો હોય, તો જાવ ગુજરાતમાં આવેલ આ 5 જગ્યાએ… ઓછા ખર્ચે જોવા મળશે સ્વર્ગ કરતા પણ સુંદર નજારા… જાણો ક્યાં આવી છે એ જગ્યા…

મિત્રો તમે જાણો છો તેમાં ચોમાસું હવે અડધું પૂરું થઇ ગયું છે. આથી હવે લગભગ મોટાભાગના સ્થળોએ લીલોતરી છવાઈ ગઈ છે. અને આવું રમણીય વાતાવરણ સૌને ગમતું હોય છે. આથી આપણે કુદરતના સાનિધ્યમાં થોડો સમય પસાર કરવાનું વિચારીએ છીએ. આથી જો તમે રજાઓના દિવસોમાં ગુજરાતમાં જ કઈક નજીક ફરવા જવા માંગતા હો તો આજે અમે તમને આ લેખમાં ગુજરાતના કેટલાક સ્થળો વિશે માહિતી આપીશું. આ સ્થળો પર કુદરતનું અદ્ભુત દ્રશ્ય જોવા મળે છે. 

જો તમે ચોમાસામાં ક્યાંક ફરવાનો પ્લાન કરી રહ્યા હોય તો ગુજરાત તમારા માટે ‘પરફેક્ટ’ ડેસ્ટિનેશન થઈ શકે છે. ગુજરાતમાં તમને સુંદર દરિયાકાંઠાથી લઈને આકર્ષક ઝરણા, મનમોહક ઝીલ અને હર્યા-ભર્યા જંગલો જોવા મળશે. અહીં તમામ એવી જગ્યાઓ છે જ્યાં તમે જઈને વરસાદનો આનંદ લઈ શકો છો. આજે તમને ગુજરાતની એવી 5 જગ્યાઓ વિશે જણાવી રહ્યા છીએ, જ્યાં તમને પ્રકૃતિની સુંદરતાનો અનુભવ કરવાની તક મળી શકશે.1) દાંડી બીચ:- દાંડી સમુદ્ર બીચ ગુજરાતના સુરત જીલ્લામાં સ્થિત છે. આ તટ ઐતિહાસિક દ્રષ્ટિએ ઘણો મહત્વપૂર્ણ છે. આ તટ મહાત્મા ગાંધીની 1930માં અંગ્રેજો વિરુદ્ધ શરૂ કરવામાં આવેલ દાંડી યાત્રાનું સબૂત છે. આ ખૂબ જ સુંદર જગ્યા છે જ્યાં તમે તમારી ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. સૂર્યાસ્તના સમયે અહીં ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે. શાંત વાતાવરણમાં આ સમુદ્ર તટ પર ફરવા માટે હજારો લોકો આવે છે. 

2) સાપુતારા:- સાપુતારા એ તો ગુજરાતનું અતિ રમણીય હિલ સ્ટેશન છે. અહીની પ્રકૃતિ મનને આકર્ષિત કરનાર છે. ચારેબાજુ પથરાયેલ લીલોતરી તમારા મનને સાંત્વના આપે છે. ગુજરાતના ડાંગ જીલ્લામાં સ્થિત સાપુતારા હરિયાળી, જંગલો અને અદ્ભુત ઝરણા વચ્ચે પ્રકૃતિના ખોળામાં વસેલું છે. તેને હરિયાળીનું ‘સ્વર્ગ’ કહેવામા આવે છે. તમે નેચરલ લવર હોય તો, તે તમારા માટે બેસ્ટ જગ્યા હોય શકે છે. આ હિલ સ્ટેશન સુરતથી 157 કિલોમીટર દૂર છે. તેને ગુજરાતની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક ગણવામાં આવે છે. તમે અહીં બસ, ટ્રેન કે ફ્લાઇટ મારફતે પહોંચી શકો છો. 3) વિલ્સન હિલ્સ:- સમુદ્ર તટથી 2500 ફૂટની ઊંચાઈએ સ્થિત વિલ્સન હિલ્સ ગરમી અને ઉનાળા માટે શાનદાર ડેસ્ટિનેશન ગણવામાં આવે છે. વિલ્સન હિલ્સથી સમુદ્રની ઝલક જોઈ શકાય છે અને અહીંથી પંગરવાડી વન્યજીવ અભ્યારણની આસપાસના એરિયાની હરિયાળીનો વ્યૂ પણ જોઈ શકાય છે. વરસાદની ઋતુમાં આ જગ્યા ખૂબ જ સુંદર થઈ જાય છે. અહીં પહોંચવા માટે સુરતથી 130 કિલોમીટરની ડ્રાઈવ કરવી પડે છે. તમે વલસાડથી ટ્રેન દ્વારા પણ અહીં પહોંચી શકો છો. 

4) પોલો ફોરેસ્ટ:- અમદાવાદથી લગભગ 160 કિલોમીટર દૂર પોલો ફોરેસ્ટ સાબરકાંઠાના ગામડા પાસે છે. પોલો ફોરેસ્ટ વરસાદની ઋતુમાં હરિયાળી માટે પ્રસિદ્ધ છે. તે 400 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું છે. તમે અહીં રાત્રે કેમ્પ કરી શકો છો અથવા સુંદર રિસોર્ટમાં રોકાઈ શકો છો. જો તમને જંગલમાં ફરવું પસંદ હોય તો, આ તમારા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન છે. તમે અહીં બસ કે ટ્રેન દ્વારા સરળતાથી પહોંચી શકો છો.5) થોલ ઝીલ:- ગુજરાતમાં ચોમાસા દરમિયાન ફરવા માટે સુંદર થોલ ઝીલ એક સરસ વિકલ્પ છે. શાંતિપૂર્ણ અને સારા અનુભવ માટે તમે અહીં વિઝિટ કરી શકો છો. આ ઝીલમાં તમને ઘણા પ્રકારના પક્ષીઓ જોવા મળી શકે છે. તેની આસપાસ ફરવાનો એક અલગ અનુભવ હોય છે. જો તમને શાંતિ પસંદ હોય અને તમારા પરિવાર સાથે અહીં આવવા માંગતા હોય તો, તે એક સરસ ઓપ્શન છે. આમ આ સ્થળો કુદરતના ખોળે પોતાની અદભુત છટા સાથે ચોમાસામાં ખુબ જ આકર્ષક અને સુંદર બની જાય છે. અહીની પ્રકૃતિ તમારા મનને એક પ્રકારની શાંતિ આપે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment