ભેળસેળ વાળી ચાની ભૂકી ખાઈ જીવ જોખમમાં મુકવા કરતા, અપનાવો આ 4 માંથી કોઈ ટ્રીક. તરત ખબર પડી જશે શુદ્ધ છે કે નહિ.

આજના આ સમયમાં આપણે કંઈ પણ ખાનપાન કરીએ છીએ, તેમાં મોટાભાગે ભેળસેળ આવતી જ હોય છે. ભેળસેળ વાળી વસ્તુઓથી સ્વાસ્થ્યને અનેક નુકશાન થાય છે. એ ભેળસેળ વાળા ખોરાક ધીમા ઝેરનું કામ કરે છે. ખાવાપીવાની વસ્તુઓમાં ભેળ-સેળ હોવા પર શરીરના અંગો અંદરથી નબળા પડી જાય છે. જમવાના ચોખાથી લઈને મસાલાઓ સુધીની દરેક વસ્તુઓમાં ભેળસેળ આવે છે. એટલું જ નહીં, પરંતુ સવારે પીવાતી ચા માં પણ ભેળ-સેળ હોય શકે છે. આ ભેળ-સેળ વાળી વસ્તુઓથી શરીરમાં અનેક રોગો થઈ શકે છે.

ખાસ કરીને, જો તમને સવારે ચા પીવાની આદત છે, તો તમારે ચા ના પાંદડાની તપાસ કરીને પછી જ તેને ખરીદવી જોઈએ. કારણ કે સવારના આહારને સૌથી મુખ્ય માનવામાં આવે છે. ભલેને તે ચા જ કેમ ન હોય. ચા માં જો કોઈ પણ પ્રકારની ભેળસેળ હોય અને તમે જો સવારે ચા નું સેવન કરો છો, તો તમારો પૂરો દિવસ ખરાબ જાય છે. ભેળસેળ વાળી વસ્તુઓનું સેવન કરવાથી પેટને લગતી સમસ્યા અને કેટલીક અન્ય ગંભીર સમસ્યા થઈ શકે છે. ચાલો જાણીએ કંઈ રીતે ચા ની શુદ્ધતાની તપાસણી કરવી જોઈએ.હાથ વડે તપાસવી : હાથ દ્વારા પણ તમે ચા ના પાંદડાને તપાસી શકો છો. આ માટે તમે 1 ચમચી ચા ના પાંદડાને હાથમાં લો. હવે આ ચા ના પાંદડાને 2 મિનિટ સુધી તમારી હથેળીમાં ઘસો. જો ઘસતા સમયે તમારી હથેળીમાં રંગ આવે, તો તમે સમજી લો, કે તમારા ચા ના પાંદડામાં ભેળસેળ છે.

લીંબુના રસ દ્વારા કરો ભેળસેળની તપાસ :

ચા ના પાંદડામાં ભેળસેળનું પરીક્ષણ કરવા માટે ખાંડ અને એક કાચનું વાસણ લો. આ વાસણમાં થોડા ટીપાં લીંબુના રસના ઉમેરો, આ પછી આમાં ચા નો પાવડર અથવા તો ચા ના થોડા દાણાને ઉમેરો. જો લીંબુના રસનો રંગ નારંગી અથવા બીજા રંગનો થઈ જાય તો, સમજી લો કે તેમાં ભેળસેળ છે. અને જો શુદ્ધ ચાના પાંદડા છે, તો લીંબુના રસનો રંગ લીલો-પીળો જોવા મળશે.ટીશ્યુ પેપર દ્વારા તપાસો ચામાં ભેળસેળ : ચાના પાંદડામાં ભેળસેળને તપાસવા માટે 1 ટીશ્યુ પેપર લો. હવે તેમાં 2 ચમચી ચા ના પાંદડાને નાખો. પછી તેમાં પાણીના થોડા ટીપાં નાખીને તેને તડકામાં રાખી દો. ત્યાર પછી ટીશ્યુ પેપરને ચા ના પાંદડામાંથી દૂર કરી લો. જો તમને ટીશ્યુ પેપરમાં કોઈ પણ ડાગ જોવા મળે છે, તો સમજી લો કે તમારા ચા પાંદડામાં ભેળસેળ થઈ છે અને જો કોઈ પણ પ્રકારનો દાગ જોવામાં ન આવે તો, સમજો કે આ ચા ભેળસેળ વગરની છે.

ઠંડા પાણી દ્વારા કરો ભેળસેળની તપાસ :

ઠંડા પાણી દ્વારા પણ તમે તપાસી શકો છો કે, ચા માં ભેળસેળ છે કે નહીં. આ માટે તમે 1 ગ્લાસ ઠંડુ પાણી લો. આ પાણીની અંદર લગભગ 2 ચમચી જેટલી ચા ના પાંદડા લો. 1 મિનીટ પછી તેમાં રંગ આવી જાય, તો સમજી લો કે ચા ના પાંદડામાં ભેળસેળ છે. કારણ કે ચા ના પાંદડામાં તરત જ રંગ આવવા લાગે છે, અને તેને રંગ આવવામાં વધારે સમય લાગતો નથી.હાનિકારક કેમિકલ્સનો થાય છે ઉપયોગ : અત્યાર સુધીમાં, લોકો એવું માનતા હતા કે ચા ના પાંદડામાં કોઈ પણ પ્રકારની ભેળસેળ થતી નહીં હોય. પરંતુ 2019 ની સાલમાં ભારતીય ચા બોર્ડના પાંદડામાં ભેળસેળનો ખુલાસો થયો હતો. જાણવામાં આવ્યું છે કે, ચા ના પાંદડાને વધારે ઘાટા બનાવવા માટે તેમાં હાનિકારક કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, વર્ષ 2019 માં ટી બોર્ડ આસામની એક ટી બોર્ટ લિફ ફેક્ટરીમાંથી ચા ના પાંદડાઓના નમૂનાની તપાસ કરવામાં આવી હતી. તેમાં એ જાણવા મળ્યું કે, આમાં એક પીળા રંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ કલરિંગ એજેંટને ટરટ્રજાઈન કહે છે. તેનો ઉપયોગ ખાદ્ય પદાર્થોને રંગવામાં કરવામાં આવે છે. આ કેમિકલ્સ સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાનકારક છે.

ધ્યાન રાખો કે આજના સમયમાં વધારે ફળો અને શાકભાજીથી લઈને અનાજમાં પણ ભેળસેળ થઈ રહી છે. તેથી આ ભેળસેળ વાળી વસ્તુઓને ખરીદતા પહેલા તેની તપાસ કરવી એ ખુબ જ જરૂરી છે. કારણ કે તમે ભેળસેળ વાળી વસ્તુઓથી થતાં નુકશાનને તમને પોતાને, અને તમારા પરિવારને બચાવી શકો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment