આ રીતે ઘર બેઠા જ ખબર પડી જશે તમારી પાસે રહેલું સોનુ અસલી છે કે નકલી, એ માટે કરો આ 4 માંથી કોઈ એક ઉપાય…

આમ, તો સોનાને આખું વર્ષ ખરીદી શકાય છે અને વહેંચી પણ શકાય છે, પરંતુ તહેવારના દિવસોમાં સોનાની ખરીદી ખુબ જ વધી જાય છે. આ દિવસોમાં સોનાના ભાવમાં સમાન ઘટાડો જોવા મળ્યો છે, તેથી આજે લોકો સોનાની વધારે ખરીદી કરી રહ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે, આજકાલ સોનામાં ખુબ જ ભેળસેળ કરવામાં આવી રહી છે.

આ દિશામાં વિચારતા કેન્દ્ર સરકારે પણ હોલમાર્કના નિયમોમાં ઘણા ફેરફારો કર્યા છે. હવે દરેક સોના પર હોલમાર્ક ફરજિયાત બનાવવામાં આવે છે, તેથી હવે કોઈ પણ ઝવેરીઓ હોલમાર્ક વગર સોનું વહેંચી શકશે નહિ. આ નિયમ સરકારે એટલા માટે બનાવ્યો છે કે, કોઈ પણ ગ્રાહક ઝવેરી પાસેથી શુદ્ધ સોનું ખરીદી શકે. પરંતુ તેમ છતાં, પણ તમને અસલી અને નકલી સોના વચ્ચેનો ફર્ક ખબર હોવો જોઈએ. તો ચાલો અમે તમને અસલી અને નકલી સોના વચ્ચેનો ભેદ જણાવીએ.હોલમાર્ક શું છે ? : સોનાની ખરીદી કરતાં પહેલા એ જાણવું જરૂરી છે કે, હોલમાર્ક શું હોય છે અને તે કેટલા પ્રકારના હોય છે. અમે તમને જણાવી દઈએ કે હૉલમાર્ક દ્વારા એ જાણવા મળે છે કે, સોનું કેટલું શુદ્ધ છે, કારણ કે દરેક ઝવેરી પાસે ભારતીય માનક બ્યૂરો(BSI)નો માર્કો હોય છે. આ સિવાય હોલમાર્ક દરેક કેરેટના હિસાબથી અલગ-અલગ હોય છે. જેમ કે 22 કેરેટ પર 916 નંબરનો હોલમાર્ક હોય છે, 21 કેરેટ પર 875 નો હોલમાર્ક હોય છે અને 18 પર 750 નો હોલમાર્ક હોય છે.

કેન્દ્ર સરકારે હોલમાર્ક સંબંધી નિયમો બનાવેલા જ છે. આ નિયમને અનુસરી, હવે દેશભરના લગભગ 256 જિલ્લામાં માત્ર હોલમાર્ક વાળું સોનું જ વહેંચાય છે. આ સાથે જ, હવે કોઈ પણ ઝવેરી હોલમાર્ક વગર ગ્રાહકને સોનું નહિ વહેંચી શકે.હોલમાર્કને જુઓ : અસલી સોનાની પહેલી પરખ એ છે કે, તેમાં હોલમાર્ક લાગેલું હોય છે, કારણ કે તે સોનાની શુદ્ધતાનું પ્રમાણ છે. તમે સોનાના કેરેટના ગણિતથી હોલમાર્કને તપાસો અને આ સિવાય સોના પર હોલમાર્ક નથી, તો  તમે જાણી લો કે, 22 કેરેટનું સોનું લાઈટ પીળું હોય છે, અને 18 કેરેટના સોનાનો કલર તેજસ્વી હોય છે. જો તમારી પાસે 18 કેરેટ કરતાં ઓછા કેરેટ વાળું સોનું છે, તો તેનો કલર લાઈટ હશે. તમે સોનાને ધ્યાન પૂર્વક જોશો  તો જ તમને ખબર પડશે કે સોનામાં શું ફર્ક છે.

ચુંબકનો કરો ઉપયોગ : તમે સોનાને ચુંબકની સહાયતાથી પણ ચેક કરી શકો છો. જો તમારું સોનું ચુંબકના સંપર્ક આવવાથી સોનું તેની સાથે ચીપકી જાય છે, તો તમારું સોનું નકલી છે. જો તમારું સોનું ચુંબકના સંપર્કમાં આવવા છતાં પણ તેની સાથે ચીપકતું નથી, તો તે સોનું અસલી છે, કારણ કે સોનું કોઈ ચુંબકીય ધાતુ નથી.પાણી દ્વારા ચેક કરો : તમે ઘરમાં રહીને જ પાણી દ્વારા સોનું અસલી છે કે નકલી તેની તપાસ કરી શકો છો. પાણી દ્વારા સોનાની શુદ્ધતા માપવા માટે એક કપ પાણીની અંદર સોનાને નાખો, જો તમારું સોનું પાણીની અંદર થોડું તરી રહ્યું છે, તો તેમાં મિલાવટ છે, કારણ કે જે અસલી સોનું હોય છે, તે પાણીમાં નાખવાની સાથે જ નીચે બેસી જાય છે.

ગંઘથી કરો તપાસ : લગભગ તમે એવું જોયું હશે કે, તમને જ્યારે પરસેવો થાય છે ત્યારે તેમાંથી આર્ટિફિસિયલ જવેરીની ગંઘ પરસેવા સાથે આવવા લાગે છે, જ્યારે અસલી સોનું પહેરવાથી આવું થતું નથી. પરસેવાના સંપર્કમાં આવ્યા પછી તમને જો સોનામાંથી ગંધ આવે છે, તો તેનો અર્થ એ છે કે, સોનાની અંદર મિલાવટ છે.

અન્ય ટિપ્સ : તમે વિનેગરની સહાયતાથી પણ સોનાની તપાસ કરી શકો છો. વિનેગરના સંપર્કમાં આવ્યા પછી પણ તમારા સોનામાં કોઈ પણ રીતનો બદલાવ થતો નથી, તો તમારું સોનું નકલી છે અને જો આવું ન થાય તો સોનું અસલી છે.એસિડ દ્વારા પણ તમે સોનાની ઓળખ કરી શકો છો. નાઈટ્રિક એસિડના થોડા ટીપાં નાખવા પર સોનાનો રંગ બદલાઈ જાય છે, તો સમજી લો કે તમારું સોનું નકલી છે. પરંતુ આ તમારે ખુબ જ સાવચેત રહીને કરવાનું છે.

આ સિવાય બજારમાં કેટલાક કેમિકલ આવે છે, જે સોનાની શુદ્ધતા માપવા માટે મદદરૂપ થઈ શકે છે. તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો. તો દરેક સ્ત્રી આ રીતે અસલી અને નકલી સોનાની ઓળખ કરી શકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment