મિત્રો, ગૃહિણીઓ શાકભાજી ફ્રેશ રહે તેના માટે અનેક પ્રકારના પ્રયત્નો કરતી રહે છે. પરંતુ તેમને સાચી રીત ની જાણ નથી હોતી. તેથી શાકભાજી જલ્દી ખરાબ થઈ જાય છે અને ફેકવાનો વારો આવે છે. પરંતુ આજે અમે તેમના માટે ખૂબ જ સરસ ઉપયોગી થઈ રહે એવી માહિતી લઈને આવ્યા છીએ. આ લેખમાં પાલક ની ભાજીને કેવી રીતે લાંબા સમય સુધી ફ્રેશ રાખી શકાય છે તે વિશે જણાવીશું.
પાલક એક એવું શાક છે જેમાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે. પરંતુ ઘણા બધાને એવો પ્રશ્ન થાય છે કે પાલકને લાંબા સમય સુધી ફ્રેશ રાખી શકાતી નથી. જો તમે આ સરળ ટિપ્સ અપનાવી લેશો તો તમારી પાલકની ભાજી લાંબા સમય સુધી તાજી રહેશે.કોઈપણ ઋતુ હોય પરંતુ પાલકની ભાજી ને તાજી રાખવી ખૂબ જ જરૂરી હોય છે. પાલક એક લીલી શાકભાજી છે જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ન આવે તો તે મુરઝાઈ ને બગડી જાય છે અને તેને ફેંકવી પડે છે. પરંતુ પાલક ને તાજી રાખવા માટે તેને યોગ્ય રીતે સ્ટોર કરવી ખૂબ જ જરૂરી છે. પાલક આપણા સ્વાસ્થ્યથી લઈને ત્વચા માટે અનેક રીતે લાભદાયક છે. પાલક ત્વચા ને લગતી અનેક સમસ્યાઓ દૂર કરવા માટે સક્ષમ છે.
આમ તો સામાન્ય રીતે આપણે બજારમાંથી જ્યારે પાલકની ભાજી લાવીએ છીએ તો બહુ કરીને બે દિવસ સારી રહે છે ત્યારબાદ બગડવા લાગે છે, પરંતુ જો તમે આ સ્ટેપ્સ ફોલો કરશો તો પાલકની ભાજી ને લાંબા સમય સુધી તાજી રાખી શકશો અને તમારું જ્યારે મન હશે ત્યારે તેને ઉપયોગમાં લઈ શકશો.
પાલકને સ્ટોર કરવાની રીત:- એ વાત તો નક્કી જ છે કે કોઈપણ લીલા શાકભાજી જલ્દી બગડી જાય છે. પરંતુ જો તેની યોગ્ય રીતે કાળજી લેવામાં આવે તો તેને લાંબા સમય સુધી તાજા રાખી શકાય છે. તેમજ લીલા શાકભાજી પર વાતાવરણની સૌથી મોટી અસર વર્તાય છે. જો તમે પાલકને લાંબા સમય સુધી સ્ટોર કરવા ઈચ્છતા હોય તો તમે તેને પેપર ટોવેલમાં મુકવાનું રાખો. આ એક એવી શાકભાજી છે જેમાંથી પાણી વધારે છૂટે છે. તેથી જો તમે તેને પેપર ટોવેલ માં લપેટી દેશો તો તે પાણીને શોષી લે છે. આમ કરવાથી પાલક પાણી છોડશે નહીં અને સાથે જ તે લાંબા સમય સુધી તાજી રહેશે.
એ વાત પર ખાસ ધ્યાન આપવું કે જો તમે પાલકની ભાજીને પેપર ટોવેલ માં લપેટો છો તો તેની પર વજન આપવાનું નથી. ત્યારબાદ પેપર ટોવેલ માં મૂક્યા બાદ પાલકને સીધી ફ્રિજમાં રાખી દો. ફ્રીજમાં મૂકવાથી તે તાજી રહે છે અને તેનું બધું જ પાણી શોષાઈ જશે.બીજી પણ એક વાતનું ધ્યાન રાખવું કે પાલકને બીજા કોઈ પણ અન્ય શાકભાજી સાથે રાખવી નહીં, નહિતર તે તુરંત જ ખરાબ થઈ જાય છે. તેથી પાલકને હંમેશા ફ્રીઝમાં બીજા શાકભાજી થી અલગ જ રાખવી જોઈએ. અને તેની સાથે અન્ય કોઈપણ શાકભાજી મૂકવા નહીં.
જો પાલકને બ્રેડની સાથે સ્ટોર કરવામાં આવે તો તે હંમેશા તાજી રહે છે. બ્રેડ પાલક માંથી પાણી શોષી લે છે જેથી તેને લાંબા સમય સુધી તાજી રાખી શકાય છે. તેના માટે તમારે પાલકને પેપર શીટમાં મુકવાની છે અને તેની સાથે બ્રેડ મૂકવી. જો ફ્રિજમાં પાલકની ભાજી સાથે બ્રેડ મૂકવામાં આવે તો તે અઠવાડિયા સુધી તાજી રહે છે. અને વળી, એવું લાગશે કે હમણાં જ બજારમાંથી ખરીદીને લાવ્યા છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી