વગર અવાજે કુલરના ખર્ચામાં ચાલશે આ પાવરફુલ AC, જાણો કયું છે આ AC, ફાયદા જાણીને રહી જશો દંગ…

મિત્રો, ઉનાળાની ઋતુ આવતા જ ગરમીથી બચવા માટે ઘરમાં એસી, કુલર અને પંખા ચલાવવાની શરૂઆત થઈ જાય છે. હવે બજારમાં પણ અનેક પ્રકારના એર કન્ડિશન મળી રહ્યા છે. પરંતુ આજકાલના દિવસોમાં ડ્યુઅલ ઇન્વેટર એસી (Dual Inverter AC)ની જબરજસ્ત ડિમાન્ડ છે. લોકો જ્યારે એસી ખરીદવા જઇ રહ્યા હોય તો ડિલર તેમને સૌથી પહેલા ડ્યુઅલ ઇન્વેટર એસી જ બતાવેં છે. તમે એવું પણ જોયું હશે કે ડ્યુઅલ ઇન્વેટર એસી ની કિંમત પારંપરિક એસી (Normal AC) ની તુલનાએ ચાર પાંચ હજાર રૂપિયા વધારે હોય છે. પરંતુ આટલી કિંમત ચૂકવીને તમને અનેક પ્રકારના ફાયદા પણ મળે છે. તે કેવી રીતે આવો જાણીએ.

આજકાલ બજારમાં સેમસંગ, એલજી, ગોદરેજ અને વોલ્ટાસ જેવી અનેક બ્રાન્ડસ ના એસી વેચાઈ રહ્યા છે. પરંતુ ડ્યુઅલ ઇન્વેટર એસી ની શરૂઆત સૌથી પહેલા LG એ કરી હતી . આ એસી મોંઘા હોય છે પરંતુ ઘણી રીતે આ તમને ટેન્શન ફ્રી સર્વિસ પણ આપે છે.👉 સાઇલેન્ટ હોય છે ડ્યુઅલ ઈન્વેટર એસી:- ડ્યુઅલ ઇન્વેટર એસી ની સૌથી મોટી ખાસિયત તેનું સાઇલેન્ટ (Silent) કોમ્પ્રેસર છે. આ એસી ચાલતી વખતે ખૂબ જ ઓછો અવાજ કરે છે. આ એટલું સાઇલેન્ટ હોય છે કે અવાજ સાંભળીને તે ચાલે છે કે નથી ચાલતું તે જાણી શકાતું નથી. કંપની તેમાં સાયલેંટ કોમ્પ્રેસર મોટર નો ઉપયોગ કરે છે. જે ખૂબ જ ઓછું વાઇબ્રેશન કરે છે, જેથી રાત્રે તમારી ઊંઘ પણ ખરાબ થતી નથી.

👉 આપે છે સુપરફાસ્ટ કુલિંગ:- જણાવીએ કે પારંપરિક એસી ના કોમ્પ્રેસરમાં એસી પાવર સપ્લાય (AC Power Supply) પર ચાલતું સિંગલ રોટર લાગેલું હોય છે. જેને હવાને ઠંડી કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે. તમારા ઘરમાં જૂનું નોર્મલ એસી લાગેલું હોય તો તમારે કુલિંગમાં વિલંબ નો અહેસાસ જરૂર થતો હશે. બીજી તરફ ડ્યુઅલ ઇન્વેટર એસી ના કોમ્પ્રેસરમાં બે બીએલડીસી મોટર લાગેલી હોય છે, જે કુલિંગની પ્રોસેસને અનેક ગણી તેજ કરે છે અને રૂમને ઓછા સમયમાં જ ઠંડો કરી દે છે.👉 વીજળીનો વપરાશ કરે છે ઓછો:- ડ્યુઅલ ઇન્વેર્ટર ની એક બીજી ખૂબી છે કે તેની મોટર ખૂબ જ ઓછી સ્પીડ પર પણ ફરવા માટે સક્ષમ હોય છે, જેથી વીજળીનો વપરાશ (Power Consumption) ઓછો થાય છે. એટલું જ નહીં જો રૂમ ઠંડો થઈ જાય તો આ એસી અંદરના તાપમાનને તપાસતા પોતાની જાતે રોટરની સ્પીડને ઓછી કરી દે છે. આ પ્રોસેસ થી એસી દરરોજ ઘણા યુનિટ વીજળી ની બચત કરે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment