ઉત્તર કોરિયાની સ્કૂલના નિયમો વાંચીને તમે દંગ રહી જશો… જ્યાં ગર્લ્સ & બોય્સ માટે ફરજીયાત હોય છે આવા કામ.

ઉત્તર કોરિયા, આ દેશને બધા જ લોકો જાણે છે આ દેશને ખુબ જ ખરાબ દેશ માનવામાં આવે છે. કેમ કે અહીં રહેવા વાળા લોકોને કોઈપણ પ્રકારની આઝાદી હોતી નથી. જનતા પર સરકારનું સંપૂર્ણ પણે નિયંત્રણ હોય છે. અહીં દરેક લોકોને સરકારને પૂછીને જ પગલાં  લઈ શકાઈ છે. તો ચાલો આજે આપણે એ ઉત્તરકોરિયાની સ્કૂલ વિશે જાણીએ કે તેની સ્કૂલ કેવી હોય છે ? તેની સ્કુલમાં શું ભણાવવામાં આવે છે, અને કેવી રીતે ભણાવવામાં આવે છે ? 💁 મિત્રો તમને ખબર જ હશે કે આપણા ભારતની શાળાઓમાં  સામાન્ય રીતે ઈતિહાસમાં શું ભણાવવામાં આવે છે, રાજાઓનો ઇતિહાસ અને તેમની વચ્ચે થયેલા યુદ્ધ, આઝાદી અને આઝાદીની લડાઈ, નેતાઓ વિશે ભણાવવામાં આવે છે. પરંતુ નોર્થકોરિયામાં ઇતિહાસ માત્ર ત્રણ વ્યક્તિઓ વિશે ભણાવવામાં આવે છે. પહેલા તો  કિંગજોગ  વિશે ભણાવવામાં આવે છે કે તે કેટલો સારો માણસ છે બાળપણથી લઈ અત્યાર સુધી શું શું કર્યું છે.

 💁 ત્યારબાદ, કિંગજોઇલ અને કિંગજોગસુ વિશે સંપૂર્ણ માહિતી જણાવવામાં આવે છે. કે તેમને તે સમયમાં શું શું મેળવ્યું અને તેમનો ઇતિહાસ, તેમની કારકિર્દી જણાવવામાં આવે છે.

 💁 ઉત્તર કોરિયામાં સ્કૂલમાં ભણતા બાળકોને પોતાની પસંદની હેર સ્ટાઈલ રાખી શકતા નથી. આમ તો ભારતની સ્કૂલમાં ભણતા બાળકોને લાંબા વાળ રાખવા દેવામાં આવતા નથી. પરંતુ અહીં માત્ર કિંગ જોગે જે હેર સ્ટાઈલ રાખેલી છે તે બધા બાળકોને રાખવી ફરજિયાત છે. જો કોઈપણ બાળકે આ હેર સ્ટાઈલ સ્વીકારે નહિ તો તેના માટે કડક સજા કરવામાં આવે છે. પરંતુ અહીં છોકરીઓને 15 હેર કટ સ્ટાઇલ રાખવાની આઝાદી આપવામાં આવેલી છે.💁 ઉત્તર કોરિયાની સ્કૂલમાં જવા નો મતલબ એ છે કે કે તમે આર્મી ટ્રેનિંગ શરૂ કરી દીધી છે અહીં બાળકોને પાંચ વરસનો થાય ત્યારથી જ તેને તાયકોંડુ  (ત્યાની કુંગ ફૂ જેવી લડાઈ)  શીખવામાં આવે છે. જે ને તાયકોંડુ શીખવું ન હોય તેના માટે બીજા ઓપ્શન પણ છે પરંતુ દરેક વિકલ્પ આર્મી ઉપર જ પુરા થાય છે.

 💁  ભારતની સ્કુલમાં રજા લેવી હોય તો વાલીઓની અપીલથી બાળક જઈ શકે છે પરંતુ એવું ઉત્તરકોરિયામાં એવું હોતું નથી. ત્યાં તો રજા માટે બાળકો તો દૂર પરંતુ શિક્ષકો પણ રજા લઈ શકતા નથી અને અહીં જમવાનું બધું જ સ્કૂલમાં જ કરવાનું હોય છે. જો રજા લેવી હોય તો માત્ર બે જ કારણોથી રજા લઇ શકાય છે પહેલી તો તમારી પાસે સ્પેશ્યલ પરમિશન હોય અથવા બીજું તમારે બહાર રાખેલા કિમ જોંગ ઈલના પૂતળાને જોવા જોવું હોય તો. અહીં સ્કૂલની ચારેબાજુ આર્મી ગોઠવેલી હોય છે તેથી ભાગીને જવું શક્ય નથી.💁  ઉત્તરકોરિયામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અમુક નિયમોનું પાલન કરવાનું હોય છે જેમાં શિક્ષકો જો ઉત્તર કોરિયાના સિલેબસના બહારનું ભણાવે તો વિદ્યાર્થીઓ એ હાયર ઓથોરિટીને  જાણ કરે છે. વિદ્યાર્થીઓ જો બીજા દેશની વાતો અથવા બીજું કંઈ જેમ કે એવું ગીત ગાઈ કે સાંભળે છે કે જેની પરમિશન ઉત્તરકોરિયામાં નથી તો તેને ખુબ કડક સજા કરવામાં આવે છે.

 💁  ઉત્તર કોરિયામાં બાળકો જ્યારે પાંચ વર્ષના થાય છે ત્યાંરથી  તેમને અઠવાડિયામાં બે દિવસ મજુરી કામ કરાવવામાં આવે છે કારણ કે ઉત્તરકોરિયામાં ભણતા વિદ્યાર્થીઓના વાલી મોટાભાગે ગરીબ હોય છે, જેથી તે ફી  ભરી નથી શકતા. તેથી ફી કઢાવવા મટે તેમને મજુરી કરાવવામાં આવે છે.💁  ઉત્તરકોરિયામાં દરેક વર્ગખંડમાં બ્લેક  બોર્ડ ઉપર બે જ વ્યક્તિનો ફોટો લગાવેલ હોય છે જે કિંગજોઇલ અને કિંગજોગસુનો હોય છે. એનું કારણ છે કે દરેક વિદ્યાર્થીઓ દરરોજ ઉભા થઇ તેમને સન્માન આપે. અને બીજું વિશેષ એ છે કે જ્યારે આ 3 વ્યક્તિઓ માંથી કોઈપણ વ્યક્તિ ઓનું નામ લખવામાં આવે  તો ઘાટા અક્ષરે લખવું ફરજિયાત છે કારણ કે આ ત્રણ વ્યક્તિઓના નામ અલગ અને સરળતાથી જોઈ શકાય.

 💁  આમ તો આપણે જ્ઞાતિવાદ જાણીએ છીએ કે જ્ઞાતિવાદ શું હોય છે. પરંતુ ઉત્તરકોરિયામાં જ્ઞાતિવાદ કંઈક અલગ જ છે. અહીં વિદ્યાર્થીઓને પાંચ વિભાગોમાં વહેંચવામાં આવે છે. જેમાં સ્પેશિયલ, nucleus, hostile અને  complex હોય છે. તમે માત્ર આટલું જાણીલો  કે hostile ના વિદ્યાર્થીઓને જેલ જવાનું હોય છે અને સ્પેશિયલ વિભાગમાં આવતા વિદ્યાર્થીઓને  દરેક પ્રકારની દરેક પ્રકારની સુવિધાઓ મળે છે.

 💁  મિત્રો આજે દરેક ઉમરના માટે ઇન્ટરનેટ ખુબ જરૂરી બનતું જાય છે અને વિદ્યાર્થીઓ પોતાનું અસાઇમેન્ટ ઇન્ટરનેટ દ્વારા જ કરતા હોય છે પરંતુ ઉત્તરકોરિયામાં આ ઈન્ટરનેટ એટલે કશું જ નહીં કેમ કે અહીં માત્ર ૨૮ વેબસાઈટ એવી છે જેને પરમીશન મળેલ છે. અહીં કોઇ પણ વ્યક્તિ સ્પેશ્યલ પરમીટ સિવાય ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકતો નથી.

તો મિત્રો આ હતી ઉત્તર કોરિયાના સ્કૂલના વિદ્યાર્થીઓની  સ્થિતિ… શું ભારતમાં વિદ્યાર્થીઓ સાથે આવા કડક નિયમો કરવા જોઈએ?  તમે જરૂર નીચે માંથી કોઈ એક કમેન્ટ જરૂર કરજો. 

  • ના, આવું ના કરવું જોઈએ..
  • હા, આવું કરવું જોઈએ

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ  (૩) ગુડ    (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment