આ રીતે સરળતાથી ઘરે બેઠા શુદ્ધ ઘી બનાવો, અને તમારા પરિવારને નકલી ઘીથી દુર રાખો.. અન્ય સ્ત્રીને શેર જરૂર કરો.

💁 આ રીતે સરળતાથી મલાઈમાંથી ઘી બનાવો…. 💁

મિત્રો ઘી તો બધા બનાવતા જ હોય છે. પરંતુ માખણમાંથી બનાવતા હોય છે અથવા તો મલાઈ હોય તો તેને પણ પહેલા જમાવીને ત્યારબાદ તેમાંથી માખણ કાઢીને ઘી બનાવતા હોય છે. સામાન્ય રીતે આ રીતોથી બધા ઘી બનાવતા હોય છે પરંતુ આજે અમે તમને જણાવશું કે કોઈ પણ મેળવણ વગર તમે સીધું મલાઈમાંથી કંઈ રીતે ઘી બનાવી શકો છો.

મલાઈમાંથી સીધું ઘી બનાવવા માટે જોઇશે પંદર દિવસની એકઠી કરેલી મલાઈ અને બે ચમચી લીંબુનો રસ. હવે સૌપ્રથમ તમારે જ્યારે ઘી બનાવવાનું હોય ત્યારે દસથી પંદર મિનીટ પહેલા ફ્રીઝમાંથી મલાઈ કાઢી લેવાની છે.ત્યારબાદ તમારે મલાઈને ગેસ પર ગરમ કરવા મૂકવાની છે. હવે તમારે તેને એક એક મિનિટે ચમચાની મદદથી ચલાવતા રહેવાનું છે. ગેસને ધીમો જ રાખવાનો છે.

હવે પાંચ મિનીટ સુધી આ જ રીતે એક એક મિનિટે હલાવતા હલાવતા મલાઈ ગરમ કરો ત્યારબાદ તેમાં બે ચમચી લીંબુનો રસ ઉમેરો. તમે લીંબુનો રસ ન નાખો તો પણ ચાલે પરંતુ લીંબુનો રસ નાખવાથી કોઈ સ્મેલ નથી આવતી માટે લીંબુનો રસ નાખવો હોય તો નાખો.. ફક્ત લીંબુના રસ નાખવાથી ઘી ની સુગંધ ફેલાતી નથી.

ત્યારપછી ફરી તેને હલાવતા હલાવતા પકાવો. હવે તમે જોશો તો મલાઈ અને ઘી બંને અલગ પાડવા લાગ્યા હશે. તમને કીટ્ટુ અલગ પડતું દેખાશે. હવે ત્યાં સુધી ગેસ પર ચલાવો જ્યાં સુધી કીટ્ટુ ગોલ્ડન બ્રાઉન કલરનું ન થઇ જાય. કીટ્ટુ ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યારબાદ ગેસ બંધ કરી દો અને પાંચ મિનીટ સુધી તેને ઠંડુ થવા દો.

પાંચ મિનીટ બાદ ઘીને ગાળી લો. પરંતુ એક વાત યાદ રાખવાની કે ઘીને સ્ટીલની ગરણી વડે જ ગાળવું. હવે તમે જોશો કે ઘી તૈયાર છે. આ ઘીને તમે ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકો છો. પરંતુ મિત્રો તમે બચેલા કિટ્ટામાંથી પણ ઘી બનાવી શકો છો. તેના માટે તમારે એક તપેલીમાં ચાર ગ્લાસ પાણી ગરમ કરવાનું છે. ત્યારબાદ તેમાં તમારે ઘીમાંથી નીકળેલું કીટુ ઉમેરવાનું છે.

હવે તેને ત્રણ થી ચાર મિનીટ સુધી ગેસ પર ધીમા તાપે ગરમ કરો તમે જોશો કે પાણી ઉપર ચીકણો પદાર્થ તરવા લાગે છે જે બાકી રહી ગયેલું ઘી છે. હવે પાંચ મિનીટ પછી તેને ગેસ પરથી નીચે ઉતારી લો. હવે તેને ફ્રીઝમાં ચારથી પાંચ કલાક માટે સેટ થવા દો. મિત્રો ફ્રીઝરમાં રાખવાની ભૂલ ક્યારેય ન કરવી.

હવે ચાર કલાક બાદ તેને બહાર કાઢી લેવાનું છે હવે તમે જોશો કે તે પાણીમાં ઘીની એક પરત જામી ગઈ હશે તે પરતને એક તપેલીમાં લઇ લો. હવે તેને ફરી પાછું ગરમ કરવાનું છે. ગરમ કાર્ય બાદ તેને એક સ્ટીલના ગ્લાસમાં ફરી કાઢી લો. અને ફરી તેને ચારથી પાંચ કલાક સુધી ફ્રીઝમાં સેટ થવા દો.ચાર કલાક બાદ તેને બહાર કાઢશો તો ઘી બરાબર રીતે જામી ગયું હશે પરંતુ તમારે તેમાંથી હજુ વધારાનું પાણી કાઢી લેવાનું છે.

તેના માટે તમારે છરીની મદદથી વચ્ચે એક કટ લગાવવાની છે. કટ લગાવ્યા બાદ ત્યાં સુધી તેનું પાણી નીતારો જ્યાં સુધી તેમાંથી પડતું એક એક પાણીનું ટીપું બંધ ન થાય. હવે તમે જોશો તો ઘી બચ્યું હશે. પરંતુ મિત્રો સૌથી પહેલા તમારે વધેલા કિટ્ટામાંથી બનાવેલું ઘી ઉપયોગમાં લઇ લેવાનું છે કારણ કે તે ઝડપથી ખરાબ થઇ જાય છે. વધેલા કીટામાંથી બનાવેલ ઘીને તમે એક મહિનો સ્ટોર કરી શકો છો જ્યારે મલાઈમાંથી સીધું બનાવેલ ઘીને ત્રણ મહિના સ્ટોર કરી શકો છો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ    (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment