માત્ર 5 દિવસ આનું સેવન કાયમી મટાડી દેશે પેટમાં ગેસ, પાચન, ચરબી થી લઈ સાંધાના દુખાવા જેવી સમસ્યા , શરીરના ખરાબ બેક્ટેરિયા નો કરી દેશે નાશ

આયુર્વેદના અનુસાર જો કાળા મીઠાને આપણા આહારમાં લેવામાં આવે, તો કેટલાક ફાયદાઓ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે કાળું મીઠું એટલે સંચળ. સંચળ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, હાઈ બીપી, ડિપ્રેશન અને પેટની દરેક બીમારીથી મુક્તિ અપાવે છે. કારણ કે સંચળમાં 80 પ્રકારના ખનીજ હોય છે.

જો તમે પણ દરરોજ સવારે સંચળ વાળું પાણી પીવાનું શરૂ કરશો, તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી થઈ શકે છે. કેટલાક લોકોને ખ્યાલ હોતો નથી કે સાદું મીઠું ખાવાથી સ્વાસ્થ્યને નુકશાન થઈ શકે છે, આથી જો તમે સાદા મીઠાની જગ્યાએ કાળા મીઠાનો ઉપયોગ કરો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક થઈ શકે છે. તો ચાલો જાણીએ સંચળનું પાણી પીવાથી શું ફાયદા થાય છે.પાચન : મીઠા વાળું પાણી મોં માં લાળ વાળી ગ્રંથિને સક્રિય કરવામાં મદદ કરે છે. પેટની અંદર કુદરતી મીઠું ઉત્સેચકોને ઉત્તેજિત કરવામાં મદદ કરે છે જે હાઈડ્રોક્લોરીક એસિડ અને પ્રોટીનને ડાયજેસ્ટ કરે છે. સંચળ દ્વારા ખાવામાં આવેલ ખોરાક પચી જાય છે અને પાચનશક્તિને આરામ મળે છે એટલે કે ભોજન સરળતાથી પાચન થઈ જાય છે.

ચરબી : સંચળ શરીરના કોષોને પોષણ આપીને પાચનમાં સુધારો કરે છે, જે મેદસ્વીપણાને નિયંત્રણ રાખવામાં મદદ કરે છે. જો તમારે ચરબીને ઓછી કરવી છે તો તમારે દરિયાઈ મીઠાનું સેવન છોડીને સંચળનો સમાવેશ તમારા ભોજનમાં કરવો જોઈએ.સાંધાના દુઃખાવા : સંચળ સાંધાના દુઃખાવામાં અને સ્નાયુઓના દુઃખાવામાં રાહત આપે છે. આ માટે તમારે 1 કપ સંચળ લઈ તેને એક કપડાંમાં બાંધી લો. ત્યાર બાદ કોઈ પણ વાસણમાં તેને ગરમ કરો અને ગરમ થઈ  ગયા બાદ તેનાથી ગોઠણ પર શેક કરો. આ રીતે તમે દિવસમાં બે વાર કરો એટલે તમને સાંધાના દુઃખાવામાં રાહત મળશે.

આંતરડાનો ગેસ : જો તમારે ગેસથી છુટકારો મેળવવો છે, તો તમે એક કોપરના વાસણને ગેસ પર મૂકો, પછી તેમાં સંચળ નાખીને તેને થોડી વાર સુધી હલાવો અને જ્યારે તે મીઠાનો કલર ફરી જાય એટલે ગેસને બંધ કરો. પછી તેમાંથી અડધી ચમચી લઈ એક ગ્લાસ પાણીની સાથે તેને મિક્સ કરીને પીવો. આમ કરવાથી તમને થતા આંતરડાના ગેસમાં આરામ મળશે.છાતીમાં થતી બળતરા : સંચળમાં ક્ષારીય પ્રકૃતિ હોવાથી તે પેટમાં થયેલ ગેસને કાપી નાખે છે અને છાતીમાં થતી સળગતી ઉત્તેજનાને અને એસીડીટીને મટાડે છે.

કોલેસ્ટ્રોલ લેવલ : સંચળ ખાવાથી લોહી પાતળું થાય છે જેથી તે આખા શરીરમાં આરામથી પહોંચી જાય છે. તેવામાં તમારું હાઇ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર સારું થાય છે.સ્નાયુઓના ખેંચાણ અને ક્રેમ્પ : સંચળમાં પોટેશિયમ હોય છે જે આપણા સ્નાયુઓને મજબૂત કરવામાં મદદ કરે છે. તેથી જ સંચળને તમારી ડેઈલી રૂટિનમાં સામેલ કરો જેથી સ્નાયુઓમાં ખેંચાણ અને ક્રેમ્પ ન થાય.

ડાયાબિટીસ : એક રિસર્ચમાં એવું જાણવામાં આવ્યું છે કે, સંચળથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

બાળકો માટે : સંચળને નાના બાળકો માટે ખુબ જ સારું ઉપયોગી માનવા આવે છે. સંચળ અપચો અને કફને જામ થવાથી બચાવે છે. તમારા બાળકોના ભોજનમાં દરરોજ સંચળનો ઉપયોગ કરો. કારણ કે તેનાથી તમારા બાળકનું પેટ સારું રહેશે અને કફથી પણ છુટકારો મળશે.નિંદર માટે : અપરિષ્કૃત સંચળમાં હાજર ખનીજ આપણી નર્વસ પ્રણાલીને શાંત પાડે છે. માટે સંચળ કોર્ટિસોલ અને એડ્રનલાઇન જેવા ખતરનાક સ્ટ્રેસ હાર્મોનને ઓછા કરે છે. તેથી જ સંચળને રાત્રે ખાવાથી ઊંઘ સારી આવે છે.

ખોડાથી મુક્તિ : જો તમને ખોડાની અને વાળ ઊતરવાની સમસ્યા છે, તો સંચળ અને ટમેટાનું જ્યુસ અઠવાડિયામાં એક વાર માથામાં લગાવો. આ ખોડાને દૂર કરશે અને વાળના ગ્રોથને પણ વધારશે.

શરીર ડિટોક્સ : સંચળમાં વિપુલ પ્રમાણમાં ખનીજ હોવાથી તે એન્ટીબેક્ટેરિયલનું કામ પણ કરે છે, માટે તેનું સેવન કરવાથી શરીરમાં રહેલા જે પણ ખતરનાક બેક્ટેરિયા હોય છે તેનો નાશ થાય છે.ત્વચાની સમસ્યા : સંચળમાં હાજર ક્રોમિયમ ખીલ અને સલ્ફર સામે લડે છે જે ત્વચાને સાફ અને કોમળ બનાવે છે. આ સિવાય સંચળના પાણીનું સેવન કરવાથી એગ્જીમા અને રોશની સમસ્યા પણ દૂર થાય છે.

કેવી રીતે બનાવવું સંચળ વાળું પાણી : એક ગ્લાસ  હુંફાળા પાણીમાં અડધી ચમચી કાળા મીઠાને ઉમેરો પછી ચમચી વડે તેને મિક્સ કરો અને 24 કલાક સુધી તેને આમ જ રહેવા દો. આ પછી જ્યારે આ મીઠું પાણીની સાથે મિક્સ થઈ જાય ત્યારે તેનું સેવન કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “માત્ર 5 દિવસ આનું સેવન કાયમી મટાડી દેશે પેટમાં ગેસ, પાચન, ચરબી થી લઈ સાંધાના દુખાવા જેવી સમસ્યા , શરીરના ખરાબ બેક્ટેરિયા નો કરી દેશે નાશ”

  1. Good informative article.
    But to spread OUR knowlwdge, the GD have no intention of making it printable.
    May be when people are very healthy then there will be no need fo rprints.
    Keep up the Good Work GD…

    Reply

Leave a Comment