90% લોકોને નથી ખબર હોતી કે ખાલી પેટે ચા પીવાથી થાય છે આ નુકશાન.. જાણો આ નુકસાનથી બચવા શું કરવું

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

90% લોકોને નથી ખબર હોતી કે ખાલી પેટે ચા પીવાથી થાય છે આ નુકશાન..

આપણા દેશમાં લગભગ લોકોના દિવસની શરૂઆત ચા થી થતી હોય છે. પછી તે યુવાન હોય કે વૃદ્ધ હોય લગભગ બધા લોકોનો દિવસ ચા થી જ શરૂ થતો હોય છે. ચા એ લોકોના જીવનમાં મહત્વનો ભાગ બની ગઈ છે. જો સવારમાં ચા ન મળે તો કદાચ એવું  થાય કે દિવસની શરૂઆત બરાબર થઇ જ નથી.

દેશમાં લગભગ 80 થી 90 % લોકો સવારે ઉઠીને પહેલા ચા જ પીવે છે અને શહેરોમાં તો તેને વધારે પસંદ કરાય છે. પરંતુ તમને શું લાગે છે કે સવારે ઉઠીને ચા પીવી તે એક સારી આદત છે ? તો મિત્રો તમને જણાવી દઈએ કે ઘણી શોધ બાદ પરિણામ સામે આવ્યું છે કે સવારે ભૂખ્યા પેટે ચાનું સેવન કરવાથી ઘણું નુકશાન થાય છે.

રાત્રે સૂઈને આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણું પેટ એકદમ ખાલી થઇ જતું હોય છે. હવે તે સમયે ચા પીવાથી આપણા પેટમાં પાચક રસ બનવાની પ્રક્રિયા પર વિપરીત પ્રભાવ પડે છે. ઘણી વાર તેનાથી ઉલ્ટી  તેમજ ગભરામણ જેવી સમસ્યા પણ થવા લાગે છે. તો ચાલો જાણીએ ખાલી પેટ થતા ચાના સેવનના નુકશાન વિશે.

સૌપ્રથમ તો આપણે આખી રાત સૂઈને ઉઠીએ ત્યાં સુધીમાં આપણે ખાધેલો ખોરાક પચી ગયો હોય છે અને આપણું પેટ ખાલી થઇ ગયું હોય છે અને ખાલી પેટે ચા પીવામાં આવે તો એસીડીટીની સમસ્યા થઇ શકે છે. તેમજ ક્યારેક ઉલ્ટીની સમસ્યાનું કારણ પણ ખાલી પેટે ચા પીવું તે હોય છે.

મિત્રો ખાલી પેટ ચા પીવાથી પેટ ફૂલી જવાની સમસ્યા  થાય છે તેમજ પેટમાં ગેસ થવાની સમસ્યા વધી જાય છે. આ ઉપરાંત ખાલી પેટ ચા પીવાથી આપણે ખાધેલા ખોરાકમાંથી મળેલા પ્રોટીન તેમજ અન્ય પોષકતત્વોનું બરાબર રીતે અવશોષણ થતું નથી. જેના કારણે તે આપણા શરીરને પ્રભાવિત કરે છે અને આપણે ઘણી ગંભીર બીમારીઓનો શિકાર પણ થઇ શકીએ છીએ.

મિત્રો આજ કાલ લોકોને વધારે વજન અને ચરબીની સમસ્યા વધુ થતી હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે તેનું એક મુખ્ય કારણ ખાલી પેટ ચાનું સેવન કરવું પણ છે. ચા માં ઉપયોગમાં લેવાતી ખાંડ અને ચાની ભૂકી શરીરમાં જઈને ચરબી વધારવાનું કામ કરે છે. ચામાં અમુક માત્રામાં કેફીન હોય છે અને તેનાથી પેશાબની માત્રા વધી જાય છે. આ ઉપરાંત ચામાં રહેલ કેફીનના કારણે અનિંદ્રાની સમસ્યા થઇ શકે છે.

આ વાત સંપૂર્ણ રીતે સિદ્ધ તો નથી થઇ પરંતુ પ્રારંભિક શોધમાં સામે આવ્યું હતું કે ખાલી પેટ ચાના સેવનથી પુરુષોને પ્રોસ્ટેજની સમસ્યા થઇ શકે છે. ચામાં એવા તત્વો પણ રહેલા છે જેના કારણે બ્લડપ્રેશર વધવાનું જોખમ રહે છે.

મિત્રો સવારની ચાની આદત આપણા સ્વાસ્થ્ય માટે નુકશાન દાયક છે તો સવારે ખાલી પેટ ચાનું સેવન છોડી દેવું જોઈએ. પરંતુ તે આપણે વિચારીએ એટલું સહેલું પણ નથી માટે આજે અમે તેને છોડવા માટેનો એક નાનકડો ઉપાય પણ જણાવશું. સવારમાં તરોતાજા અનુભવ કરવા માટે તમે ચાની જગ્યાએ પહેલા ગરમ પાણી પીય શકો છો. તેમજ તેમાં મધ લીંબુ નાખી તેનું પણ સેવન કરી શકો છો. તેનાથી તમને નુકશાન પણ નહિ થાય અને શરીરને અન્ય સમસ્યાઓથી છુટકારો પણ મળશે જેમ કે ગેસ, એસીડીટી, ચરબી વગેરે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment