ચહેરામાં આવી જશે બમણો નિખાર અને બધો જ મેલ થશે દુર…. દહીંમાં આ વસ્તુ નાખીને લગાવો ચહેરા પર

ચહેરામાં આવી જશે બમણો નિખાર અને બધો જ મેલ થશે દુર…. દહીંમાં આ વસ્તુ નાખીને લગાવો ચહેરા પર.

મિત્રો ગરમીની ઋતુ ચાલુ થઇ ગઈ છે. ગરમીની ઋતુમાં ત્વચા સંબંધિત ઘણી બધી સમસ્યાઓ જોવા મળતી હોય છે. ખાસ કરીને ચહેરાની ત્વચા. ગરમીની ઋતુમાં તડકા અને ગરમીના કારણે ત્વચા કાળી અને ડલ પડી જતી હોય છે. ગરમીમાં પરસેવો વળવાને  કારણે ત્વચા ડ્રાઈ થઇ જતી હોય છે તેમજ ત્વચામાં ઇન્ફેકશન લાગી જતું હોય છે. જેના કારણે ચહેરામાં લાલ રંગની જીણી ફોલ્લીઓ પણ થઇ જતી હોય છે.પરંતુ મિત્રો હવે ગરમીની ઋતુમાં ચહેરાની ત્વચાની સમસ્યાનું ટેન્શન લેવાની જરૂર નથી. કારણ કે આજે અમે દહીંનો ઉપયોગ કરીને બનાવેલ એવા બે ફેસપેક વિશે જણાવશું કે જેને લગાવ્યા બાદ તમારા ચહેરાની સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે. તમને જણાવી દઈએ કે અહીં આપણે જે ફેસપેક વિશે જણાવશું તે તમારી ત્વચાને ક્લીન અને હાઈડ્રેડ કરે છે. તેથી ગરમીમાં પણ તમારા ચહેરાનો નિખાર બમણો થઇ જશે.અહીં ફેસપેક બનાવવા માટે તમારે કોઈ જ મોંઘી ક્રીમ જેવી કોઈ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો. પરંતુ અહીં આપણે ખુબ જ સરળતાથી મળતી સામગ્રીનો ઉપયોગ કરીને ફેસપેક બનાવી શકીએ છીએ. અહીં આપણી મુખ્ય સામગ્રી દહીં રહેશે અને અન્ય સામગ્રીમાં મધ, મુલતાની માટી અને ઓરેન્જ પીલ પાવડરની જરૂરીયાત રહેશે. માત્ર આ ચાર સામગ્રીનો ઉપયોગ કરીને તમે ચહેરાની દરેક સમસ્યા દુર કરીને ચહેરાને ચમકાવી શકો છો. સૌથી પહેલા આપણે એક ફેસ પેક બનાવી તેની મસાજ કરવાની છે. તેના માટે તમારે એક ચમચી દહીં લેવાનું છે, તેમાં એક ચમચી મધ ઉમેરી દેવું, ત્યાર બાદ બંનેને મિક્સ કરી લેવું, ત્યાર બાદ તે ફેસ પેક ચહેરા પર લગાવીને હળવા હાથે મસાજ કરવી. ત્રણથી ચાર મિનીટ મસાજ કર્યા બાદ ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લેવો. દહીં તમારા ચહેરાને હાઈડ્રેડ કરશે અને ત્વચાને સોફ્ટ બનાવશે અને મધ વધતી ઉંમરને રોકશે.મસાજ કર્યા બાદ દહીંનું બીજું ફેસપેક બનાવી લેવું. તેના માટે એક ચમચી મુલતાની માટી લેવી અને તેમાં અડધી ચમચી ઓરેન્જ પીલ પાવડર ઉમેરવો. (ઓરેન્જ પીલ પાવડર તમે સંતરાની છાલ સુકવીને ઘરે પણ બનાવી શકો છો.). ત્યાર બાદ તેમાં એક ચમચી દહીં ઉમેરી બધી વસ્તુ બરાબર મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લેવી. ત્યાર બાદ તે પેસ્ટ ચહેરા પર લગાવવી અને 20 મિનીટ સુધી રાખવી. ત્યાર બાદ ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લેવો. આ પેક તમારા ચહેરાના ડાઘ, કાળાશ અને ખીલ તેમજ ફોલ્લી જેવી સમસ્યાઓ દુર કરશે અને ચહેરાને ગરમીમાં એક ઠંડક આપશે.આ રીતે પહેલા મસાજ અને પછી 10 મિનીટ બાદ દહીંમાંથી ફેસપેક બનાવી તે લગાવવીને 20 મિનીટ સુધી રાખવું. આ રીતે અઠવાડિયામાં બે દિવસ પ્રયોગ કરવાથી ગરમીમાં થતી ચહેરાની દરેક સમસ્યા દુર રહેશે. તેમજ ચહેરાની સુંદરતા પણ વધશે. તો મિત્રો હવે ગરમીની ઋતુમાં મોંઘી ક્રીમ અને સાબુનો ઉપયોગ કરવાને બદલે દહીંથી બનાવેલ ફેસપેકનો ઉપયોગ કરવો.મિત્રો આ ઉપાય એકદમ સરળ અને દેશી છે. આ ઉપાયથી કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી. એકદમ કુદરતી હોવાને કારણે તમારા ચહેરા પર તરત જ અસર કરશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment