હવે ગમે એટલું લસણ હોય તેના ફોતરાં કાઢવામાં લાગશે ફક્ત 2 મિનીટ, અજમાવો આ સરળ ટ્રીક્સ… ઓછી મહેનતે ફોલાય જશે ઢગલાબંધ લસણ…

મિત્રો આપણે લસણનો ઉપયોગ લગભગ દરેક વાનગીઓ બનાવવામાં કરતા હોઈએ છીએ. તેના ઉપયોગથી રસોઈનો ટેસ્ટ બદલાય જાય છે. તેમજ લસણમાં રહેલ પોષક તત્વો આપણા શરીરને પોષણ પૂરું પાડે છે. પણ લસણ ખાવું સૌને ગમે છે પણ તેને ફોલવામાં ખુબ જ મહેનત કરવી પડે છે. ત્યારે થોડી પરેશાની થાય છે. પરંતુ જો તમે ઈચ્છો છો કે તમારું લસણ ઝડપથી ફોલાઈ જાય તો તમારે કેટલીક ટીપ્સને ફોલો કરવી પડે છે. ચાલો તો આ લેખમાં તમે પણ જાણો લો લસણ ફોલવા માટેની કેટલીક સરળ ટીપ્સ વિશે. 

લસણનો ઉપયોગ લગભગ દરેક ભારતીય ઘરમાં કરવામાં આવે છે અને મોટાભાગની ફૂડ ડિશિઝમાં કોઈને કોઈ પ્રકારે લસણનો ઉપયોગ કરવામાં આવે છે. લસણ માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતું, પરંતુ તેમાં ઘણા ગુણકારી તત્વો પણ રહેલા હોય છે. જો કે, લસણની નાની નાની કળીઓને ફોલવી એક મુશ્કેલ કામ છે. ઘણી વખત લસણ ફોલવામાં ઘણો સમય લાગી જતો હોય છે. એવામાં આજે અમે તમને અમુક સિમ્પલ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ. જેની મદદથી તમે ખુબ જ સરળતાથી લસણ ફોલિ શકો છો. આ બધા જ ટિપ્સ અજમાવવામાં ખુબ જ સરળ છે.1) પહેલી રીત:- લસણ ફોલવાની સૌથી કોમન રીત છે કે, તેને સરખી રીતે શેક કરવામાં આવે જેથી તેના ફોતરાં આપમેળે જ ઉતરી જાય. તે માટે એક ડબ્બાનો ઉપયોગ કરી શકો છો. ડબ્બામાં લસણ નાખીને તેને સરખી રીતે બંધ કરી જોરથી હલાવો. તેનાથી લસણની કળીઓ અલગ થઈ જશે અને ફોતરાં નીકળી જાય છે. આમ રીતમાં તમારે વધુ મહેનત કરવાની જરૂર નથી પડતી.

2) બીજી રીત:- લસણના ફોતરાં ઉતારવા માટે માઇક્રોવેવનો પણ ઉપયોગ કરી શકાય છે. પહેલા માઇક્રોવેવમાં લસણની ગાંઠોને 20 થી 30 સેકેંડ માટે રાખીને ગરમ કરો. ત્યાર બાદ તેને કાઢી લો. ત્યાર બાદ ફોતરાં સરળતાથી નીકળી જાય છે. લસણ ગરમ થવાથી તેની છાલ તરત જ અલગ થવા લાગે છે અને તમે સરળતાથી લસણની છાલ કાઢી શકો છો. 3) ત્રીજી રીત:- તમારી પાસે જો માઇક્રોવેવની સુવિધા ન હોય તો, કોઈ વાંધો નહીં. તમે લસણને થોડું રોસ્ટ કરી લો. ધ્યાન રહે કે લસણ વધારે શેકવાનું નથી. ત્યાર બાદ લસણના ફોતરાં ઉતારશો તો સરળતાથી ઉતારી જાય છે. લસણને શેકવા માટે તમે લોઢીનો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં શેકાવાથી લસણના ફોતરા તરત જ નીકળી જાય છે. 

4) ચોથી રીત:- લસણના ફોતરાં ઉતારવા માટે તમે ચાકુનો પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે લસણની કળીને ચાકુ નીચે રાખો અને હથેળીની મદદથી લસણ પર જોર લગાવો. ત્યાર બાદ લસણના ફોતરાં સરળતાથી નીકળી જાય છે. છરીથી લસણની છાલને કાઢી શકાય છે. પણ આ રીતમાં તમારે થોડી સાવધાની રાખવી પડે છે. કારણ કે છરીથી ઈજા થઈ શકે છે. 5) પાંચમી રીત:- લસણના ફોતરાં ખુબ જ સરળતાથી ઉતારવા માટે પહેલા તેને કલાક પાણીમાં પલાળીને રાખી લો. ત્યાર બાદ તેને એક-એક કરીને બહાર કાઢો અને જમીન પર રાખીને દબાવો. તેનાથી લસણના ફોતરાં નીકળી જાય છે. આમ તમે સરળતાથી ફોતરાં ઉતારી શકો છો. પાણીમાં લસણને રાખવાથી તેની છાલ થોડી નરમ થઈ જાય છે અને તમારે છાલ કાઢવામાં વધુ મહેનત કરવાની જરૂર નથી પડતી. 

આવી સરળ ટિપ્સ અજમાવીને તમે લસણના ફોતરાં સરળતાથી અને ઝડપથી કાઢી શકો છો. આ ટિપ્સ અમાવવાથી તમને ફોતરાં ઊતરતી વખતે કોઈ પ્રકારની સમસ્યા પણ થતી નથી અને ઝડપથી ફોતરાં દૂર થાય છે. આમ લસણના ફોતરાં ઝડપથી કાઢવા માટે અહી આપેલ પાંચ રીત ખુબ જ ઉપયોગી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment