દર મહિને 50,000 હજારનું પેન્શન જોતું હોય, તો રોકો આ સરકારી સ્કીમમાં તમારા પૈસા… મળશે જોરદાર ફાયદા… જાણો સંપૂર્ણ માહિતી

જો તમે પોતાના નિવૃત્તિ સમય દરમિયાન કોઈ પેન્શન યોજનાનો લાભ લેવા માંગતા હો તમારે એવી કેટલીક સરકારી યોજનાઓ છે જેના વિશે તમારે જાણવું ખુબ જ જરૂરી બની જાય છે. આ યોજનામાં પોતાના પૈસા રોકાણ કરવાથી તમને સારું એવું પેન્શન મળી શકે છે અને તમે સુખેથી જીવન પસાર કરી શકો છો. 

જો તમે પણ પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતાં હોય અને રિટાયર થયા પછી ફાઈનાન્શિયલ સિક્યોરિટી જોઈતી હોય, તો તમારા માટે સરકારી યોજના ‘નેશનલ પેન્શન સ્કીમ’ ખૂબ જ કામ આવે એવી છે. આ સ્કીમ માત્ર ઇન્કમ ટેક્સ બચાવવાના ફાયદા જ નથી આપતી, પરંતુ નોકરી માંથી રિટાયર થયા પછી દર મહિને એક નક્કી રકમની ગેરેંટી પણ આપે છે. તમે જો સરખી રીતે યોજના બનાવીને આ સ્કીમમાં ઇન્વેસ્ટ કરો તો ખૂબ જ આરામથી દર મહિને 50 હજાર રૂપિયા પેન્શન મેળવી શકો છો. વધારે પેન્શન માટે કરો આ કામ:- નેશનલ પેન્શન સ્કીમને લાંબી અવધિનું ઈન્વેસ્ટમેન્ટ ગણવામાં આવે છે. તેમાં તમે નોકરી કરતાં કરતાં થોડા-થોડા કરીને પૈસા જમા કરી શકો છો, જે રિટાયરમેંટ પછી તમને મળે છે. નેશનલ પેન્શન સ્કીમમાં જમા થયેલા પૈસા ઈન્વેસ્ટર્સને બે રીતે મળી શકે છે. તમે તેનો સીમિત ભાગ એક જ વખતમાં ઉપાડી શકો છો, જ્યારે બીજો ભાગ પેન્શન માટે જમા રહે છે, જેનાથી એન્યુટી ખરીદવામાં આવશે. એન્યુટી ખરીદવા માટે જેટલી વધુ રકમ તમે રાખશો, તમને રિટાયર થયા પછી તેટલી જ વધારે રકમ પેન્શનના રૂપમાં મળે છે. 

આ વાતનું જરૂરથી રાખવું ધ્યાન:- હવે 50 હજાર રૂપિયા પેન્શન માટે તમારે શું કરાનું રહેશે, તે જાણતા પહેલા એનપીએસ વિશે થોડી બેસિક વાતો જાણી લઈએ. નેશનલ પેન્શન સ્કીમમાં બે પ્રકારના અકાઉન્ટ ખુલે છે. પહેલા પ્રકારના અકાઉન્ટને એનપીએસ ટિયર-1 ના નામથી ઓળખવામાં આવે છે જ્યારે બીજા પ્રકારના અકાઉન્ટને એનપીએસ ટિયર-2 કહેવામા આવે છે. જો કોઈ રિટાયરમેંટના ફાયદા મેળવવા માંગતા હોય, તો તેના માટે ટિયર-1 અકાઉન્ટ જ વિકલ્પ છે. ટિયર-1 અકાઉન્ટ મુખ્ય રૂપથી એવા લોકો માટે છે જેમનું પીએફ જમા થતું નથી અને તેઓ રિટાયરમેંટ પછી ફાઈનાન્શિયલ સિક્યોરિટી મેળવવા માંગતા હોય.આ પ્રકારના અકાઉન્ટ એટલે કે, એનપીએસ ટિયર-1ને રિટાયરમેંટના હિસાબથી જ તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં તમે ઓછામાં ઓછા 500 રૂપિયા જમા કરીને અકાઉન્ટ ખોલાવી શકો છો. રિટાયરમેંટ પછી તમે એક જ વારમાં 60 ટકા સુધીની રકમ ઉપાડી શકો છો. બાકીની 40 ટકા રકમથી એન્યુટી ખરીદવામાં આવે છે, જે મંથલી પેન્શનના રૂપમાં નિયમિત રકમનું સાધન સુનિશ્ચિત કરે છે. 

એનપીએસ પર મળે છે ટેક્સ લાભ:- એનપીએસના ટિયર-1 અકાઉન્ટમાં કંટ્રિબ્યુશન પર અને ઉપાડ બંને પર ટેક્સથી છૂટના લાભ મળે છે. કંટ્રિબ્યુશનની વાત કરીએ તો, એનપીએસ ટિયર-1 અકાઉન્ટની બાબતમાં અકાઉન્ટ હોલ્ડરને ઇન્કમ ટેક્સ એક્ટ 80સી મુજબ 1.5 લાખ રૂપિયા સુધી અને 80 સીસીડી (1બી) મુજબ 50 હજાર રૂપિયાના ટેક્સ ડીડક્શનનો લાભ મળે છે. 

આમ કરો મોટા પેન્શનની વ્યવસ્થા:- હવે માની લઈએ કે તમે રિટાયર થયા પછી એનપીએસથી 60 ટકા ભાગ એક જ વારમાં ઉપાડી લો છો અને 40 ટકા વાધેલા ભાગનો ઉપયોગ એન્યુટી ખરીદવામાં કરો છો. આ સ્થિતિમાં દર મહિને 50 હજાર પેન્શન મેળવવા માટે તમારે 2.5 કરોડ રુપિયાનું ફંડ તૈયાર કરવાનું રહે છે. વર્ષની એન્યુટી રેટ 6 ટકા માનીને ગણતરી કરીએ તો, આ સ્થિતિમાં તમને દર મહિને 50 હજાર રૂપિયા પેન્શન મળે છે. જો તમે વધારે ભાગથી એન્યુટી ખરીદો તો તેનાથી ઓછા ફંડથી પણ વાત બની જાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment