યુવાનોમાં ડાયાબિટીસના કારણે વધી રહ્યા છે પગ કાપવાના કેસો, આજીવન પગ ન ગુમાવવા હોય તો વાંચો આ લેખ અને જાણો કંઈ કંઈ વાતનું રાખવું જોઈએ ધ્યાન…

છેલ્લા કેટલાક વર્ષોમાં જોઈએ તો અનેક પ્રકારની ગંભીર બીમારીઓ આપણા સ્વાસ્થ્ય પર ઘેરી અસર કરી રહી છે. આવી બીમારીઓમાં એક ડાયાબિટીસ છે. આપણા ભારતમાં મોટાભાગના લોકો ડાયાબિટીસના રોગથી હેરાન થાય છે. ડાયાબિટીસ એક ક્રોનિક રોગ છે. પાછલા કેટલાક વર્ષોમાં યુવાનોમાં પણ ડાયાબિટીસના ઘણા બધા કિસ્સા જોવા મળ્યા છે. NHS પ્રમાણે ડાયાબિટીસના દર્દીઓમાં શરીરના અંગ કાપવાનું જોખમ 15 ઘણું વધી રહ્યું છે. તો આજે આપણે આ લેખના માધ્યમથી જાણીશું કે ડાયાબિટીસ પગને કેવી રીતે નુકશાન પહોંચાડે છે અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ.

ડાયાબિટીસનો સામનો ત્યારે કરવો પડે છે જ્યારે શરીરમાં ગ્લુકોઝનું લેવલ વધી જાય છે અને બેલેન્સ કરવા માટે ઇન્સ્યુલિન ખુબ જ મદદ કરે છે ઇન્સ્યુલિન પેનક્રિયાજથી નીકળતો એક હોર્મોન છે. જે લોહીમાં ગ્લુકોઝના લેવલને મેનેજ અને કંટ્રોલ કરવાનું કામ કરે છે.ડાયાબિટીસ બે પ્રકારના હોય છે ટાઈપ 1 ડાયાબિટીસ અને ટાઈપ 2 ડાયાબિટીસ. ટાઈપ 1 ડાયાબિટીસ પેનક્રિયાજ ઇન્સ્યુલિનનું ઉત્પાદન બિલકુલ જ નથી કરી શકતું. જ્યારે ટાઈપ 2 ડાયાબિટીસમાં પેનક્રિયાસ વધારે ઓછી માત્રામાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરે છે.એવામાં જરૂરી છે કે, તમે તમારા ગ્લુકોઝ લેવલને મેન્ટેન રાખો. કેટલીક વાર ડા યાબિટીસને ઇગ્નોર કરવાથી તમારા માટે અત્યંત જોખમકારક સાબિત થાય છે. આના દ્વારા તમારા શરીરના અંગ કાપવાની પણ સ્થિતિ આવી શકે છે.

NHS પ્રમાણે ડાયાબિટીસના દર્દીઓમાં શરીરના અંગ કાપવાનું જોખમ 15 ઘણું વધી રહ્યું છે. કારણ કે તેમનું શરીર પહેલા જેવું પેશીના નુકશાનને સુધારી નથી શકતું. ટાઈપ 2 ડાયાબિટીસની તુલના એ ટાઈપ 1 ડાયાબિટીસના દર્દીઓએ આ જોખમનો સામનો ખુબ વધારે કરવો પડે છે.

પાછલા દસ વર્ષોમાં યુવાનોમાં ડાયાબિટીસના કારણે અંગ કાપવાના કિસ્સા ઝડપથી વધી રહ્યા છે. બ્રિટનના આંકડા જણાવે છે કે, ડાયાબિટીસના લીધે 29 વર્ષથી ઓછી ઉંમરના 17 યુવાનોને પોતાના હાથ પગ ગુમાવવા પડ્યા હતા. 2011-12 માં 6 અને 2009-10 માં માત્ર 2 લોકોને ગુમાવવા પડ્યા.આજે અમે એક એવી મહિલા વિશે જણાવીશું જેમને 14 વર્ષની ઉંમરમાં ટાઈપ 1 ડાયાબિટીસની જાણ થઈ અને 35 વર્ષની ઉંમરે તેમણે તેમના બંને પગ ગુમાવવા પડ્યા. આ મહિલાએ જણાવ્યું કે, જો મને પહેલા જ કોઈએ જણાવી દીધું હોત કે આની પર જો ધ્યાન ન આપવામાં આવે તો આવી રીતે પગ કાપવાની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. આ મહિલાને 2016 માં ઘૂંટીમાં ફેક્ચર આવ્યા બાદ જમણો પગ ખોઈ બેસી હતી. ત્યાર બાદ 2019 માં પોતાનો ડાબો પગ પણ ખોવો પડ્યો. આ મહિલાએ જણાવ્યું કે આનાથી બચવા માટે યુવાનીનો સમય હોવાથી કોઈ અનુભવી વ્યક્તિ કે એક્સપર્ટથી આ સંબંધિત સલાહ લેવી જોઈએ જેથી આવી સ્થિતિ ન ઉદ્દભવે. 

પગને કેવી રીતે નુકશાન પહોંચાડે છે ડાયાબિટીસ ?:- ડાયાબિટીસની લિંક બે પ્રકારની કન્ડિશન સાથે હોય છે પેરીફેરલ આર્ટરી ડિસીઝ અને ડાયાબિટીક ન્યુરોપેથી. આ બંને સમસ્યાઓના રહેતા પગ કપાવાની સ્થિતિ આવી શકે છે.

પેરિફેરલ આર્ટરી ડિસીઝમાં, ધમનીઓ ખુબ જ સંકોચવા લાગે છે, જેના કારણે પગ અને પગમાં લોહીનો પ્રવાહ કાં તો ઘણો ઓછો થઈ જાય છે અથવા બિલકુલ થઈ શકતો નથી. જેના કારણે અલ્સર અને ઇન્ફેક્શનની સમસ્યાનો સામનો કરવો પડે છે. જો બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે ન થઈ શકે તો અલ્સર અને ઇન્ફેક્શનને ઠીક કરવામાં ખુબ જ વધારે સમય લાગે છે.ન્યુરોપેથીમાં ચેતા નુકશાનનું કારણ બને છે. શરીરમાં બ્લડ શુગરનું લેવલ વધુ હોવાથી શરીરમાં હાજર ચેતા અને રક્ત કોષિકાઓને નુકશાન થાય છે. જ્યારે તમારી ચેતાને નુકશાન પહોંચે છે. ત્યારે તમારા પગમાં દુખાવો, ગરમ, ઠંડું અને કોઈ પણ અણીદાર વસ્તુ ગોચવાનો અહેસાસ થઈ નથી શકતો. તેવી જ રીતે આના દ્વારા અલ્સર અને ઇન્ફેક્શનની સમસ્યા પણ થઈ શકે છે.

જો તમને પગમાં ન્યુરોપેથીનો સામનો કરવો પડી રહ્યો હોય તો તેનાથી ઘણી મુશ્કેલી થઈ શકે છે. આનાથી પગમાં વાગવા છતાં પણ તમને  તેની કોઈ અસર નથી થતી પગમાં ઈજા થયા પછી પણ જ્યાં સુધી તેને ચેપ ન લાગે ત્યાં સુધી તમે આ રોગને ઓળખી શકતા નથી. આનાથી તમને ગેંગરીન નામના ગંભીર ઇન્ફેક્શનનો સામનો કરવો પડે છે. ગેંગરીનની સમસ્યા ત્યારે થાય છે, જ્યારે પેશીઓ મરી જાય છે. કેટલાક ગંભીર કિસ્સામાં ડોક્ટર આનાથી અસરગ્રસ્ત ભાગને કાપીને તેનો ઈલાજ કરે છે.આવી વસ્તુઓના કારણે પણ વધી જાય છે અંગ કાપવાની સંભાવના:- 1) ડાયાબિટીસ દ્વારા પગ કાપવાની ફેમિલી હિસ્ટ્રી, 2) ઘરના બાકી સદસ્યોને ડાયાબિટીસની સમસ્યા, 3) પગમાં અલ્સર, 4) પગમાં ફેક્ચર, 6) ઘાવ ખુબ જ ધીમે ધીમે ઠીક થવા, 7) પગના નખમાં ફંગસ કે કોઈ ઇન્ફેક્શન થવું, 8)ગાંઠ બનવી કે કોર્ન્સ અને કોલસ.

આ સમસ્યાથી કેવી રીતે બચવું:- જો તમને ડાયાબિટીસ હોય તો તમારે તમારા પગનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, જેથી પગ કાપવાના જોખમને દૂર કરી શકાય. જો તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો તો પગ કાપવાની સ્થિતિ નહિ આવે. જો તમને ડાયાબિટીસ હોય તો જરૂરી છે કે, તમે તમારું બ્લડ પ્રેશર અને હાઈ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરો. પગમાં છાલા, ક્રેક, કપાવું, ઘાવ, લાલાશ, સફેદ સ્પોર્ટ્સ, ગાંઠ જેવી વસ્તુઓ દેખાય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment