ગરદનની નસો દબાતી હોય કે દુખાવો થતો હોય, તો કરો આ એક કામ, ઓપરેશન કે મોંઘી દવાઓ વગર જ મળશે રાહત…

મિત્રો આપણને શરીરના અલગ અલગ ભાગમાં અવારનવાર દુખાવો થતો હોય છે. સામાન્ય રીતે માસ પેશીઓમાં  થતા દુખાવાથી બચવા માટે આપણે બામ, શેક કે પેનકિલરની મદદ લઈને સરળતાથી રાહત મેળવી લઈએ છીએ. શરીરના આવા અલગ અલગ ભાગમાંથી એક છે ગરદનની નસોનો દુખાવો. જે અત્યંત અસહનીય હોય છે. ગરદનમાં નસમાં દુખાવાની સમસ્યા આપણને અવારનવાર સામનો કરવો પડતો હોય છે.

ગરદનના દુખાવાનું એક મોટું કારણ માંસપેશીઓમાં ખેંચાણ કે નસોમાં સોજો હોય છે. નસોમાં દુખાવો થવાથી ગરદનથી લઈને માથા સુધી તકલીફ થાય છે. જેથી પેઈનકિલર લેવા પર પણ આરામ થતો નથી અને વળી જો દુખાવાથી રાહત મેળવવા માટે વધુ પેઈનકિલર લઈએ તો આપણા સ્વાસ્થ્યને નુકશાનદાયક પણ થઈ શકે છે.

મોટાભાગના લોકોના મનમાં આ પ્રશ્ન આવે છે કે, ગરદનની નસોનો દુખાવો કેમ થાય છે ? કે ગરદનની નસોમાં દુખાવાનું કારણ શું હોય છે ? તો આજે અમે તમને ગરદનના દુખાવાથી રાહત મેળવવા માટે પાંચ ઘરેલું ઉપચાર જણાવવા જઈ રહ્યા છીએ.ગરદનની નસોમાં દુખાવો કેમ થાય છે ?:- ગરદનની નસોમાં દુખાવો થવાના અનેક કારણો છે. લાંબા સમય સુધી એકની એક જ સ્થિતિમાં બેસી રહેવાથી નસોમાં દુખાવાની સમસ્યા થાય છે. તેના સિવાય ગરદનની આસપાસની માંસપેશીઓ અને હાડકા પણ નસો પર દબાણ આપે છે. 

ગરદનની નસોમાં દુખાવાનું બીજું મોટું કારણ નસોમાં બ્લોકેજ કે બ્લડ સર્ક્યુલેશન વ્યવસ્થિત રીતે ન થવું પણ છે. કારણ કે જ્યારે તમારી નસોમાં લોહીનો પ્રવાહ સારી રીતે નથી થતો અને નસોમાં બ્લોકેજ હોય છે તો તેમાં લોહી એક જ જગ્યાએ રોકાઈને જામવા લાગે છે જેનાથી નસોમાં ગંભીર દુખાવો થાય છે, જે ખભાથી લઈને ગરદન અને માથા સુધી તેની અસર કરે છે. તો ચાલો જાણીએ ગરદનની નસોના દુઃખાવાના ઘરેલું ઉપચાર.1 ) ગરદન સ્ટ્રેચ કરો:- ગરદનમાં દુખાવાની સમસ્યામાં માંસપેશીઓ જકડાવવાના કારણે પણ થાય છે જે તમારી નસોને અસર કરે છે. સ્ટ્રેચિંગ કરવાથી નસો અને માંસપેશીઓ બંનેને સ્ટ્રેચ કરવા અને બ્લડ સર્ક્યુલેશનને સારું બનાવવામાં મદદ મળે છે. તમારે ગરદનને આગળ પાછળ, આજુબાજુ એમ ચારેય દિશામાં સ્ટ્રેચ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેનાથી નસોના દુખાવામાં ઘણી રાહત મળશે.

2 ) હળદરનું સેવન:- હળદર એન્ટી ઈમ્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે, જેનાથી આ સોજાને દૂર કરવામાં લાભદાયક છે. સાથે જ આ શરીરમાં લોહીના પ્રવાહને સારો બનાવવામાં પણ મદદ કરે છે. જેનાથી બ્લૉકેજ ખોલવામાં મદદ મળે છે અને દુખાવો ઓછો થવા લાગે છે. તમે હળદર વાળું દૂધ, શાકમાં હળદર અને નવશેકા પાણીમાં અડધી ચમચી હળદર મેળવીને તેનું સેવન કરી શકો છો.3 ) એવી વસ્તુઓ ખાવી જેનાથી લોહીનો પ્રવાહ વધે:- જો તમે લોહીના પ્રવાહને વધારવા વાળા ખોરાકનું સેવન કરો છો તો તેનાથી નસોમાં બ્લોકેજ ખોલવામાં મદદ મળે છે અને લોહીનો સંચાર અટક્યા વગર થાય છે. તેનાથી નસોમાં દુખાવાની સમસ્યા દૂર થાય છે. હળદર સિવાય દાડમ, ડુંગળી, લસણ, આદુ વગેરેનું સેવન પણ લોહીના પ્રવાહને વધારવામાં મદદરૂપ થાય છે.

4 ) નસો અને તેની આસપાસ માંસપેશીઓનો શેક કરવો:- સોજાને દૂર કરવા માટે જો કોઈ સૌથી અસરકારક ઘરેલું નુસ્ખો હોય તો તે છે શેક કરવો. ખાસ કરીને જો તમે ગરમ શેક કરો છો તો તેનાથી સોજોને દૂર કરી શકાય અને દુખાવાથી જલ્દી રાહત મળે છે. તેના માટે તમે ગરમ કોથળીનો પ્રયોગ કરી શકો છો કે પછી તવો ગરમ કરીને કોઈ સુતરાઉ કાપડની મદદથી ગરદનની નસો અને માંસપેશીઓનો શેક કરી શકો છો. તેનાથી લોહી નસોમાં દોડવા લાગે છે.5 ) ગરદનની નસો પર માલિશ કરવી:- બજારમાં અનેક પ્રકારના આયુર્વેદિક તેલ મળે છે જેને અનેક પ્રકારના દુખાવા  દુર કરવા માટે આયુર્વેદિક ઔષધીઓની મદદથી તૈયાર કરવામાં આવે છે. જો કે તમે ઘરે પણ તેલમાં હળદર લસણ વગેરે નાખીને તેને ગરમ કરીને દુખાવા પર માલીશ કરી શકો છો. તેના માટે સરસવનું તેલ સૌથી સારું હોય છે. આ તેલથી ગરદનની માંસપેશીઓને સારી રીતે માલિશ કરો, તેનાથી નસોની માંસપેશીઓનો તણાવ, સોજો અને દુખાવામાં રાહત થશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment