આ કંપની કહ્યું અમને મોકો આપો, દારૂની હોમ ડિલીવરી અમે કરી આપીશું, શું મોકો આપવો જોઈએ?

ફૂડ ડિલીવરી કરતી એક કંપનીને દેશમાં લોકડાઉન દરમિયાન આલ્કોહોલની હોમ ડિલીવરી કરવી છે. આ કંપની વિશે લગભગ જાણતા હશો. કેમ કે ઘણા લોકો તેમાંથી ખાવા લાયક વસ્તુની હોમ ડિલીવરી લેતા હોય છે. તો ચાલો જાણીએ કંઈ એ કંપની જે લોકડાઉનમાં શરાબની હોમ ડિલીવરી કરવા માંગે છે.

ફૂડ ડિલીવરી કંપની ઝોમેટો ઓનલાઈન ઓર્ડર દ્વારા લોકોના ઘર-ઘર સુધી આલ્કોહોલ પહોંચાડવાનીતૈયારી કરી રહી છે. લોકડાઉનની વચ્ચે જ આલ્કોહોલ મળતી દુકાનોને છૂટ આપી દેવામાં આવી છે. પરંતુ તમને જણાવી દઈએ કે આલ્કોહોલ એટલે કે શરાબનું વેંચાણ પણ ખુબ જ થઇ રહ્યું છે. તેના કારણે સંક્રમણ વધી શકે એવી સ્થિતિનું નિર્માણ થયું હતું. તો દુકાનદારોને આલ્કોહોલની હોમ ડિલીવરી કરવા જણાવ્યું હતું. તો હોમડિલીવરીનો ફાયદો ઝોમેટો કંપની ઉઠાવવા માંગે છે.

ન્યુઝ એજન્સી રોયટર્સની એક ખબર અનુસાર જણાવવામાં આવ્યું છે કે, ઝોમેટો કંપનીએ આ વિશે ઇન્ટરનેશનલ સ્પિરિટસ એન્ડ વાઈન એસોશિયેશનઓફ ઇન્ડિયા(ISWAI) ને પ્રસ્તાવ આપ્યો હતો. લોકડાઉનના કારણે કંપનીનો ફૂડ ડિલીવરીનો કારોબાર ભાંગી પડ્યો છે. એટલા માટે આ નવા કારોબારમાં ઉતરીને પોતાનું અસ્તિત્વ બચાવી રાખવા કંપની ઇચ્છતી હતી. જો કે ઝોમેટોએ ગ્રોસરીની ડિલીવરી હાલમાં શરૂ કરી દીધી છે. દેશમાં લોકડાઉનનું પહેલું ચરણ 25 માર્ચના લાગુ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આલ્કોહોલનો કારોબાર આખા ભારતમાં સંપૂર્ણ બંધ હતો. પરંતુ રાજ્ય સરકારો આવકની તંગીના કારણે આ વાત પર દબાવ બનાવી રહી હતી કે, આલ્કોહોલનો કારોબાર ખોલી નાખવામાં આવે. ત્યાર બાદ સરકારે કારોબાર ખોલવાની પરવાનગી આપી દીધી હતી. તો કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનના ત્રીજા ચરણમાં 4 મેં ના રોજ આલ્કોહોલની દુકાનો ખોલાવની પરવાનગી આપવામાં આવી હતી.  પરંતુ આલ્કોહોલનો કારોબાર જેવો ખુલ્યો કે આખા ભારતમાં શરાબની દુકાનો પર ભારે ભીડ જમા થઇ ગઈ હતી. લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી.

પરંતુ મહત્વની વાત એ છે કે, ભારતમાં મોટાભાગના રાજ્યોમાં હજુ શરાબની હોમ ડિલીવરીની પરવાનગી નથી. એટલા માટે ઝોમેટો કંપની દબાવ બનાવી રહી છે કે સરકાર છૂટ આપે. ISWAI એ તેના માટે ખુબ જ જબરદસ્ત લોબીઈંગ કરી રહી છે. જો છૂટ મળશે તો ઝોમેટો આલ્કોહોલની હોમ ડિલીવરી શરૂ કરી શકે. ઘણા રાજ્યની સરકારોએ તો આલ્કોહોલ પર ટેક્સ પણ વધારી દીધો છે. દિલ્લી સરકારે આલ્કોહોલ પર 70% ની વિશેષ કોરોના ફિસ લગાવી દીધી છે. રોયટર્સને ઝોમેટો દ્વારા મોકલવામાં આવેલ પેશકશના દસ્તાવેજ મળ્યા છે. જેમાં ઝોમેટો ફૂડ ડિલીવરી ડિવિઝનના CEO મોહિત ગુપ્તાએ લખ્યું છે કે, ‘અમને લાગે છે કે, ટેકનોલોજી આધારિત હોમ ડિલીવરી સોલ્યુશનથી આલ્કોહોલનું વેંચાણ વધારી શકાય છે.

Leave a Comment