આ સલુનમાં નખની સુંદરતા માટે નખમાં મુકે છે જીવતી કીડીઓ, વિડીઓ જોઈ કંપી ઉઠશો.

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે, મહિલાઓમાં પુરુષોના પ્રમાણ કરતા સાજશણગાર કરવાનો શોખ વધુ હોય છે. મોટાભાગની મહિલાઓ સામાન્ય કામ માટે બહાર જાય તો અપટુ ડેટ બની જતી હોય છે. ટૂંકમાં મહિલાઓ તેની સુંદરતાને વધુ પ્રાવધાન આપે છે. તો ઘણી સ્ત્રીઓ તેના વાળને ખુબ જ આકર્ષક બનાવતી હોય છે, તેમજ શરીરના અમુક અંગોને પણ આકર્ષક બનાવતી હોય છે.

તો તેવી જ રીતે મહિલાઓમાં આજકાલ નેલ આર્ટ એટલે કે નખની સુંદરતા વધારવાનો ક્રેઝ વધી રહો છે. મહિલાઓ આજકાલ તેના ચહેરાની સુંદરતા વધારવાની સાથે સાથે નખને પણ ખુબસુરત બનાવવા માટે નેલ આર્ટનો સહારો લે છે. આ આર્ટમાં નખની સુંદરતામાં વધારો કરવામાં આવે છે.

પરંતુ હાલમાં જ રશિયાના એક નેલ સની નામના એક સુલુને એક ખુબ જ અજીબોગરીબ નેલ આર્ટ ડિઝાઈન કર્યું છે. તે નેલ આર્ટ એટલું અજીબ છે કે, જોઇને તમે પણ હેરાન રહી જશો. રશિયાના આ સુલુનમાં નખ પર એક્રેલિકની ટ્યુબ બનાવીને તેમાં જીવતી કીડીઓ રાખવામાં આવે છે.

https://www.instagram.com/p/Bm3lpi0H9UI/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

નેલ સની સુલુને જીવતી કીડીઓ વાળા નેલ આર્ટ ડિઝાઈનનો વિડીયો બનાવીને તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો હતો. ત્યાર બાદ ઘણા લોકોએ આ પ્રકારના નેલ આર્ટ લઈને સોશિયલ મીડિયામાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તો ચાલો જાણીએ આ પ્રકારના નેલ આર્ટ વિશે લોકો શું કહી રહ્યા છે.

આ આરતને લઈને એક યુઝર દ્વારા લખવામાં આવ્યું કે, આ કોઈ નેલ ડિઝાઈન નથી. આ જીવતા જાનવર હોવાની સાથે ખુબ જ નાની પણ છે. આ આર્ટ નથી જાનવરો પ્રત્યે ક્રુરતા છે. કીડીઓ નખની અંદર જ મરી જશે. આ કોઈ ખુબસુરત કે સારી વસ્તુ નથી. જાનવર કોઈ જ્વેલરી નથી, આ ખુબ જ ખરાબ કામ છે.

https://www.instagram.com/p/Bm3tSTJnI2U/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

એક યુઝરે કહ્યું કે આ જાનવરો પ્રત્યે ક્રુરતા છે, તો એક અન્ય યુઝર યુવતી છે જે જણાવે છે કે, શું બકવાસ આઈડિયા છે, નખને સુંદર બનાવવા માટે તેની કોઈ જરૂર જ નથી. ઘણા લોકોએ આ રીતે નિંદા કરી હતી. તો અમુક લોકો એવા પણ જોવા મળ્યા જેમણે આ આઈડિયાનું સમર્થન કર્યું હતું. એક યુઝરે નેલ આર્ટનો પક્ષ લેતા લખ્યું કે, એક જંતુ અને જાનવરમાં ખુબ જ ફર્ક હોય છે. ઘણા લોકો પોતાના ઘરોમાં કીડીઓને મારી પણ નાખે છે. આ માત્ર 5 કીડીઓ છે.

જો કે સુલુને આ બધું જાણ્યા બાદ તરત જ નખમાંથી કીડીઓને કાઢતા હોય એવો વિડીયો પોતાના પેજમાં શેર કર્યો હતો.

Leave a Comment