સાઉદી અરબ જેવા રેગીસ્તાનમાં નદી તો નથી, તો પીવાનું પાણી આવે છે ક્યાંથી, આ છે તેની પ્રોસેસ.

આપણે જાણીએ છીએ કે વિશ્વના ઘણા દેશોમાં સુંદર નદીઓ અને ઝરણાઓ છે. નદીઓ અને ઝરણા લોકોને પાણી તો આપે છે પરંતુ તે પ્રકૃતિની સુંદરતા પણ વધારે છે. પરંતુ વિશ્વમાં એવા પણ દેશ છે જ્યાં નદી કે ઝરણાઓ નથી. તો ત્યારે આપણને એવો વિચાર આવે કે એ દેશોમાં લોકો પીવા માટેનું પાણી કેવી રીતે લાવતા હશે. તેવા દેશોમાં વરસાદની સંભાવનાઓ પણ ઓછી છે. તો એવો જ એક દેશ છે સાઉદી અરબ.

મિત્રો સાઉદી અરબ રેગિસ્તાનમાં વસેલો દેશ છે. જ્યાં કોઈ પણ સ્થાનિક નદી કે ઝરણું નથી, જ્યાં પીવા લાયક પાણી મળી રહે. સાઉદી અરબમાં ભૂમિગત જ પાણીની કમી જોવા મળે છે. તો ત્યારે આપણને એવો પ્રશ્ન થાય કે ત્યાંના લોકો પીવા માટેનું પાણી ક્યાંથી લાવતા હશે ?  તો આજે અમે તમને આ લેખમાં તેના વિશે જણાવશું. તો ચાલો જાણીએ કે સાઉદી અરબના લોકો પીવાનું પાણી ક્યાંથી લાવે છે.

મિત્રો સાઉદી અરબમાં પાણીનો મુખ્ય અને મહત્વનો સ્ત્રોત એક્વીફાયર્સ છે. એક્વીફાયર્સમાં પાણીને અન્ડરગ્રાઉન્ડ રીતે સંગ્રહ કરવામાં આવે છે. સરકારે ત્યાં 1970 માં એક્વીફાયર્સ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. તેનું પરિણામ સારું આવતા સાઉદી અરબમાં હજારોની સંખ્યામાં એક્વીફાયર્સ બનાવવામાં આવ્યા. તેનો ઉપયોગ શહેરી અને કૃષિને લગતી બંને જરૂરિયાત માટે ઉપયોગ કરવામાં આવે છે.તેમજ સાઉદી અરબમાં પાણી માટેનો બીજો સૌથી મોટો સ્ત્રોત સમુદ્ર છે. ત્યાં સમુદ્રના પાણીને પીવા લાયક બનાવવા માટે ત્યાં પ્રક્રિયા કરવામાં આવે છે. એ પ્રક્રિયાને ડિસેલીનેશન કહેવામાં આવે છે. દુનિયામાં ડિસેલીનેશનનો સૌથી મોટો સ્ત્રોત સાઉદી અરબ પાસે છે. સેલીન વોટર કન્વર્ઝન કોર્પોરેશન (SWCC) 27 ડિસેલીનેશન સ્ટેશનને ઓપરેટ કરે છે. આ સિસ્ટમ દ્વારા દરરોજનું 3 મિલિયન ક્યુબિક મીટર પોટેબલ વોટર બહાર આવે છે. આ પ્લાન્ટ દ્વારા શહેરોમાં પાણીની 70 કમીને પૂરી કરી નાખે છે. સાથે જ ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગ કરવા લાયક પાણી પણ ઉપલબ્ધ થાય છે. તેમજ ત્યાં ઇલેક્ટ્રિક પાવર જનરેશન પણ એક મહત્વનો સ્ત્રોત છે. જે પીવા લાયક પાણી બનાવે છે.

સમુદ્રના પાણી ખારા પાણીને પીવા લાયક બનાવવા માટેની ટેકનીક ખુબ જ મોંઘી છે. તેમજ તેના પર થતો ખર્ચ એકર દીઠ 1000 ડોલર થાય છે. જ્યારે સામાન્ય રીતે પાણીના સ્ત્રોતથી જળને શુદ્ધ કરવાની પ્રક્રિયા પર 200 ડોલર પ્રતિ પ્રતિ એકર-ફૂટનો ખર્ચ થાય છે. ડિસેલીનેશનની આ ટેકનીક ધીમે ધીમે આધુનિકતા તરફ આગળ વધી રહી છે અને તેની કિંમત પણ ઓછી થવા લાગી છે. અલગ અલગ દેશોના વૈજ્ઞાનિક તેનું સમાધાન શોધી રહ્યા છે અને ઓછી કિંમતમાં મળી રહે તેવી ટેકનીક બનાવી રાખ્યા છે. જેની કોશિશ જારી છે.

ડિસેલીનેશન પાણીનો વધારે ઉપયોગ સાઉદી અરબ, કુવૈત, સંયુક્ત અરબ અમીરાત, કતાર, બહરીન વગેરે દેશો ડિસેલીનેશન પાણીનો લગભગ 70% ભાગ ઉપયોગમાં લે છે. જ્યારે ઉત્તરી આફ્રિકામાં આ ખપત આખા વિશ્વના ઉત્પાદનના 6 % છે.

તેમજ કિંગડમમાં એવી પણ કોશિશ કરવામાં આવે છે કે શહેરી વિસ્તારમાં ઘર વપરાશમાં જે પાણીનો ઉપયોગ થાય, ત્યાર બાદ તેમાંથી 40% પાણીને રીસાયકલ કરીને ઉપલબ્ધ કરવામાં આવે છે. આ પાણી માટેની આ કોશિશ માટે રિયાદ, જેદ્દાહ અને ઘણા ઘણા મોટા ઇન્ડસ્ટ્રીયલ સેન્ટર્સમાં રીસાયકલ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. રીસાયકલ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. પરંતુ રીસાયકલ કરેલા પાણીનો ઉપયોગ સિંચાઈ અને શહેરમાં આવેલા પાર્કમાં કરવામાં આવે છે.

તો તમને જણાવી દઈએ કે સામાન્ય દેશો કરતા સાઉદી અરબ જેવા રેગિસ્તાન વાળા દેશોમાં પાણીની ખુબ જ તંગી છે. જેને લઈને ત્યાં ખુબ જ ધ્યાન પૂર્વક પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. માટે આપણે પાણીનો ઉપયોગ ખુબ જ વિવેક સાથે કરવો જોઈએ.

Leave a Comment