મિત્રો, વૈશાખ મહિનો એટલે કે સુરજને તપવાના દિવસો કહેવાય. ભર બપોર અને આકાશમાં સુરજ તપે એટલે ગરમીનો પારો કેટલો ઉંચો જાય તેનું કોઈ નક્કી નથી હોતું. સુરજનો અસહ્ય તાપ સહેવાતો નથી, ત્યારે લોકો AC કે કુલર શરૂ કરીને બેસી જાય છે. પરંતુ હાલ તમે જાણો જ છો કે, સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર ફેલાઈ રહ્યો છે અને કોરોના વિશે એવું કહેવામાં આવે છે કે કોરોના એ ઠંડા વાતાવરણમાં વધુ ફેલાઈ છે.
આથી લોકો હાલ AC કે કુલર શરૂ કરવામાં ડર અનુભવે છે. પરંતુ તેના વિરુદ્ધ લોકો ગરમી પણ સહન નથી કરી શકતા. તો હવે પ્રશ્ન થાય કે, એવું તો શું કરીએ જેથી ગરમી ઓછી લાગે, તાપ ઓછો લાગે ? જો તમે પણ આવું જ કંઈક વિચારી રહ્યા હોય તો એકવાર જરૂરથી અપનાવી જુઓ તાપથી બચવાના આ ઉપાયો.
ધીમે ધીમે ગરમી પોતાનો અસલી રંગ બતાવી રહી છે. પરંતુ AC કે કુલર શરૂ કરવું એ કોરોના વાયરસના કારણે ભય પેદા કરે છે કે, જો ઠંડા વાતાવરણમાં આ કોરોના વધી ગયો તો ? પરંતુ તમે ચિંતા ન કરો ઘણા એવા ઉપાયો છે, જેના દ્રારા તમે પોતાનું ઘર ઠંડુ રાખી શકો છો અને આ ઉપાયો એકદમ નેચરલ છે. ચાલો તો તેના વિશે વિસ્તારથી જાણી લઈએ.
> મિત્રો જો તમારું ઘર ઉપર હોય તો તાપનું પ્રમાણ વધુ હોય તે સ્વાભાવિક છે. અથવા તો જો તમારું ઘર સિંગલ એટલે કે સિંગલ ટેર્નાંમેન્ટ હોય તો ગરમી વધુ લાગે છે. તો હવે તાપ ઓછો લાગે તે માટે શું કરવું તેની વાત કરીએ. આ માટે તમે ટૅરેસ પર નાનો એવો બગીચો બનાવી શકો અથવા તો ટૅરેસ પર ગ્રીન નેટ પાથરી શકો છો. આ ઉપરાંત વાસ લગાવીને વેલ કે લતાઓ પણ ચઢાવી શકો છો. તેનાથી ઘરમાં ઠંડક રહે છે અને ટૅરેસ પણ તપતું નથી.
> રસોડામાં તાપ વધુ લાગે છે તેથી જો તમે રસોડામાં એડજસ્ટ ફેન લગાવી દો. જેથી કરીને રસોડાની ગરમી બહાર જતી રહે. આ સિવાય રસોઈ બનાવતી વખતે ચીમની અથવા તો એડજસ્ટ ફેન શરૂ રાખો, રસોડાની બારી ખુલ્લી રાખો જેથી કરીને તાપથી ઉત્પન્ન થતી ગરમી બહાર નીકળી જાય.
> તમારા ઘરના બારી-બારણા સાંજ પડતાની સાથે ખુલ્લા કરી દો. આ સિવાય કોટન ફ્રેબ્રીકનો ઉપયોગ કરો. તેનાથી તમને ઠંડકનો અહેસાસ થશે. તમે સુતરાઉ કાપડનો ઉપયોગ પણ કરી શકો છો.
> આ સિવાય તમારા ઘરમાં જે તરફ બારી હોય ત્યાં થોડી સ્પેસ ખાલી રાખો જેથી કરીને અંદરની ગરમીને બહાર જવામાં કોઈ અડચણ ન આવે. ઘરમાં તમે કાર્પેટ ન પાથરો રૂમમાં વોટર એલિમેન્ટ મૂકી રાખો. જો તમારા ગરમા સીધો જ તાપ આવતો હોય તો બારી-બારણા પર પડદાઓ લગાવી રાખો. જેનાથી તાપ ઓછો લાગશે.
> આ સિવાય જો તમને લાઈટની જરૂર નથી તો તેને બંધ જ રાખો. એટલે કે લાઈટની જરૂર ન હોય તો શરૂ ન રાખવી. તેમજ ખુબ ચમકતી લાઈટનો ઉપયોગ પણ ન કરવો. પરંતુ ડિમ લાઈટનો ઉપયોગ કરવો. આમ કરવાથી રૂમ ઠંડો કરવામાં સહેલાઈ થશે.