જેની કલ્પના પણ ન થઇ શકે એવી ઘટના, સૂર્ય વગર શું થાય પૃથ્વીનું ? જાણો કડવી હકીકત.

ડરવાની જરૂર નથી મિત્રો, માત્ર આ એક કલ્પના જ છે. કે જો સૂરજનું અસ્તિત્વ ન રહે, તો શું થાય ? હજારો અને લાખો સવાલ તમારા મનમા ઉદ્દભવશે. આ તો માત્ર એક કલ્પના છે. પરંતુ જો વાસ્તવમાં આવું થાય તો શું થાય ? કદાચ એવું કહી શકાય કે સુરજ વગર પૃથ્વી પર કોઈ પણ જીવનું અસ્તિત્વ સંભવ છે જ નથી.

કુદરતે આપણને ખુબ સુંદર અને આકર્ષક પૃથ્વી ભેટ આપી છે અને લાખો વર્ષોથી માનવે આ ધરતીનું જતન કરીને તેનો ઉપયોગ કર્યો છે. પરંતુ આપણી આ પૃથ્વીના અસ્તિત્વ માટે સુરજ ખુબ જ જરૂરી છે. કેમ કે સુરજ વગર આ પૃથ્વીનું અસ્તિત્વ છે જ નહિ. કારણ કે સુરજ વગર આ ધરતી પર કોઈ પણ જીવ, વૃક્ષ, પાણી, નદીઓનું હોવું સંભવ છે જ નહિ. એટલે સુધી કે સુરજ વગર વરસાદ પણ ન આવી શકે.

આજે આપણે આ લેખમાં સુરજ વગર ધરતીનું અસ્તિત્વ સંભવ છે કે નહિ તેના વિશે વિસ્તૃત વાત કરીશું. તમે એવું વિચારો કે અચાનક સુરજ ગાયબ થઈ જાય તો, અથવા તો થોડા દિવસ માટે સુરજ ઉગે જ નહિ તો…..! સુરજ વગર માનવનું અસ્તિત્વ હશે ? પૃથ્વીનું શું થશે ? શું આખી પૃથ્વી નષ્ટ થઈ જશે ? આવા તો અનેક પ્રશ્નો થઈ શકે છે. પરંતુ એટલું તો જરૂરથી કહી શકાય કે સુરજ વગર પૃથ્વીનું કોઈ અસ્તિત્વ સંભવ જ નથી.જો સુરજ અચાનક ગાયબ થઈ જાય તો થોડા દિવસ સુધી તો કોઈ ખાસ અસર જોવા ન મળે. કારણ કે સૂરજનો પ્રકાશ એટલો તેજ હોય છે કે, તે પૃથ્વીને ચમકતી રાખી શકે છે, તેને સજીવ રાખી શકે છે, પરંતુ થોડા દિવસો પછી પૃથ્વીનું નષ્ટ થવું નક્કી બની જાય. તમે જાણો છો કે, સૂરજનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી સહીત બધા જ ગ્રહોને પોતાના તરફ ખેંચે છે, જેના કારણે બધા ગ્રહો સુરજને ફરતે પરિક્રમા કરે છે. પરંતુ જો સૂર્ય ગાયબ થઈ જાય તો ધરતી સહીત બધા ગ્રહો પોતાના સ્થાનથી હલી જાય છે અને અંતરીક્ષમાં ગમે ત્યાં ફરવા લાગે છે. પૃથ્વી પણ પોતાના સ્થાનથી ડગી જાય છે અને અંતરીક્ષમાં તરવા લાગશે.

થોડા સમય સુધી તો કોઈ પ્રોબ્લેમ નહિ થાય, પરંતુ ધીરે-ધીરે પૃથ્વીના વાતાવરણમાં નમી આવવા લાગે છે અને ધીમે ધીમે ઠંડી થવા લાગે. કારણ કે પૃથ્વીના પેટાળમાં હજી ઉર્જા અને જ્વાળામુખી છે, જે તેને ગરમ રાખશે. પરંતુ 24 કલાક સુધી સુરજ ન નીકળે તો ચિંતા થવા લાગશે. વૈજ્ઞાનિકો આ સમસ્યાનું સમાધાન શોધવા લાગશે અને એવો સમય આવે તો બધા જ દેશો તેનું કારણ શોધવા મથી રહ્યા હશે.

આમ ધીમે ધીમે પૃથ્વીના તાપમાનમાં ધટાડો થતા 8 ડીગ્રી સુધી થઈ જશે. ધરતી પરના વૃક્ષો અને જાનવર નબળા પડવા લાગશે. પરંતુ પૃથ્વી પરના જવાળામુખી અને ઉર્જાના કારણે કોઈ ફરક નહિ પડે. 4-5 દિવસ પછી પૃથ્વીનું તાપમાન માઈનસ પર ચાલ્યું જશે. પરિણામે સમગ્ર પૃથ્વી પર રહેલું પાણી બરફ થવા લાગશે.જ્યારે સમગ્ર પૃથ્વી પર બરફ જામી જશે ત્યારે આખી દુનિયાનું ઇન્ટરનેટ ખત્મ થઈ જશે. કારણ કે, સમુદ્રની અંદર જ સમગ્ર દુનિયાનું ફાયર કેબલ નાખેલું હોય છે, જે અચાનક પાણી પર બરફ જામવાથી બંધ થઈ જશે. આ સિવાય લાઈટ પણ ચાલી જશે, કારણ કે પાણીને કારણે જ વીજળી ઉત્પન્ન થાય છે. આમ થોડા જ દિવસોમાં મોટાભાગના વૃક્ષોનો નાશ થઈ જશે. શાકાહારી જીવો પણ નાશ પામશે. આકાશના તારાઓ પણ વિચિત્ર દેખાવા લાગશે અને એક મહિના પછી પૃથ્વી પર -40 ડીગ્રી જેટલું તાપમાન થઈ જશે. સમુદ્રી જીવો પણ પાણીમાં બરફ જામવાથી મરી જશે.

આમ આખી પૃથ્વી પર બરફ જામી જવાથી આપણી પૃથ્વી જે પહેલા નીલા રંગની દેખાતી હતી તે હવે સફેદ દેખાવા લાગશે. અંતરીક્ષમાં આપણી પૃથ્વી તરતી હશે અને તરતી તરતી તે અંતરીક્ષમાં કેટલીય દુર નીકળી જશે. જ્યારે જવાળામુખી નજીકની નદીઓમાં જ પાણી રહેશે.

આ બધું થવા છતાં પણ પૃથ્વીના પેટાળમાં ઉર્જા હોવાને કારણે કેટલાક જીવો હશે જે બચી જશે. આ જીવો એવા કે જે પૃથ્વીની ખુબ ઊંડે સુધી રહેતા હશે. તે જીવિત હશે. પરંતુ આપણી પૃથ્વી ગુરુત્વાકર્ષણ વગર અંતરીક્ષમાં ગમે ત્યાં ફરતી હશે. પરિણામે કોઈ બ્લેક હોલનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીને પોતાના તરફ ખેંચશે. જેના કારણે તે બ્લેક હોલમાં સમાઈ જશે અને સમગ્ર પૃથ્વીનો નાશ થઈ જશે. તેનો મતલબ એવો થાય કે, સુરજ વગર પૃથ્વીનું કોઈ અસ્તિત્વ જ નથી. કારણ કે સુરજ વગર પૃથ્વી કોઈ ગ્રહ સાથે પણ ટકરાઈ જશે અથવા તો બ્લેક હોલમાં સમાઈ જશે. આમ સુરજ વગર પૃથ્વી કલ્પના પણ ન થઈ શકે.

Leave a Comment