દીકરાએ બાપને બનાવી દીધા ભિખારી…… પછી જે થયું કલ્પના બહાર હતું…. આ છે આજની વાસ્તવિકતા.

દીકરાએ બાપને બનાવી દીધા ભિખારી…… પછી જે થયું કલ્પના બહાર હતું…. વાંચો આ લેખને …

મિત્રો આજકાલની યુવા પેઢીને તો બધા જ લોકો ઓળખે જ છે. તો આજે અમે એક એવા બાપ અને દીકરાની વાત તમને જણાવશું. કેમ કે જ્યારે બાપ ખુબ જ પૈસા કમાઈને દીકરા માટે પૈસા ભેગા કરે અને દીકરો એના બાપને છોડીને જતો રહે બધી સંપત્તિ લઈને ત્યારે બાપને કેટલું દુઃખ લાગે. તો મિત્રો આજે અમે તમે જણાવશું એક દીકરાએ બાપને કેવી રીતે ભિખારી બનાવ્યા. આ વાત એક સત્યઘટના છે જે એક ડોક્ટર દ્વારા જ કહેવાઈ છે.

એક ડોક્ટર રોજ મંદિરની બહાર બેઠેલા ભિખારીની ફ્રીમાં તપાસ કરતા, સાથે સાથે દવા અને ઈલાજ પણ ફ્રીમાં જ કરી આપતા હતા. આવું કરીને તે ગરીબ અને ભિખારીઓની સેવાનું કાર્ય કાર્ય કરતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી તેણે જોયું કે ખૂણામાં એક પથ્થર પર રોજે એક મોટી ઉંમરના વડીલ બેઠા હોય છે તેમનો જમણો પગ પણ ન હતો. પરંતુ તે ભિખારી જેવા લાગતા ન હતા. ડોક્ટર ખુબ જ સેવાભાવી અને મિલનસાર વ્યક્તિ હતા. ડોક્ટરને એ વડીલ વ્યક્તિ વિશે અને તેના જીવન વિશે જાણવાની ઉત્સુકતા થઇ અને તે વડીલ પાસે ગયા. ડોક્ટરે વડીલને પૂછ્યું, “તમે અહીં શું કરો છો, તમે તો મને ભિખારી જેવા પણ નથી લાગતા, તમને કોઈ તકલીફ છે ?  તમે મને તમારી તકલીફ જણાવો હું તમારી મદદ કરીશ.

ત્યારે દાદાને ડોક્ટરમાં દયાભાવ દેખાયો અને પોતાની વાત કહેવાની શરૂઆત કરી. હું એક મેકેનીકલ એન્જીનીયર છું અને એક કંપનીમાં સીનીયર મશીન ઓપરેટર હતો. હું એક જુનિયરને મશીન શીખવતો હતો ત્યારે મારો જમણો પગ મશીનમાં આવી ગયો અને તેને કાપી નાખવો પડ્યો. ત્યાર બાદ કંપનીએ મારો દવાખાનાનો ખર્ચો અને અમુક પૈસા આપીને મને કંપનીમાંથી છુટ્ટો કરી દીધો. ત્યાર બાદ મેં મારું પોતાનું વર્કશોપ ખોલ્યું અને ઈશ્વરની કૃપાથી તે સારું ચાલવા લાગ્યું. ત્યાર બાદ મેં મકાન પણ ઘરનું ખરીદ્યું અને મારો એક દીકરો છે તે પણ મેકેનીકલ એન્જીનીયર છે. તે પણ મારી સાથે વર્કશોપમાં કામ કરતો. પછી અમે એક નાની કંપની બનાવી, દીકરો બીઝનેસ વધારવા માંગતો હતો તેથી તેને ઘર અને કંપની વહેંચી દીધું અને તે જાપાન જતો રહ્યો અને અમે અહીં જ રહ્યા.ત્યાર બાદ વડીલે જણાવ્યું, “મેં ફરી પાછુ એક વર્કશોપમાં કામ કરવાનું શરૂ કર્યું, ત્યાંથી મને 7000 પગાર મળે છે અને એક મકાન ભાડે રાખ્યું છે. હું અત્યારે ઘણી બધી ડ્યુટી સંભાળું છું, મારી પત્નીને લકવા થઇ ગયો છે અને ઘરમાં એક મારા મિત્રની વૃદ્ધ માતા પણ મારી સાથે રહે છે. કારણ કે હું નાનો હતો ત્યારે મારી માતાનું મૃત્યુ થયું હતું ત્યારથી મારા મીત્રની માતાએ મને દીકરાની જેમ રાખ્યો છે. પરંતુ મારો મિત્ર હમણાં જ મૃત્યુ પામ્યો એટલે હું તેની માતાને મારી સાથે જ લાવ્યો છું. કારણ કે એ મારી પણ માતા જ છે. તેથી વર્કશોપથી ઘરે જઈને હું જ અમારા ત્રણ જણાની રસોઈ બનાવું અને ઘરનું કામ પણ હું જ કરું છું, ત્યાર બાદ બે કલાક હું અહીં બેસું છું.”

ત્યારે ડોક્ટરે કહ્યું હવે મને સમજાયું તમારું ઘર 7000 માં નહિ ચાલતું હોય એટલે તમે અહીં આવો છો. ત્યારે વડીલે જણાવ્યું, ડોક્ટર તમારું અનુમાન ખોટું છે. 7000 માં હું ઘરના દરેક ખર્ચાઓને પહોંચી વળું છું. પરંતુ મિત્રની માતાની ડાયાબીટીસ અને બ્લડપ્રેશરની દવા ચાલુ છે. તેના માટે હું અહીં બે કલાક બેસું છું, હું કોઈ અન્ન સ્વીકારતો નથી, બસ જે લોકો મને પૈસા આપે તે હું સ્વીકારું છું અને તે જ પૈસામાંથી હું માતાની દવા લાવું છું.

આટલું સાંભળી ડોક્ટરની આંખમાં પણ આંસુ આવી ગયા અને તેણે દાદાને પૂછ્યું કે દાદા તમારો દીકરો તમને આ રીતે રોડ પર લાવ્યો તો તમને તેના પર ગુસ્સો નથી આવતો. ત્યારે દાદાએ જણાવ્યું હું જેટલું પણ કમાયો તે મારા દીકરા માટે જ કમાયો હતો હવે તેણે જ લઇ લીધું તો હવે એમાં ગુસ્સો કંઈ વાતનો કરવાનો. ડોક્ટર ન બોલવા છતાં પણ બોલી ઉઠ્યા કે, “દીકરાની લેવાની રીત બિલકુલ ખોટી હતી.”

ત્યાર બાદ ડોક્ટરે જણાવ્યું,  હું, તમને તમારા મિત્રના માતાની  ડાયાબીટીસ અને બ્લડ પ્રેશરની દવા ફ્રીમાં આપીશ. ત્યારે વડીલે ના પાડી દીધી કે નહિ જો તમે ફ્રીમાં માતાને દવા આપશો તો તે ભિખારણ ગણાશે. પરંતુ હજુ તેનો આ દીકરો સમર્થ છે. તેથી હું ભલે ભિખારી ગણાવ તેનાથી મને કોઈ વાંધો નથી. પણ મારા મિત્રને મેં વચન આપ્યું છે કે હું માં ને ક્યારેય દુખી નહિ થવા દવ.

ત્યારે ડોક્ટર ફરી નમ્રતાથી જણાવે છે કે દાદા ડોક્ટર સમજીને નહિ પરંતુ દીકરો સમજીને દવા સ્વીકાર કરી લેજો એટલે ભિખારી જેવું પણ ન લાગે. ત્યારે દાદા જણાવે છે કે તું મને સંબંધોમાં ન બાંધ ક્યાંક તું પણ એક દિવસ મારા દીકરાની જેમ છોડીને જતો રહીશ તો…! હવે પછી કોઈ આઘાત સહન કરવાની શક્તિ નથી મારામાં, મને મારું કરી લેવા દે, આમ કહી તે ડોક્ટરના માથા પર હાથ ફેરવી અને ધ્યાન રાખજે એટલું કહી ત્યાંથી જતા રહ્યા.

તો મિત્રો આજે આપણે જોઈએ છીએ કે દીકરાઓ પોતાના પૈસા કમાવવાના સ્વાર્થના કારણે બાપની જમીન અને મિલકત વહેંચીને પોતાની દુનિયા બનાવવા નીકળી જાય છે અને બાપની લાગણીઓ સાથે ખિલવાડ પણ કરી જાય છે. તો એક દીકરાએ ક્યારેય પણ એવા પગલા ન ભરવા જોઈએ જેનાથી આપણા પરિવાર અને માતાપિતાને દુઃખ લાગે. જો આપણા માતાપિતા સુખી નહિ હોય તો આપણે પણ જીવનભર ક્યારેય સુખી નહિ રહી શકીએ.

મિત્રો આ લેખ પરથી આપણને એટલું શીખવા મળે છે કે આ દુનિયામાં ઘણા એવા લોકો છે, જે આપણા કરતા પણ નીચા ધોરણે ઘણી બધી તકલીફો વેઠીને પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. તેમની સામે જોવા માત્રથી જ આપણા દર્દો અને તકલીફો આપણને સાવ નાના લાગવા લાગે. માટે આપણાથી નીચું જીવન ધોરણ રહેવાવાળા લોકોની મદદ કરીએ તો એમનું અને આપણું બંનેનું જીવન બદલાય જશે. બંનેના જીવનમાં એક નવો ઉદય બને છે. માટે મિત્રો કોઈ પણ જરૂરિયાત વાળા લોકો હોય તેની આપણાથી થતી નાની પણ મદદ કરવી જોઈએ. તો તમારું આ બાબતમાં શું કહેવું છે કોમેન્ટ કરીને ખાસ જણાવો. 

Leave a Comment