દુધના સેવન પહેલા ક્યારેય ન ખાવ આ વસ્તુઓ… તમે ખુદ આપો છો આ રોગને આમંત્રણ…. થશે આ ગંભીર રોગ.

મિત્રો આ સમયમાં સૌથી મોટી જો કોઈ સુખની વાત હોય તો એ છે આપણું આરોગ્ય, સ્વાસ્થ્ય. તો આજે આ ભાગદોડ વાળી જિંદગીમાં લોકો કામમાં એટલા બધા વ્યસ્ત રહેવા લાગ્યા છે કે પોતાનું જમવાનું પણ ભૂલી જતા હોય છે. તેવામાં પોતાના આરોગ્યને પણ ભૂલી જાય છે. પોતાના આરોગ્યનું જો સમયસર ધ્યાન ન રાખવામાં આવે તો ભવિષ્યમાં ખુબ જ ગંભીર બીમારીઓ થવાની સંભાવના રહે છે. માટે આરોગ્યને જો ટકાવી રાખવામાં આવે તો આજીવન ક્યારેય પણ આપણા શરીરમાં કોઈ રોગ નથી આવતા. 

તો આજે અમે તમને એક એવી જ આરોગ્યની તંદુરસ્તી માટેની ખાસ વાત જણાવવા જઈ રહ્યા છીએ. જે દરેક લોકોએ જણાવી જોઈએ. કેમ કે આજે એ ભૂલ લગભગ બધા જ લોકો કરતા જોવા મળે છે. માટે આ લેખને અંત સુધી વાંચો અને જાણો કે શું ભૂલ થઇ રહી છે તમારા. જે તમારા માટે ભવિષ્યમાં ખતરો બનીને સામે આવી શકે છે. 

મિત્રો દૂધ આપણા સ્વાસ્થ્ય માટે એક દવા સ્વરૂપે કામ કરે છે. જેને લોકો રોજ સેવનમાં લેતા હોય છે. પરંતુ દૂધનું સેવન કર્યા બાદ ક્યારેય પણ આ વસ્તુનું સેવન ન કરવું જોઈએ. જે નીચે પ્રમાણે છે. દુધના સેવન સાથે અથવા તો બાદમાં જો નીચે પ્રમાણેના ખોરાકનું સેવન કરવામાં આવે તો ઘણા બધા ચામડીના રોગો થઇ શકે છે. દૂધ સાથે ઘણા એવા ખોરાકો છે જેનું સેવન કરવાથી આપણે અનેક બીમારીઓથી પીડાઓ મેળવીએ છીએ.  દૂધ સાથે માંસ કે માછલીનું સેવન ઘણા લોકો દ્વારા કરવામાં આવતું હોય છે. પરંતુ એવું ક્યારેય ન કરવું જોઈએ. કેમ કે દૂધ સાથે નોનવેજનું સેવન કરવામાં આવે તો તે આપણા શરીરમાં ગંદકી ઉભી કરે છે. જેના કારણે શરીરમાં અનેક પ્રકારની પેટને સંબંધી સમસ્યાઓ અને ચામડીના દાગ જોવા મળે છે. એટલે આજે અમુક એવી વસ્તુઓ વિશે જણાવશું કે જે દુધના સેવન બાદ, પહેલા કે સાથે ક્યારેય પણ ન ખાવી જોઈએ. તો ચાલો જાણીએ કંઈ છે એ વસ્તુ. 

સૌથી પહેલા છે દુધના સાથે માછલી ન ખાવી જોઈએ. ઘણા લોકોને માછલી ખાવાનો ખુબ જ શોખ હોય છે. પરંતુ દુધના સેવન બાદ ક્યારેય પણ આ ભૂલ ન કરવી જોઈએ. કેમ કે દુધમાં અલગ પોષકતત્વ હોય છે અને માછલીમાં પણ અલગ પોષકતત્વ હોય છે. બંનેનો ગુણધર્મ અલગ હોવાથી બંને જો મળે અથવા શરીરમાં ભેગા થાય તો એ આપણા સ્વાસ્થ્યને એક સમયે સંપૂર્ણ નાશવંત બનાવી નાખે છે. બંને એક બીજા આપણા ઉદરમાં ભેગા થાય ત્યાર બાદ બંને આપણા શરીરને અલગ અલગ વિપરીત પરિસ્થિતિ ઉભી  કરે છે જેના આપણને અનેક બીમારીઓ થવાની સમભાવના વધી જાય છે. દૂધ સાથે માછલીનું સેવન કરવામાં આવે તો કોઢ જેવી ચામડીની સમસ્યા થાય છે અને લોહીને પણ અશુદ્ધ બનાવે છે.

કેળા. લોકો ઘણી વાર કહેતા હોય છે કે કેળા અને દૂધનું સેવન કરવાથી શરીરમાં તાકાત વધે છે અને શરીર મજબુત બને છે. કેળામાં ખાસ પ્રકારના પ્રોટીન અને પોષકતત્વ રહેલા હોય છે અને દુધમાં પણ પ્રોટીન રહેલું હોય છે. પરંતુ બંનેનો ગુણધર્મ એક સાથે ક્યારેય પચાવી ન શકાય. માટે જો કેળાનું અને દૂધનું સેવન સાથે કરવામાં આવે તો આપણી પાચનતંત્રની સીસ્ટમ ખોરવાઈ જાય છે. સમય રહેતા આપણું પાચનતંત્ર ખરાબ થઇ જાય છે. 

દૂધ અને લીંબુ સરબત. મિત્રો બધા જ લોકો એ જાણતા હોય છે કે લીંબુના રસને જો દુધમાં નાખવામાં આવે તો દૂધ ફાટી જાય છે અને બગડી જાય છે. કેમ કે લીંબુમાં સાઈટ્ર્સ નામનું એક એસીડ રહેલું હોય છે. જે દૂધ સાથે મિક્સ થાય તો એ આપણા સ્વાસ્થ્ય પણ ખુબ જ ગંભીર અસર કરે છે. તેથી ક્યારેય ભૂલથી પણ દૂધ સાથે લીંબુનું કે લીંબુ સરબતનું સેવન ન કરવું જોઈએ.

દહીં. મિત્રો દૂધ સાથે ક્યારેય દહીંનું પણ સેવન ન કરવું જોઈએ. દુધના સેવન બાદ જો દહીંનું સેવન કરવામાં આવે તો શરીરમાં ઘણા રોગોને આમંત્રણ મળે છે. મોટા ભાગે સૌથી વધુ ચામડીના રોગો થવાની સંભાવના રહે છે. અનેક પ્રકારના ચામડીના રોગો થાય છે. જેનાથી છુટકારો મેળવવો પણ મુશ્કેલ બની જાય છે. એટલા માટે દૂધ સાથે, પછી કે પહેલા ક્યારેય પણ દહીનું સેવન ન કરવું જોઈએ. 

આ ઉપરાંત ઈંડા, તલ, મૂળો, જાંબુ, કેરી અને મોટા ભાગના બધા જ એસીડીક ફળોનું સેવન ક્યારેય પણ દૂધ સાથે ન કરવું જોઈએ. જે તમારા શરીરના લોહીને અશુદ્ધ બનાવે છે અને ચામડીના અને બીજા પણ અન્ય રોગોને આમંત્રિત કરે છે.

આ માહિતીને શેર કરજો, જેથી અન્ય લોકો પણ આયુર્વેદની આ વાત જાણી શકે અને તે બીમારીથી બચી શકે.

Leave a Comment