મિત્રો મહિલાઓ અને પુરુષોના શરીરમાં ઘણા બધા તફાવત જોવા મળે છે. ભગવાને પુરુષોની તુલનામાં સ્ત્રીઓને વધારે ખૂબીઓ આપી છે. આજે અમે આ વાતના આધારે મહિલાઓ વિશે અમુક એવા તથ્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની ખુબ ઓછા લોકોને જાણ હોય છે. અમુક તથ્યો તો એવા પણ હશે કે જેના વિશે તમે કદાચ પહેલા ક્યારેય સાંભળ્યું પણ નહિ હોય. તો ચાલો જાણીએ મહિલાઓના શરીર સંબંધિત રોચક તથ્યો.
fact 1: આપણે બધા જાણીએ જ છીએ કે પુરુષની તુલનામાં મહિલાઓનું શરીર ખુબ જ લચીલું હોય છે. મહિલાઓની મસલ્સ પુરુષોની તુલનાએ વધારે હળવી અને લચીલી હોય છે. પરંતુ આવું શા માટે છે તેની તમને ખબર નહિ હોય. તો તમને જણાવી દઈએ કે મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન પોતાનું શરીર સરળતાથી બદલી શકે, તેમજ બાળકની ડીલેવરી બાદ સરળતાથી પોતાનું શરીર રીકવર પણ કરી શકે. તેથી ભગવાને તેને આ ખૂબી આપી છે. મસલ્સ વધારે લચીલી હોવાના કારણે મહિલાઓ ખુબ જ સુંદર જીમનાસ્ટીક કરી શકે છે. હસવું આવશે પણ આજ સુધી અપડે બેલી ડાન્સ કરતા પુરુષો નથી જોયા.fact 2: મહિલાઓ સાથે જોડાયેલું બીજું તથ્ય એ છે કે મહિલાઓના વાળ રેશમી અને સિલ્કી હોય છે. આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે મહિલાઓના વાળ જેટલા સિલ્કી અને રેશમી હોય છે એટલા જ તંદુરસ્ત બાળકને જન્મ આપે તેવી સંભાવના હોય છે.
fact 3: ત્યાર બાદનું તથ્ય એ છે કે મહિલાઓ પુરુષોની તુલનામાં વધારે દર્દ સહન કરી શકે છે. મિત્રો કદાચ તમારા માનવામાં ન આવે. પરંતુ એ વાત સત્ય છે કે મહિલાઓને દર્દનો અહેસાસ ઝડપથી અને વધારે થાય છે. તેમ છતાં પણ મહિલાઓમાં દર્દ સહન કરવાની તાકાત વધારે હોય છે. તે જ કારણ છે કે મહિલાઓને માથું દુઃખતું હોય, શરીર દુઃખતું હોય, તેમ છતાં પણ તે ઘરના દરેક કાર્યો કરતી રહેતી હોય છે.fact 4: તમને જણાવી દઈએ કે ઊંઘમાં પણ મહિલાઓનો મગજ એક્ટીવ જ રહે છે. ઊંઘમાં પણ મહિલાઓના મગજની એક્ટીવીટી માત્ર 10 % જ બંધ રહે છે. તેનો મતલબ છે કે સુતી વખતે પણ મહિલાઓનું મગજ કાર્યરત હોય છે. આ ખાસિયતના કારણે મહિલાઓ રાત્રે ઊંઘમાં પણ બાળકની ખુબ સારી રીતે દેખભાળ કરી શકે છે. તમે પણ જોયું હશે કે અડધી રાત્રે બાળકનો સેજ પણ અવાજ આવવાથી તેની માતાની ઊંઘ ઉડી જતી હોય છે.
fact 5: મિત્રો મહિલાઓનું હૃદય વધારે મજબુત માનવામાં આવે છે. પુરુષોના હૃદયનું વજન મહિલાઓના હૃદય કરતા 60 ગ્રામ વધારે હોય છે અને આ જ કારણ છે કે મહિલાઓનું હૃદય પુરુષો કરતા વધારે ઝડપથી ધબકતું હોય છે.fact 6: તમે જોયું હશે કે મહિલાઓ કોઈ પણ સંબંધમાં એક ગાઢ જોડાણ અનુભવતી હોય છે. કારણ કે મહિલાઓના મગજમાં એવા ભાગ વધારે સક્રિય હોય છે જે અફેક્શનનો અનુભવ કરાવે છે અને તેના કારણે તે કોઈ પણ સંબંધને ખુબ સારી રીતે નિભાવતી હોય છે.
fact 7: તમને ક્યારેક તો એવો અનુભવ થયો હશે કે મહિલાઓ ખુબ બોલતી હોય છે. તો આવું શા માટે તે તમે ક્યારેય નહી વિચાર્યું હોય. હકીકતમાં મહિલાઓના મગજમાં સ્પીચ અને વર્ડ પ્રોસેસિંગ માટેના બે સેન્ટર હોય છે. જ્યારે પુરુષોના મગજમાં આવું એક જ સેન્ટર હોય છે. જેના કારણે મહિલાઓ ઝડપથી અને સ્પષ્ટ રીતે ઘણું બધું બોલી શકતી હોય છે. એટલું જ નહિ પરંતુ મહિલાઓ કંઈ પણ બોલ્યા વગર પણ ઘણું બધું કહી દેતી હોય છે.fact 8: ત્યાર બાદનું તથ્ય છે કે મહિલાઓની ત્વચા વધારે સેન્સીટીવ શા માટે હોય છે. તમે જોયું હશે કે પુરુષોની તુલનામાં મહિલાઓની સ્કીન વધારે પાતળી અને સેન્સીટીવ હોય છે. જેના કારણે તેને સ્પર્શનો અહેસાસ પણ ઝડપથી અને સારી રીતે થાય છે. જેના કારણે તે નાનામાં નાની વસ્તુનો સ્પર્શ કરીને તેની ઓળખ કરી શકે છે.
fact 9: મહિલાઓની પાંપણ પુરુષોની તુલનાએ બમણી જપકતી હોય છે. પુરુષોને એવું લાગતું હોય છે કે પાંપણ જપકાવવી તે મહિલાઓની એક અદા હોય છે. પરંતુ હકીકતમાં તે સ્વાભાવિક હોય છે. તેનાથી iમહિલાઓની આંખમાં લુબ્રીકેશન વધારે થાય છે. જેના કારણે ડ્રાઈ આયની સમસ્યા રહેતી નથી.
fact 10: તમને જણાવી દઈએ કે મહિલાઓને સુગંધ અને સ્વાદનો અહેસાસ પુરુષોની તુલનાએ વધારે થાય છે. જન્મથી જ મહિલાના નાકમાં ગંધના રીસેપ્ટર વધારે હોય છે. જેના કારણે તે આખી જિંદગી ખુબ જ ઝડપથી અને સારી રીતે સુગંધ અને દુર્ગંધનો અહેસાસ કરી શકે છે. જે તેને રસોઈમાં કામ લાગે છે. આ ઉપરાંત મહિલાઓને જીભમાં સ્વાદ વધારે આવતો હોય છે. જેના કારણે તે કોઈ પણ વસ્તુ ચાખીને તેમાં રહેલા દરેક મસાલા વગેરેનો અહેસાસ કરી શકે છે. જે પરિવારના સ્વાસ્થ્ય માટે કામ આવે છે.fact 11: મહિલાઓનું એક તથ્ય વિશ્વવિખ્યાત છે કે મહિલાઓ વધારે લાગણીશીલ હોય છે. વર્ષ દરમિયાન મહિલાઓ 30 થી 60 વખત કે તેનાથી વધારે રડતી હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ ભાવમુકતાના કારણે મહિલાઓના દિલનો ભાર હળવો થઇ જતો હોય છે અને તેને સ્વાસ્થ્ય સંબંધિત ફાયદાઓ થાય છે.
તો આ હતી એ ખાસ વિશેષતાઓ મહિલાઓની. તમને આમાંથી સૌથી વધારે કંઈ વિશેષતા પસંદ આવે છે તે કોમેન્ટ કરીને ખાસ જણાવો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
Hence we all like, prefer and appreciate the women in our life. !??!