સારું સ્વાસ્થ્ય રાખવા માટે કઠોળનું સેવન એ ખુબ જ જરૂરી છે. કેટલાક કઠોળ એવા પણ હોય છે જેને ખુબ જ ઓછા પલાળવા પડે છે અને કેટલાક કઠોળ એવા પણ હોય છે જેને 12 કલાક સુધી પલાળવા જ પડે છે. લગભગ દરેક લોકોને કઠોળને કૂક કરતાં પહેલા તેને ધોવાની આદત હોય છે. પરંતુ ખુબ જ ઓછા લોકો હશે જે કઠોળને કૂક કરતાં પહેલા તેને પલાળતા હશે. રાજમા અને છોલે જેવા કઠોળને જલ્દી કૂક કરવા માટે તેને આખી રાત સુધી પલાળવા પડે છે. પરંતુ કેટલાક કઠોળને પલાળવાની જરૂર પડતી નથી.
જો તમે કઠોળને કૂક કરતાં પહેલા ફક્ત ધોવો જ છો, પલાળતા નથી, તો તમે તમારી આ આદતને સુધારો. તમે કદાચ નહીં જાણતા હો, પરંતુ કઠોળને પલાળીને ખાવાના અનેક ફાયદાઓ છે અને આ દરેક ફાયદાઓ તમારા સ્વાસ્થ્યની સાથે જોડાયેલા છે. તો ચાલો આજે અમે તમને આ આર્ટીકલમાં જણાવીશું કે કઠોળને કૂક કરતાં પહેલા તેને શું કામ પલાળવા જોઇએ અને તેના શું ફાયદાઓ છે.કઠોળ કેટલી વાર સુધી પલાળવા જરૂરી ? : કેટલાક કઠોળને કૂક કરતા પહેલા, આખી રાત સુધી પલાળીને રાખવા પડે છે, જ્યારે કેટલાક કઠોળ એવા પણ હોય છે જેને તમે પલાળ્યા વગર જ 15 થી 20 મિનિટમાં જ કૂક કરી શકો છો. એટલા માટે જ જો તમે કઠોળને સહેલાઈથી પચાવવા માંગો છો, તો તમે કઠોળને ઓછામાં ઓછી 2 કલાક સુધી તો જરૂરથી પલાળો. કેટલાક કઠોળને તેના પ્રકાર પ્રમાણે 4 કલાક સુધી પણ પલાળવા પડી શકે છે.
કઠોળને શું કામ પલાળવા જોઈએ : કેટલાક લોકોને તો કઠોળ પલાળવા શા માટે જરૂરી હોય છે તે પણ ખબર હોતી નથી. ખરેખર, કેટલાક કઠોળ જેવા કે રાજમા, ચણા, કબૂતર વટાણા, અડદ પેટમાં ગેસ કરે છે અને સોજો પણ ઉત્પન્ન કરે છે. કઠોળમાં ફાઇટેટ્સ અને લેન્ટિક્સ હોય છે, જે કોલેસ્ટ્રોલને ઓછું કરીને અને શરીરમાં થવા વાળા ગેસના તત્વોનો નાશ કરીને શરીરને ફાયદો પહોંચાડે છે. એક રિસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે, લેકટિન અને ફાઇટેન યુક્ત ખોરાકને પલાળી અને ઉકાળતાની સાથે જ સયોજનોને તે બેઅસર કરે છે.આ સાથે જ પાચન સંબંધી સમસ્યા પણ દૂર થાય છે. કઠોળને પલાળવાથી હાનિકારક તત્વોનો તો નાશ થાય જ છે પરંતુ, સાથે જ પોષણ મૂલ્યને પણ વધારે છે. આ ઉપરાંત કઠોળને પલાળવાની પ્રક્રિયાથી ડાયજેસ્ટ કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનને સરળ ઘટકોમાં તોડી નાખે છે. આથી દરેક કઠોળને પચાવવું ખુબ જ સરળ બને છે. તો ચાલો જાણીએ હવે પલાળેલા કઠોળનું સેવન કરવાથી થતા ફાયદા.
શોષણ : પલાળેલા કઠોળ શરીરના ખનીજ શોષણના દરમાં વધારો કરે છે. જ્યારે તમે કઠોળને થોડા સમય માટે પલાળો છો, ત્યારે તેમાં ફાઇટેજ નામનો એન્જાઈમ એક્ટિવ થાય છે, જે ફેટિક એસિડને તોડવામાં મદદ કરે છે અને કેલ્શિયમ, ઝીંક અને આયરનને બાંધે છે. તેથી જ અવશોષણ પ્રક્રિયાને સહેલી બનાવવામાં મદદ કરે છે.પચાવવામાં ફાયદાકારક : કઠોળને પલાળવાથી એમેલિજ નામના કમ્પાઉન્ડને પણ સક્રિય થાય છે, જે કઠોળમાં હાજર સ્ટાર્ચને તોડી નાખે છે અને આ કઠોળને પચાવવામાં મદદ કરે છે.
ગેસની સમસ્યા : કઠોળને પલાળવાથી જે પેટમાં ગેસ કરે છે તેવા સયોજનોને દૂર કરે છે. લગભગ દરેક કઠોળમાં ઓલિગોસૈકૈરાઈડ હોય છે, જે ખાંડનો એક પ્રકાર છે જે બ્લોટિંગ અને ગેસ માટે જવાબદાર છે. પરંતુ જો કઠોળને પલાળીને પછી તેને કુક કરીને સેવન કરવામાં આવે તો આ સમસ્યા નથી થતી.
કઠોળને પલાળવાની રીત : સૌથી પહેલા તો કઠોળને એક વાસણમાં લો અને તેને પાણી વડે ધોઈ લો. પાણીને 3 થી 4 વાર બદલો અને તેને તમારી આંગળીઓથી ધીમે-ધીમે ઘસો. પછી તમે કઠોળને ફરી એક ચારણીમાં નાખીને ધોઈ શકો છો. હવે કઠોળને એક વાસણમાં લઈ લો અને તેની અંદર પાણી ભરી લો.
કઠોળના પ્રકારના આધાર પર તેને 30 મિનીટથી લઈને 2 કલાક સુધી તેને પલાળીને રાખો. ધોયેલા કઠોળને તમે 30 મિનિટ અથવા તો 1 કલાક સુધી પલાળીને રાખી શકો છો અથવા તો કઠોળને 2 કલાક સુધી પણ પલાળી શકાય છે. આમ કરવાથી જટિલ કાર્બોહાઇડ્રેટ્સ તો તૂટી જશે અને સાથે જ રસોઈના સમયને પણ બચાવશે. જ્યારે કઠોળ પલળી જાય, ત્યારે તેને ફરી વાર કૂક કરતાં પહેલા 3 થી 4 વાર ધોઈ લો.આ બાબતનું ખાસ ધ્યાન રાખો : કઠોળને હંમેશા ઠંડા પાણીમાં જ પલાળવા જોઈએ. રાજમા અને સૂકા વટાણાને ઓછામાં ઓછા 12 કલાક સુધી પલાળવા જોઈએ. ચણાની દાળને હંમેશા 1 થી 2 કલાક સુધી જ પલાળવી જોઈએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી