ઘરે બેઠા જ આ દેશી ઉપાય દુર કરો ચહેરા પરના ખાડા અને દાગ, અજમાવો એક વાર ચહેરાને એકદમ સાફ કરી બનાવી દેશે ચમકદાર અને આકર્ષક…

મિત્રો દરેક સ્ત્રી ઈચ્છતી હોય છે કે, તેની ત્વચા સુંદર અને મુલાયમ બને, આથી તે અનેક ફેસ પેક તેમજ મોંઘા પ્રોડક્ટનો ઉપયોગ કરતી હોય છે. પરંતુ ઘણી વખત અનેક ઉપાયો કરવા છતાં તમારી ત્વચા સુંદર બનવાને જગ્યાએ ખુબ જ ખરાબ થઈ જાય છે, ચહેરા પર ખાડા થઇ જાય છે, ખીલ થઈ જાય છે. આથી જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને કેટલાક ફેસ પેક વિશે વાત કરીશું.

આપણી ત્વચા પર નાના નાના રોમ છિદ્ર હોય છે, જેમાંથી નેચરલ ઓઈલ અને પરસેવો બહાર નીકળે છે. ચહેરા પર ઓપન પોર્સને કારણે ખુબ જ ઝીણા ખાડા દેખાય છે. તે સુંદરતાને ઓછી કરી દે છે. તેનાથી ચહેરા પર ખીલ, ડાઘ થવા લાગે છે. જો કે ઓઈલી સ્કીન ધરાવતા લોકોને આ પરેશાની વધુ રહે છે. પરંતુ તમે ઈચ્છો તો તમારી સ્કીનને ફરી જવાન બનાવી શકો છો. આ માટે તમારે ઘરે બનેલ થોડા ફેસપેકનો ઉપયોગ કરવો જોઈએ.

1 ) હળદરને ગુલાબજળ લગાવવાના ફાયદાઓ : હળદર સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ લાભકારી છે. ઓપન પોર્સને બંધ કરવા માટે હળદર અને ગુલાબજળનો ઉપયોગ કરી શકાય છે. હળદરમાં એન્ટી બેકટેરીયલ ગુણ હોય છે, જે સ્કીનને બેક્ટેરિયાથી બચાવે છે. સાથે ગુલાબજળ ટોનરનું કામ કરે છે.

હળદર અને ગુલાબજળનું પેક બનાવવા માટે એક વાટકામાં 2 ચમચી હળદર અને 1 ચમચી ગુલાબજળ લો. બંને મિક્સ કરો. હવે આ ફેસપેકને ચહેરા પર લગાવો. 15 મિનીટ પછી ચહેરાને પાણીથી ધોઈ લો. સારા પરિણામ માટે તમે આ પેકને અઠવાડિયામાં 2 થી 3 વખત ઉપયોગ કરી શકો છો.

2 ) મુલતાની માટી ફેસ પેક : ત્વચાની સુંદરતા બનાવી રાખવા માટે તમે મુલતાની માટીનો ઉપયોગ કરી શકો છો. મુલતાની માટી ત્વચામાં નિખાર લાવે છે. આ એક નેચરલ ટોનરની જેમ કામ કરે છે. ઓપન પોર્સની સમસ્યાથી છુટકારો મેળવવા માટે મુલ્તાની માટી ખુબ જ ઉપયોગી છે.

આ ફેસપેક બનાવવા માટે 2 ચમચી મુલ્તાની માટી લો. તેમાં પાણી અથવા ગુલાબજળ નાખો. તેને મિક્સ કરી તેની પેસ્ટ બનાવી લો. હવે આ ફેસપેકને ચહેરા પર લગાવો. સુકાય ગયા પછી પાણીથી ચહેરો ચોઈ નાખો. થોડા દિવસો સુધી આ પ્રયોગ કરવાથી તમારી ઓપન પોર્સની સમસ્યા દુર થઈ જશે.

3 ) કેળાની છાલનું ફેસપેક : કેળાની છાલનું ફેસપેક સાંભળીને તમને થોડી નવાઈ લાગશે, પરંતુ તેની મદદથી સાચે જ તમને ઓપન પોર્સથી છુટકારો મળી શકે છે. કેળાની છાલમાં એન્ટી ઓક્સીડેંટ ગુણ હોય છે, તેનાથી સ્કીન પોર્સ ટાઈટ રહે છે અને તમે હંમેશા જવાન રહો છો.

આ માટે કેળાની છાલને પીસી લો. હવે આ ફેસ પેકને ચહેરા પર લગાવો. 15 થી 20 મિનીટ સુધી રાખી તેને પાણીથી ધોઈ નાખો. આ ફેસપેકનો ઉપયોગ તમે અઠવાડિયામાં બે વખત કરી શકો છો.

4 ) ટમેટાનું ફેસ પેક ચહેરા પર લગાવો : ઓપન પોર્સને ઓછા કરવા માટે ટમેટાનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઇ શકે છે. ટમેટામાં રહેલ ગુણ ત્વચાના ડાઘ, ધબ્બા, ડલનેસ ડાર્ક સ્પોર્ટ્સને પણ દુર કરે છે. આ માટે એક ટમેટું લો. તેને સારી રીતે પીસી નાખો. પછી તેને ચહેરા પર લગાવો. 10 થી 15 મિનીટ પછી ચહેરાને પાણીથી ધોઈ નાખો. તેનાથી ધીમે ધીમે પોર્સ ઓછા થઈ જશે. ટમેટા ફેસ સ્કીનમાં પણ મદદ કરે છે.

5 ) લીંબુ અને મધનું ફેસ પેક : લીંબુ અને મધ બંને ચહેરાની સુંદરતા બનાવી રાખવામાં મદદ કરે છે. ઓપન પોર્સથી છુટકારો મેળવવા માટે તમે લીંબુ અને મધનો ઉપયોગ કરી શકો છો. લીંબુમાં એસીડીક ગુણ હોય છે, જે પોર્સને અંદરથી સાફ કરી શકે છે. સાથે જ ત્વચાને ગ્લોઇન્ગ, ખીલ રહિત પણ બનાવે છે. મધ ત્વચાને મુલાયમ બનાવે છે.

આ માટે તમે સૌથી પહેલા એક વાટકામાં લીંબુનો રસ લો. હવે તેમાં થોડું મધ મિક્સ કરો. બંને વસ્તુને પ્રભાવિત સ્થાન પર લગાવો. 15 મિનીટ પછી તેને સાફ કરી લો. પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment