કેળ માંથી મળતી આ ઔષધી વજન, કિડની, કબજિયાત, પેશાબ, લોહીની કમી કરી દેશે ગાયબ, આ રીતે કરો સેવન ક્યારેય નહિ વધે બ્લડ પ્રેશર…

મિત્રો તમે કદાચ કેળા તો ખાધા જ હશે. તેમજ તેના ફાયદાઓ વિશે પણ તમે જાણતા જ હશો. તેના સેવનથી તમને અનેક પોષક તત્વો મળે છે. જો કે કેળાની તાસીર ઠંડી હોવાથી તમને શરદી પણ થઈ શકે છે. પરંતુ તેનું સેવન સ્વાસ્થ્યની દ્રષ્ટીએ ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. જેમ કેળાના ફળના ફાયદાઓ છે તેવી જ રીતે કેળાનું દંટલ પણ ગુણકારી માનવામાં આવે છે.

કેળા ખાવાથી તમને અનેક લાભો મળે છે. પરંતુ શું તમને ખબર છે કે, કેળાનું દંટલ ખાવાથી પણ અનેક સ્વાસ્થ્ય લાભો મળે છે. તેનાથી પાચનથી લઈને એસીડીટી સુધીની તમામ સમસ્યામાં પણ આરામ મળે છે. તેમજ ઝડપથી વજન ઓછું કરવા અને કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં પણ મદદ મળે છે. આ સિવાય તેનાથી યુટીઆઈ અને કિડની સ્ટોનની પરેશાની પણ દુર થઈ શકે છે. વાસ્તવમાં તેમાં ફાઈબર, પોટેશિયમ, વિટામીન બી-6, એન્ટી એન્જીંગ ગુણ મળે છે. સાથે જ તેમાં આયારણની માત્રા પણ વધુ રહેલ છે. જેનાથી હિમોગ્લોબીનનું સ્તર બનાવવામાં મદદ મળે છે. તો ચાલો જાણીએ કેળાના દંટલના ફાયદાઓ…

ડીટોક્સ : કેળાના દંટલનું જ્યુસનું સેવન કરવાથી શરીરને ડીટોક્સ કરવામાં મદદ મળે છે. તે શરીરમાંથી વિષાક્ત પદાર્થ બહાર કાઢીને પાચનતંત્રને મજબુત બનાવે છે. વાસ્તવમાં તેમાં ફાઈબર ભરપુર માત્રામાં રહેલા હોવાથી મળ ત્યાગ કરવામાં અને એસીડીટીની સમસ્યામાં રાહત મળે છે. આંતરડાની સફાઈ માટે પણ ફાઈબર ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

વજન : ઘણા લોકો વધતા જતા વજનથી પરેશાન રહે છે. તેમના માટે કેળાના દંટલનું સેવન લાભકારી સાબિત થઈ શકે છે. તેનાથી ઝડપથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. તેમાંથી મળતું ફાઈબર શરીરમાંથી વધારાના ફેટને ઓછું કરવામાં મદદ કરે છે. તેમાં કેલેરીની માત્રા વધુ રહેલ છે, જેનાથી તમને બીજા ઘણા ફાયદાઓ થાય છે.

કિડની સ્ટોન અને યુટીઆઈ : કેળાના દંટલના સેવનથી કિડની સ્ટોનની સમસ્યા ઓછી કરવામાં મદદ મળે છે. દરરોજ એક ગ્લાસ તેના જ્યુસનું સેવન કરવાથી તમને યુરીન ટ્રેકટ ઇન્ફેકશનના કારણે થતા દુખાવા અને પરેશાનીમાં રાહત મળે છે. તેમાં રહેલ પોટેશિયમને કારણે તેનાથી કિડનીમાં કેલ્શિયમ ક્રિસ્ટલને રોકવામાં મદદ મળે છે.

હાઈ બ્લડ પ્રેશર : તેમાં રહેલ વિટામીન બી-6 અને પોટેશિયમની ભરપુર માત્રા હોવાના કારણે શરીરમાં સોડીયમના સ્તરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. સાથે તેનાથી કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવામાં પણ મદદ મળે છે. જો તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે તો તમે કેળાના  દંટલનું સેવન કરી શકો છો.

કબજિયાત : જો તમે કબજિયાત અને અપચાની સમસ્યાથી પરેશાન છો તો તમારે કેળાના દંટલનું સેવન કરવું જોઈએ. તેનો રસ તમારા શરીરમાં એસીડીક સ્તરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સાથે તેના સેવનથી પેટની જલન અને બેચેનીમાં આરામ મળે છે.

એનીમિયા : કેળાના દંટલનું સેવન કરવાથી તમને એનીમિયાની સમસ્યામાં આરામ મળે છે. તેમાં આયરનની ભરપુર માત્રા મળે છે, જેનાથી હિમોગ્લોબીનના ઉત્પાદનમાં મદદ મળે છે અને એનીમિયાના લક્ષણને ઓછા કરી શકાય છે.

કેળાના દંટલનો ઉપયોગ કરવાની રીત : કેળાના દંટલનો રસ બનાવવા માટે તમે સૌથી પહેલા તેને સારી રીતે સાફ કરી લો, પછી તેના ટુકડાઓ કરી લો અને બહારની જાડી પરતને કાઢી લો. ત્યાર પછી અંદરના ભાગને પીસી લો અને એક કપ પાણીમાં નાખીને તેનું સેવન કરો. તેની કડક છાલને કાઢીને પણ સેવન કરી શકો છો. કેળાના દંટલના જ્યુસમાં એલચી નાખીને પણ સેવન કરી શકો છો. તેનાથી તેનો સ્વાદ વધી જાય છે. આ સિવાય તમે તેમાં લીંબુ અને કાળું મીઠું પણ નાખી તેનો ઉપયોગ કરી શકો છો.

જો કે કેળાના દંટલના સેવનથી તમને અનેક સ્વાસ્થ્ય લાભ મળે છે. પરંતુ જો તમને કોઈ એલર્જી છે તો ડોક્ટરની સલાહ પછી જ તેનું સેવન કરવું. તેમજ જો તમે કોઈ પ્રકારની દવાનું સેવન કરો છો તો કોઈ એક્સપર્ટની સલાહ લીધા પછી જ તેનું સેવન કરવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment