સામાન્ય લગતા આ ટુકડાનું સેવન કેન્સર, સોજા, હાર્ટએટેક જેવા 10થી વધુ રોગોમાં ખુબજ અસરકારક,

મિત્રો આપણે જે ખોરાક લઈએ છીએ તેમાં અમુક તત્વો આપણા શરીરની અંદર જમા થાય છે, અને તે પેટને ખરાબ કરવાનું કામ કરે છે. આવા સમયે પેટ, આંતરડા અને ધમનીઓમાં જામેલી ગંદકીની સફાઈ કરવી પણ જરૂરી છે. તેના માટે આજે અમે તમને એક ફળ વિશે જણાવશું. જે તમારા પેટ, આંતરડા અને ધમનીઓની અંદર રહેલી સંપૂર્ણ ગંદકીને બહાર કાઢી નાખશે. એ ફળ છે પપૈયા. પપૈયા આમ તો આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, પરંતુ આ બાબતે વધુ અસરકારક સાબિત થાય છે.

પપૈયા ખાવાના ફાયદા : વજન ઓછું કરવા માટે બેસ્ટ ફળ છે પપૈયું, કબજિયાત અને બવાસીર માટે ફાયદાકારક છે પપૈયું અને હદયને સ્વસ્થ રાખવામાં પણ છે ખુબ જ ફાયદાકારક. ફળોનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ થાય છે. ફળોમાં કેટલાક સારા તત્વો હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આવું જ એક ફળ છે પપૈયું. પપૈયું ખાવાથી ઘણા લાભો થાય છે. આ નરમ અને મીઠા ફળમાં ખુબ જ ઓછી કેલેરી હોય છે અને ફાઈબરની માત્રા પણ વધારે હોય છે.પપૈયામાં કેટલાક સારા તત્વો હોય છે, જે આપણા શરીર માટે ખુબ જ લાભકારી છે. નિષ્ણાંતોનું માનવું છે કે, પપૈયું ખાવાનો સાચો સમય સવારનો છે. એટલે કે જો તમે દરરોજ સવારે ખાલી પેટે પપૈયાનું સેવન કરો તો તમને અગણિત ફાયદાઓ થઈ શકે છે. ગરમીની ઋતુમાં પપૈયાનું સેવન કરવાથી અનેક લાભો થઈ શકે છે.

પપૈયાના પોષકતત્વો : પપૈયાને ઉચ્ચ પોષક તત્વ અને ફાઈબરના ભંડાર તરીકે જાણવામાં આવે છે. પપૈયું વિટામિનથી ભરપૂર છે. તેમાં પ્રો-વિટામિન એ-સી, અને ફાઇટો વિટામિન-કે હોય છે. આ સિવાય તેમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને બીટા જેવા અન્ય પદાર્થો પણ હોય છે. તો ચાલો જાણીએ સવારે ખાલી પેટ પપૈયાના સેવન કરવાના ફાયદા.કોલેસ્ટ્રોલ : આ ફળમાં કેલેરી તો ઓછી હોય જ છે, તેની સાથે જ તેને ફાઈબરનો એક અગ્રેસર સ્ત્રોત માનવામાં આવે છે. આ ફળથી વજન ઓછું થાય છે અને કોલેસ્ટ્રોલને પણ નિયંત્રણમાં રાખી શકાય છે.

પેટ અને આંતરડા : આ ફળ પાચનતંત્રને સાફ કરે છે અને ઝેરી પદાર્થોનો શરીરમાંથી નિકાલ કરે છે. આ સોજો, પેટ ખરાબની સમસ્યાથી અને કબજિયાત જેવા પાચન વિકારોને દૂર કરવા માટે પણ ખુબ અસરકારક છે.શરીરમાં રહેલ ઝેરી પદાર્થોની સફાઈ : પપૈયું વિટામિનથી ભરપૂર હોય છે, તેમાં વિટામિન-સી, એ અને કે હોય છે. આ ફળ શરીરમાં રહેલ ઝેરી પદાર્થોને દૂર કરે છે અને રોગપ્રતિકારક શક્તિને વધારે છે. આ ફળ શરીરને ચેપથી અને રોગોથી બચાવીને શરીરની રક્ષા કરે છે.

વજન : જો તમે વજન ઓછું કરવાના પ્રયાસો કરી રહ્યા છો, તો તમારે દરરોજ સવારે ખાલી પેટે પપૈયાનું સેવન કરવું જોઈએ. ફાઈબરથી ભરપૂર અને ઓછી કેલેરી વાળા આ ફળથી તમારું પેટ ભરેલું છે, તેવો તમને અનુભવ થાય છે, જેથી તમે અન્ય ખોરાક ઓછો લો છો.ધમનિઓ માટે : પપૈયામાં વિટામિન-સી, પોટેશિયમ, એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબર હાજર હોય છે, જે ધમનિઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને તે લોહીના પ્રવાહમાં વધારો કરે છે. આ ફળ બ્લડ સર્ક્યુલેશનને વધારીને શરીરમાં કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરે છે, જેથી હૃદય રોગ અને સ્ટ્રોકના જોખમને ઓછું કરવામાં મદદ મળે છે.

શરીરના સોજા : આ ફળમાં પૈપિન એન્ઝાઇમ હોય છે, જે નેચરલ પેનકિલર છે. આ સિવાય જો શરીરમાં સોજો હોય તો તેને દૂર કરે છે. પૈપિનને પ્રોટીનના સમૂહ સાઇટોકિંસના ઉત્પાદનને વધારવા માટે જાણવામાં આવે છે, જે સોજાને નિયંત્રણમાં રાખે છે.આંખ : પપૈયામાં લ્યૂટિન જેકસૈથિન અને વિટામિન-ઇ જેવા કેટલાક પોષક તત્વો હોય છે, જે આંખના સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી હોય છે. આ ફળના સેવનથી ત્વચા સંબંધી કેટલાક લાભો થાય છે.

ત્વચા પર નિખાર : પપૈયામાં વિટામિન-સી હોવાના કારણે તેમાં બીટા-કેરોટીન અને લાઇકોપીન જેવા કૈરોટીનાયડ હોય છે, જે ત્વચા પર નિખાર લાવવાનું કામ કરે છે. આ જ કારણ છે કે જો તેનું સેવન કરવામાં આવે તો ત્વચા પર કરચલી પડતી નથી અને ઉંમર વધવાના અન્ય લક્ષણોને તે દૂર કરે છે.હૃદય : પપૈયા હૃદય માટે ખુબ જ લાભકારી માનવામાં આવે છે. આ લીવર સીરોસિસ માટે વધુ ફાયદાકારક હોય છે. તમે ચાહો તો તેને લીંબુના રસ સાથે પણ લઈ શકો છો. સવારે ખાલી પેટે લેવાથી તેના ઘણા ફાયદાઓ થાય છે.

કેન્સર : કેન્સરથી બચવા માટે પપૈયાનું સેવન એ ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં આઇસિથીયોન નામનું તત્વ હાજર હોય છે, જે કેન્સરના ઈલાજ માટે અને બચવા માટે ખુબ જ સહાયક હોય છે.

આમ તમે ઉપર આપેલ પપૈયાના લાભ વિશે જાણીને તેનું સેવન કરી શકો છો. તેમજ તેનો વધુ લાભ લેવા માટે તમારે પપૈયાનું સેવન સવારે ખાલી પેટ કરવું જોઈએ, જેથી કરીને તમને સાચો અને ચોક્કસ લાભ મળી શકે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment