પગમાં થઈ રહેલી કળતર કે દુઃખાવામાંથી કાયમી મળી જશે છુટકારો, કરો આ 4 માંથી કોઈ એક ઘરેલુ ઉપચાર…

મિત્રો આજે આપણે જોઈએ છીએ કે અમુક ઉંમર બાદ મોટાભાગના લોકોને પગમાં દુઃખાવો થતો હોય છે. જો કે આ દુઃખાવો ક્યારેક થાય તો ઠીક છે પણ આ તકલીફ વારંવાર થાય તો તમારે તેનાથી કાયમી છુટકારો મેળવવા માટે થોડા ઘરેલું ઉપચાર કરવા જોઈએ. જો તમે પગના દુઃખાવાથી રાહત મેળવવા માટે ઘરેલું ઉપાય શોધી રહ્યા છો તો આ લેખને તમારે અંત સુધી જરૂર વાંચવો જોઈએ.

રાત્રે સુતા વખતે ઘણી વખત પગના દુઃખાવાના કારણે તમારી નિંદર ઉડી જતી હોય છે. શું તમારી સાથે પણ આવું જ કંઈક થાય છે તો તમે ઘરેલું ઉપાય અપનાવી શકો છો. જો કે પગમાં દુઃખાવા કારણ ઘણા હોય શકે છે. જેમ કે આખો દિવસ ઓફિસમાં ખુરશી પર પગ લટકાવીને બેસવાથી અથવા તો વધુ ચાલવાથી અથવા તો પગ અચાનક વાળવાથી પણ પગમાં દુઃખાવો થાય છે. ઘણી વખતે તે સાધારણ અને ઓછું હોય છે અને તે ઉપચાર કર્યા વિના શાંત થઈ જાય છે. પણ ઘણી વખત આ દુઃખાવો જલ્દી નથી જતો.જો કે પગમાં દુઃખાવો થવાના ઘણા કારણો હોય શકે છે. પરંતુ થાકના કારણે પગમાં દર્દ થવું તે કોઈ પણ સમયે થઈ શકે છે. આ સમયે પેન કિલર ખાવાથી સારું થઈ જાય છે. પરંતુ તેના કરતા સારું છે કે, તમે થોડા સરળ ઘરેલું ઉપચાર અજમાવીને આ પગના દુઃખાવાથી રાહત મેળવી શકો છો.

ફીશ ઓઈલ અને લીંબુના રસથી મસાજ કરો : ફાયદા – લીંબુમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે અને તે શરીરના કોઈ પણ ભાગમાં આવેલ સોજાને અને દુઃખાવાને ઓછો કરી શકે છે. જો તમારા પગના સ્નાયુઓમાં દુઃખાવો થઈ રહ્યો છે તો તમે લીંબુને કેસ્ટર ઓઈલ અથવા ફીશ ઓઈલની સાથે મિક્સ કરીને પગની મસાજ કરી શકો છો. તેનાથી તમને દુઃખાવામાં ઘણી રાહત મળશે. જો તમે કસરત અથવા યોગ કરો છો અને તેના કારણે તમને પગમાં દુઃખાવો થાય છે તો તમે દિવસમાં 2 થી 3 વખત આ ઘરેલું ઉપચાર કરી શકો છો.આઈસ પેકનો ઉપયોગ કરો : ફાયદા – તેનાથી દર્દ અને સોજા બંનેમાં રાહત મળે છે અને જો દુઃખાવાના કારણે બ્લડ ક્લોટિંગ થાય છે તો આઈસ પેકથી પગનો શેક કરવાથી ક્લોટિંગ ઓછી થઈ જાય છે અથવા ફરી નથી થતી.

ઘણી વખત પગમાં ઠેંસ લાગવાથી બ્લડ ક્લોટિંગ પણ થઈ જાય છે. તેનાથી પણ પગમાં દુઃખાવો થાય છે. તેવામાં જ્યારે તમારા પગમાં ઈજા થાય ત્યારે તે સ્થાન પર હાથથી પણ ખુબ જ કડક રીતે દબાવો. સાથે જ આઈસ પેકથી તે જગ્યા પર શેક કરો. આમ કરવાથી તે જગ્યા પટ બ્લડ ક્લોટિંગ પણ નહિ થયા અને સોજો પણ નહિ આવે.મરીથી થશે લાભ : ફાયદા – માંસપેશીઓના દુઃખાવામાં મરીને ગરમ કરીને કપડામાં બાંધીને તેનાથી શેક કરવાથી તમને દુઃખાવામાં રાહત મળે છે. ઘણી વખત એવું થાય છે કે, ખુબ જ વધુ ચાલવાથી પગના પંજા અને પીંડીઓમાં દુઃખવા લાગે છે. આ દર્દમાં રાહત મેળવવા માટે ઓલિવ ઓઈલને ગરમ કરીને તેમાં 1 ચમચી મરીનો પાવડર મિક્સ કરીને આ મિશ્રણથી પગની માલીશ કરો.

તમને જણાવી દઈએ કે થોડી વાર તમારા પગમાં હળવી જલન થશે, પણ થોડા સમયમાં જલન ઓછી થઈ જશે અને જલન સાથે દુઃખાવો પણ જતો રહેશે. આ ઉપચાર કર્યા પછી એ યાદ રાખો કે માલિશ કર્યા પછી હાથને સારી રીતે ધોઈ નાખો. નહિ તો શરીરના અન્ય ભાગમાં પણ જલન થવા લાગશે.બેકિંગ સોડાનો ઉપયોગ કરો : ફાયદા – બેકિંગ સોડામાં દુઃખાવાને ઓછો કરવા અને માંસપેશીઓના તણાવને ઓછો કરવાની ક્ષમતા રહેલી છે. ઘણી વખત હિલ્સ અથવા ખરાબ શુઝને કારણે પણ પગમાં દુઃખાવો થવા લાગે છે. આ દુઃખાવાથી રાહત મેળવવા માટે તમે થોડા નવશેકા ગરમ પાણીમાં 1 મોટી ચમચી સોડા મિક્સ કરી લો અને 10 થી 15 મિનીટ પગનો શેક કરો, તેનાથી તમારો દુઃખાવો ઓછો થઈ જશે.

હળદરથી પગનો ઈલાજ કરો : ફાયદા – હળદરમાં રહેલ એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ અને એન્ટી ઓક્સીડેન્ટ ઘણા અંશે શરીર માટે ફાયદાકારક છે. તેમાં રહેલ Curcumin તત્વ શરીરમાં આવેલ આંતરિક બહારી સોજાને ઓછો કરે છે. પગના દુઃખાવામાં તમે તેને ઘરેલું ઉપચારના રૂપમાં ઉપયોગ કરી શકો છો.પગના દુઃખાવામાં રાહત મેળવવા માટે તમે હળદરને ગરમ તલના તેલમાં અથવા સરસવના તેલમાં મિક્સ કરીને 5 મિનીટ માટે પગની મસાજ કરો. આમ કરવાથી તમને ઘણી રાહત મળશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment