નકામી સમજી ફેંકી રહેલા આ ટી બેગ છે ખુબજ ઉપયોગી.. એકવાર આ ઉપયોગો જાણી લેશો તો ફેંકવાનું બંધ કરી દેશો

આપણે હંમેશા આપણા ઘરમાં ઘણી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ અને તેમાંથી કેટલીક વસ્તુને અમુક સમયે ખરાબ સમજીને ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે, તે ખરાબ વસ્તુઓ પણ આપણા ઉપયોગમાં આવી શકે છે. આજે અમે તમને ગ્રીન ટી ના પેકેટ વિશે જણાવશું. તમે સામાન્ય ટી ના પેકેટના ઉપયોગ કરો છો, પરંતુ ગ્રીન ટી ના પેકેટ આપણે અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે. તો આજે અમે તમને તેના ફાયદા અને તેના ઘણા ઉપયોગ વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

ગાર્ડનમાં ગ્રીન ટી ના બેગનો ઉપયોગ : તમે તેનો ઉપયોગ બે રીતે કરી શકો છો, પહેલી રીતમાં તમે ઉપયોગ થયેલ ટી બેગના પાંદડા કાઢી તેને ઉકાળી નાખો અને એ પાણીને ઠંડુ થવા દો. એ પાણી ઠંડુ થયા બાદ તેને છોડમાં નાખો. ખાસ ધ્યાન રાખવું કે ઉકાળેલું ગરમ પાણી છોડમાં ન નાખવું, નહિતર છોડ બળી જશે. બીજી રીત એ છે કે, વપરાયેલી ટી બેગને વચ્ચેથી થોડુંક ફાડવું. ત્યાર બાદ ચાના પાંદડા સાથે થોડી માટી પણ મિક્સ કરો અને તેમાં બીજ વાવો. સાથે તમારા ટી બેગમાંથી છોડ ઊગવા લાગશે.પાસ્તા – નૂડલ્સ બનાવતી વખતે ગ્રીન ટીનો ઉપયોગ : પાસ્તા કે નૂડલ્સ વગેરે બનાવતી વખતે જો તેને સારો ટેસ્ટ આપવા માંગતા હો પાસ્તાના પાણીમાં પહેલા જ વપરાયેલી ગ્રીન ટી બેગ મૂકી દો. 2 મિનીટ સુધી રહેવા દો ત્યાર બાદ તેમાંથી કાઢી નાખો. પછી તેમાં પાસ્તા કે નુડલ્સ નાખો. તમારે  જાસ્મિન, કેમોલી, ગુલાબ, સાઇટ્રસ, વગેરેના સ્વાદ જોતા હોય તો એ રીતે ટીના ફ્લેવરનો ઉપયોગ કરી શકો છો.

વાસણની ચીકાશ : જો તમારા રસોડામાં એવા વાસણો છે જે ચિકાસવાળા છે, અને તેને સહેલાઇથી સાફ પણ ન કરી શકાય એવી હાલત થઈ ગઈ હોય તો તમે ગ્રીન ટી (ચા)બેગનો ઉપયોગ કરી શકો છો. બસ તમે ખાલી ગરમ પાણીમાં વાસણો અને ગ્રીન ટી બેગને આખી રાત પાણીમાં એક સાથે પલાળી રાખી દો. સવારે એ વાસણો એકદમ સહેલાઈથી સાફ થઇ જશે અને સાથે-સાથે બધી જ ચીકાશ પણ નીકળી જશે.ટી બેગથી ઘરના કાચ અને બારીની સફાઈ : ગ્રીન ટી બેગ જો સફાઈ માટે વપરાય છે, તો તે ખુબ સારી રીતે કામ કરી શકે છે. ગ્રીન ટી બેગ કાચ પર સૌથી વધારે અસર કરે છે. તેના માટે તમે કાચના ભાગ ઉપર ભીની ગ્રીન ટી બેગ ઘસો અને ત્યારબાદ તેને કોઈ પણ ટુવાલથી તમારા કાચને સાફ કરો. આમ કરવાથી, કાચ પર  ફિંગરપ્રિન્ટ્સ વગેરે ખુબ જ સરળતાથી સાફ થઈ જશે.

ફ્રિઝની દુર્ગંધને દૂર કરવા ગ્રીન ટી બેગનો ઉપયોગ : ગ્રીન ટી ઘણા ફ્લેવરમાં આવે છે અને તેમાં સુગંધ પણ ખુબ જ સારી હોય છે. જો તમારી પાસે બેકિંગ સોડા નથી અને તે તમારા ફ્રિઝમાં ખરાબ દુર્ગંધ આવે છે તો તમે વાપરેલી ગ્રીન ટી બેગ એક કપમાં રાખીને ફ્રિઝમાં પાછળની સાઈડ મૂકી દો. ફ્રિઝમાંથી ખુબ દુર્ગંધ આવે છે, તો પછી બે-ત્રણ ટી બેગનો ઉપયોગ કરો.ઉંદરને ભગાડવા ગ્રીન ટી નો ઉપયોગ : એવું કહેવામાં આવે છે કે, ઉંદરને પીપરમેન્ટની સુગંધ નથી ગમતી અને આ કેસ ગ્રીન ટી બેગ પર પણ લાગુ પડે છે. બસ તમારે હવે પીપરમેન્ટ ગ્રીન ટી બેગ વાપરેલ હોય તેના ઘરના ખૂણામાં મૂકી દો. હવે તેનાથી ઉંદર ફક્ત ભાગશે જ નહીં, પરંતુ તે તમારા ઘરના ખૂણાને પણ સુગંધિત કરશે. તમે સામાન્ય ગ્રીન ટી બેગમાં થોડા પીપરમેન્ટમાં તેલ નાખીને પણ વાપરી શકો છો.

ગ્રીન ટી બેગથી કાળા બૂટની સફાઈ : ગ્રીન ટીનો ઉપયોગ કરેલ બેગ્સ બુટની સફાઈ માટે કામ આવી શકે છે. ખરેખર તો,તમે વાપરેલી ટી બેગથી ઘાટા ચામડાના બુટની ગંદકીને પણ સાફ કરી શકે છે. ગ્રીન ટીના બેગને થોડી ભીની કરો અને તેમને બૂટના આગળના ભાગ પર ગોળાકાર ગતિમાં ઘસવું. તમારું કામ થઈ જશે.ખાતર માટે સૌથી શ્રેષ્ઠ ગ્રીન ટી બેગ : જો તમે તમારા ઘરે બગીચો બનાવવાનું વિચારી રહ્યા છો તો આ ખુબ સારી બાબત છે કે તમારી વપરાયેલી બેગને સીધું ખાતરના ખાડામાં નાખી દો. વપરાયેલી ગ્રીન ટી બેગ તમારા ખાતરમાં તંદુરસ્ત બેક્ટેરિયાને ઉછેરવામાં મદદરૂપ કરશે.

લાકડાની ચમક વધારવા ગ્રીન ટી બેગનો ઉપયોગ : ગ્રીન ટી બેગમાં રહેલા કેમિકલ્સ લાકડાની ચમક વધારવા કામ આવી શકે છે. તેના માટે માત્ર એક કામ કરો કે અમુક ભીની ટી બેગ્સ  લાકડા પર ઘસો અને ત્યારબાદ કપડાથી સાફ કરી નાખો.તમારા લાકડામાં હવે ચમક આવી જશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment