રાત્રે સુતા પહેલા ગરમ દૂધમાં આ એક ચમચી નાખીને પીવો, ઘણી બીમારીઓ ભાગી જશે, કબજિયાતમાં તો 100% અસરકારક…

ઇસબગુલને ખુબ જ મહત્વનું માનવામાં આવે છે. કેમ કે પાચનતંત્રને લગતી સમસ્યા સહિત અન્ય ઘણી સમસ્યામાં ઇસબગુલ એક દવાની જેમ કામ કરે છે. પરંતુ હજુ ઘણા લોકો ઇસબગુલ વિશે નથી જાણતા હોતા. જો તમારે પાચનક્રિયાને એકદમ તંદુરસ્ત અને સ્વસ્થ રાખવી હોય તો ઇસબગુલનું સેવન ખુબ જ અસરકારર સાબિત થાય છે. પરંતુ ઇસબગુલથી ઘણી બીમારીઓ ઈલાજ કરી શકીએ છીએ. તો આજે આ લેખમાં જણાવશું કે ઇસબગુલ કેટલી સમસ્યાઓ રાહત મેળવી શકીએ.

ઇસબગુલને સિલીઅમ હસ્કના નામથી પણ ઓળખવામાં આવે છે. આ પ્લાન્ટાગો ઓવાટા નામના ઝાડનું બીજ હોય છે. તેની પાંદડીઓ એલોવેરાની જેવી દેખાય છે. તેના ઝાડમાં ઘઉંની જેમ મોટા-મોટા ફૂલ હોય છે. જેમાં ઇસબગુલના બીજ મળી આવે છે. ઇસબગુલને આયુર્વેદના ઈલાજ તરીકે પણ ઉપયોગમાં આવે છે. તેમાં લેક્સેટિવ, ઠંડક અને ડાયોરેટિકના ગુણના કારણથી ઓળખાય છે.ઇસબગુલ સામાન્ય રીતે ચીકણો પદાર્થ હોય છે. તેના ફૂલને પાણીમાં પલાળવાથી  ફૂલી જાય છે અને એક પ્રકારના જેલ  જેવો પદાર્થ થઈ જાય છે. ઇસબગુલનો ઉપયોગ કરવાથી જલ્દીથી કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. તેમાં રહેલા લેક્સેટિવના ગુણ હોવાને કારણે પેટની બીમારી સાફ કરવામાં મદદરૂપ થાય છે અને પાચનતંત્રને મજબુત કરવા મદદગાર સાબિત થાય છે.

ઇસબગુલ કબજિયાત, દસ્ત, મળમાં લોહી, પાચનતંત્રને સમસ્યા, શરીરમાં પાણીની ઉણપ, મોટાપો તથા ડાયાબિટીસ જેવા રોગો માટે ઘણું ફાયદાકારક છે. જો તમને પણ પાચનતંત્ર અને કબજિયાત જેવી બીમારીનો સામનો કરી રહ્યા છો તો તમે રાત્રે જમીને એક ગ્લાસ ગરમ દૂધમાં ઇસબગુલની ભૂકી નાખીને લઈ શકો છો, જે તમારા માટે ખુબ લાભદાયક થઈ શકે છે. આ સિવાય દસ્ત દરમિયાન રક્તસ્ત્રાવ થાય કે કબજિયાત હોય તો અડધો કપ પાણી સાથે તેનો ભૂકો લો. એક ગ્લાસ પાણીમાં 20 મિલી મિક્સ કરો અને એક ચમચી ઈસબગુલ બીજ સાથે લો. જેનાથી આંતરડામાં થનારી રુકાવટના સંક્રમણ દૂર કરે છે. તો ચાલો જાણીએ ઇસબગુલના વિશેષ ફાયદા.વજન : મોટાભાગે પેટના ભાગે આંતરડામાં રહેલ ખરાબ ગંદકીના લીધે શરીરમાં ચરબી વધી જાય છે. જો તમે ઇચ્છો છો કે તમારું વજન નિયંત્રિત થાય, તો તમે સૂતા સમયે થોડા દિવસો માટે ઇસબગુલનું સેવન કરી શકો છો. ફાઈબર વાળા ઇસબગુલનું સેવન વજન ઘટાડવામા પણ મદદ કરે છે.

કબજિયાત : કબજિયાત એક એવી સમસ્યા છે જે મોટાભાગના લોકોને પરેશાન કરે છે. કબજિયાતને કારણે માથાનો દુઃખાવો અને સુસ્તી થવી એ  સામાન્ય વાત છે. તેથી કબજિયાતથી છૂટકારો મેળવવો ખુબ જ જરૂરી છે. જો તમે પણ કબજિયાતથી છૂટકારો મેળવવા માંગતા હોવ તો, રાત્રે સુતા સમયે 2 ચમચી ઇસબગુલ ગરમ પાણીમાં નાખીને લઈ શકો છો.હૃદય : ઇસબગુલમાં રહેલું ફાયબર આપણા શરીર માટે ખુબ સારું હોય છે. જેના સેવનથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય  છે અને હૃદય સંબંધી બીમારીને નાશ કરવા મદદરૂપ થાય છે. જેમ કે ડોક્ટરની સલાહ મુજબ ખોરાકમાં ફાઈબર વધારે હોય છે અને તેથી ચરબી ઓછી થવાને કારણે હૃદયને રક્ષણ આપે છે, આ સિવાય કબજિયાત અને એસિડિટી બંને હૃદયની સમસ્યા પાછળનું એક મોટું કારણ છે, તેથી ઇસબગુલનો ઉપયોગ કરીને હૃદયની સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે.

ડાયેરિયા : કોઈને આવી કલ્પના પણ ન હોય એક કોઈ એક જ ઘરેલું ઉપાય દ્વારા ડાયેરિયા અને કબજિયાત બંને મટાડી શકાય છે. જી હા મિત્રો, ઇસબગુલનું સેવન કરવાથી કબજિયાત અને ડાયેરિયા બંને સમસ્યાથી છુટકારો મળે છે. ઇસ્બગુલ દહીં સાથે ખાવાથી પેટની લગતી સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.પાચનક્રિયા : ઇસબગુલમાં રહેલા ફાઈબરને કારણે તે આપણી પાચનક્રિયા વધારવામાં મદદ કરે છે. તે પેટમાં રહેલા ટોકસીનને સાફ કરવામાં મદદ કરે છે. તે આંતરડામાં ખોરાકની પાચન પ્રક્રિયાને પણ વધારે છે. એટલા માટે જ પાચનક્રિયા વધારવા માટે છાશ સાથે ઇસબગુલ જમ્યા બાદ લેવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment