દૂધમાંથી નીકળશે એકદમ જાડી અને વધારે મલાઈ.. ઉકાળતી વખતે કરો આ એક નાનકડું કામ.. મોટા ભાગની મહિલાઓ અજાણ છે

મિત્રો તમે ઘરે દૂધ ગરમ કરતા હશો, તેમજ આ દુધને ફ્રીજમાં મુકીને તેમાં મલાઈ પણ જામવા દેતા હશો, પણ ઘણી વખત આ દુધ ઉપર પાતળી મલાઈ જામે છે, તો ઘણી વખત એકદમ જાડી મલાઈ જામે છે, આવું કેમ થાય છે. જો તમે આ વિશે કશું નથી જાણતા તો અહી આપેલ કેટલીક સરળ ટ્રીક તમને ખુબ ઉપયોગી થશે. ઘણી વખત તમે ઘણી કોશિશ કરો છતાં પણ દૂધ પર મલાઈ નથી જામતી, અહી દૂધ થી જોડાયેલ કેટલાક ઉપાય તમને દુધમાં મલાઈ જામવામાં મદદ કરશે. 

જો કે સામાન્ય રીતે રસોડાનું કામ આવે ત્યારે લોકો કહેતા હોય છે કે કેટલું સરળ અને ઝડપી છે, પણ આમ કહેવું સહેલું છે જયારે જે લોકો રસોઈ બનાવે છે તે જાણે છે કે રસોઈનું કામ કરવું કેટલું સહેલું છે અને કેટલું સરળ છે. જો કે હાલ ઉનાળો ચાલી રહ્યો છે તો રસોડાના બફારા માં રહીને રસોઈ બનાવવી ખુબ જ મુશ્કેલ છે. પણ આ ઉનાળામાં વસ્તુ બગડી ન જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. આ સમયે દૂધ, દહીં, છાશ, માખણ ઝડપથી ખરાબ થઈ જાય છે. કારણ કે આ સમયે તાપમાન જ ખુબ વધુ હોય છે આથી વસ્તુઓ બગડી જવી સામાન્ય વાત છે. આથી તમે દુધથી જોડાયેલ થોડી ટીપ્સ અહીં જાણી લો અને તમે દૂધ ખરાબ થતા બચાવી શકો છો. 

આજે અમે તમને દુધથી જોડાયેલ ઘણા એવા સરળ ત્રણ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે તમને ખુબ ઉપયોગી થશે. માત્ર 5 મીનીટનો સમય કાઢીને તમે આ ઉપાય અપનાવી દુધને સારું રાખી શકો છો. 

દુધની તપેલીમાં નીચે જામતી મલાઈ અટકાવવા :

તમે ઘણી વખત જોયું હશે કે દુધને જયારે ગરમ કરવામાં આવે છે ત્યારે તપેલીની નીચે મલાઈ જામી જાય છે, અને નીચે જાણે કે લેયર બની જાય છે. અને આ લેયર કાઢવી ખુબ જ કઠીન થઈ જાય છે. અને જો ભૂલથી પણ આ તપેલીને ફરીથી ગરમ કરવામાં આવે  અથવા તો તેમાં ચા બનાવવામાં આવે તો પછી આ ચોટેલી મલાઈ કાઢવી ખુબ જ મુશ્કેલ થઈ જાય છે. 

હવે જો તમે ઈચ્છો છો કે તમારા દુધના વાસણમાં આ લેયર ન જામે તો દુધન વાસણમાં પહેલા થોડું પાણી નાખો દો, ત્યાર પછી તેમાં દૂધ નાખો, અને પછી તેને ઉકાળો. તમારા દુધના વાસણમાં ક્યારેય આવી લેયર નહી જામે, આ ખુબ જ સરળ ઉપાય છે તો આજે જ તેને ટ્રાઈ કરીને જોઈ લો. 

આ છે દૂધમાંથી વધારે મલાઈ કાઢવાની સૌથી બેસ્ટ ટેક્નિક :

જો તમે દુધમાંથી જાડી મલાઈ કાઢવા માંગતા હો તો તેના માટે તમે દુધને ધીમા તાપે વધુ સમય માટે ઉકાળો, આમ કરવાથી દૂધ થોડું જાડું થાય છે અને તેમાંથી મલાઈ પણ જાડી નીકળે છે. જયારે કેટલીક મહિલાઓ ઝડપી કામ કરવાના ચક્કરમાં ફાસ્ટ ગેસે દૂધ ગરમ કરી લે, તેના કારણે તે દૂધમાંથી મલાઈ આછી અને પાતળી નીકળે છે. આથી જો તમે ઈચ્છો છો કે દૂધમાંથી મલાઈ જાડી નીકળે તો તેને વધુ સમય ઉકાળો, અને પછી જુઓ તમારા દૂધમાંથી કેવી મલાઈ નીકળે છે. 

એક ખાસ વાત એ કે દૂધ ઉકાળ્યા પછી તેના પર કાણા વાળી ડીશ ઢાંકી દો, અથવા તો જો તમે કોઈ ડીશ ઢાંકી રહ્યા છો તો તેને થોડી ખુલ્લી રાખો જેથી હવાની અવરજવર થઈ શકે. જયારે દૂધ રૂમના ટેમ્પરેચરમાં સેટ થઈ જાય એટલે તેને ફ્રીજમાં મૂકી દો.  

આ રીતે દૂધ ફાટશે નહિ 

જો તમે ઉનાળામ દુધને વધુ સમય માટે બહાર રાખો છો તો દૂધ બગડી શકે છે. અથવા દુધને ફ્રીજમાં મુકવાનું ભૂલી ગયા છો તોપણ દૂધ ફાટી જાય છે. આમ તમે જો દુધને ખરાબ થતા બચાવવા માંગતા હો તો આજે જ આ ઉપાય અપનાવી શકો છો. 

આ માટે તમારે બસ એટલું જ કરવાનું છે કે દુધમાં ચપટી બેન્કિંગ સોડા નાખવાનો છે. ત્યાર પછી તમે દુધને ઉકાળી લો. આમ કરવાથી તમારું દૂધ ફાટશે નહિ. પણ તેને એક દિવસમાં જ ઉપયોગ કરી લો. દુધને ફ્રીજમાં બે દિવસ સુધી રાખી મુકશો તો દૂધ બગડી શકે છે. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment