વધારે પડતા મીઠાના સેવનથી શરીરમાં દેખાય છે આવા ગંભીર લક્ષણો, જે આગળ જતા સાબિત થશે નુકશાનકારક..

ઓછા મીઠા વાળું ભોજન મોટાભાગે દરેક લોકોને ભાવતું નથી હોતું, આથી જ ઘણા લોકોને એવી આદત હોય છે કે, તેઓ ભોજનની અંદર ઉપરથી મીઠું નાખતા હોય છે. પરંતુ ભોજનમાં ઉપરથી મીઠું નાખવું એ તમારા માટે આગળ જતા નુકશાનકારક સાબિત થઈ શકે છે. ભોજનમાં ઉપરથી મીઠું નાખવાથી તમારા શરીરમાં સોડિયમની માત્રા વધી જાય છે. આજે અમે તમને અમુક એવા લક્ષણો વિશે જણાવીશું, જેના દ્વારા તમે જાણી શકો છો કે, કંઈક તમે વધુ મીઠું તો નથી ખાઈ રહ્યાને. તો ચાલો જાણીએ ક્યાં છે એવા લક્ષણો જે દર્શાવે છે કે તમે નમકનું સેવન વધુ કરી રહ્યા છો.

નિર્ણય લેવામાં સમય લગાવવો : તમને વિશ્વાસ નહિ આવે પણ 2011 માં થયેલ એક કેનેડીયન સ્ટડીમાં એવું જાણવા મળ્યું છે કે, વધુ પડતું મીઠું તમારા મગજ પર અસર કરે છે. જે લોકો વધુ મીઠું ખાઈ રહ્યા છો તેમનું કામ ઓછું મીઠું ખાતા લોકો સાથે તુલના કરતા અસ્પષ્ટ હતું. તેમાં વધુ મીઠાના કારણે પોતાના કામને સમજીને નિર્ણય લેવાની શક્તિમાં કમજોરી જોવા મળે છે.વધુ તરસ : વારંવાર તરસ લાગવાનો અર્થ વધુ પડતું મીઠું પણ ન હોય શકે, પણ વધુ પડતા કેસમાં શરીરમાં મીઠાની માત્રા વધતા તરસ વધી શકે છે. એવું એટલા માટે કે તમારું શરીર પોતાના સિસ્ટમથી વધુ સોડિયમ બહાર કાઢે છે.

કારણ વગર સોજા : જો કે તમને આ વાત જાણીને નવાઈ લાગશે, પણ આ સત્ય છે. માત્ર એક રાત્રે કરેલ મીઠાનું વધુ સેવન તમને ઘણા પ્રકારની અસર કરે છે. તેને ઇડીમાં કહે છે. જેના કારણે તમને વગર કારણે સોજા ચડવા લાગે છે.પથરી : ડાયેટમાં વધુ પડતું મીઠું તમારી કિડનીના ફંક્શનને પ્રભાવિત કરી શકે છે. મીઠાથી યુરિનમાં રહેલી પ્રોટીનની માત્રા વધી જાય છે. જે ખુબ જ ખતરનાક છે, તેના કારણે તમને પથરીની તકલીફ થઈ શકે છે.

બ્લડ પ્રેશર : તમે એવું સાંભળ્યું હશે કે, જે લોકો મીઠું વધુ ખાઈ છે તેમને બ્લડ પ્રેશરની તકલીફ વધુ રહે છે. તમે જાણી લો કે, વધુ પડતું મીઠાનું સેવન તમને બ્લડ પ્રેશરના દર્દી બનાવી શકે છે.પેટમાં ચાંદા : જ્યારે ઘણા કેસમાં એવું પણ જાણવા મળ્યું છે કે મીઠાના કારણે ઘણા લોકોને પેટમાં ચાંદા પડી જાય છે. મીઠું એટલું ખતરનાક હોય છે કે, પ્રાણીઓમાં તે કેન્સર પેદા કરી શકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment