ઉનાળામાં બ્લોટિંગના કારણે ફૂલી ગયેલું પેટ, ચપટીમાં થશે નોર્મલ, બસ ખાઈ લ્યો આ દેશી વસ્તુ… ગેસ, એસિડીટી અને બ્લોટિંગ મળશે છુટકારો…

મિત્રો તમે જાણો છો તેમ હવે ધીરે ધીરે ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે. જેની અસર તમારા સ્વાસ્થ્ય પર દેખાઈ છે. સામાન્ય રીતે ઉનાળામાં લોકોનો ખોરાક ઓછો થવા લાગે છે. ભૂખ નથી લાગતી, તેમજ ગેસ અને એસીડીટીનું પ્રમાણ વધી જાય છે. જેના કારણે પેટ ફૂલેલું લાગે છે.

આથી જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો તમારે અહી આપેલ કેટલાક સરળ ઉપાયો અપનાવવાની જરૂર છે. ઉનાળામાં ઘણા લોકો પેટને લગતા રોગોથી પરેશાન રહેતા હોય છે. આ ઋતુમાં ભૂખ ઓછી લાગે છે, પેટ ભરેલું રહે છે, થોડું ખાતા જ પેટ ફૂલી જાય છે. ગેસ અને એસીડીટી ની પરેશાન રહેતી હોય છે.

ઘણી વખત શારીરિક ગતિવિધિ ઓછી હોવી, પાણી ઓછુ પીવું, ભોજનમાં ફાઈબરની કમી પણ તમારા પાચનતંત્રમાં ગેસ અને સોજોને જન્મ આપે છે. સોજા, ગેસ અને પાચન તંત્રથી સંબંધિત વિકારોથી બચવા માટે તમારે ખોરાકમાં ફેરફાર કરવાની જરૂર છે. એક્સપર્ટ જણાવે છે કે ઉનાળામાં કઈ કઈ વસ્તુઓના સેવનથી તમને તમારા પેટ અને પાચન ને સારું રાખી શકો છો.1) દહીં:- દહીંમાં લેકટોબેસિલસ, એસીડોફિલસ, અને બીફીડસ જેવા બેક્ટેરિયા હોય છે. જે પાચનમાં મદદ કરે છે અને ગેસ અને સોજાને ઓછો કરે છે. ભોજન પછી ખંડ વગરનું દહીં ખાવાથી તમારા પેટને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. 

2) તરબૂચ:- તરબૂચમાં 92% પાણી હોય છે. અને આ જ કારણે ઉનાળામાં તેનું સેવન ખુબ જ કરવું જોઈએ. આથી જ ઉનાળામાં પાણીની કમી થવાની સંભાવના વધુ હોય છે. તેમાં રહેલ પોટેશિયમ બ્લોટિંગ અને ગેસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. 

3) હળદર:- પાચન સંબંધી દરેક સમસ્યા નો સૌથી સારો ઉપાય હળદર છે. તે પિત્ત ઉત્પાદન ને વધારે છે જે વસાના સારા પાચનમાં મદદ કરે છે. તેમાં એન્ટી ઇન્ફલેમેટરી એજેંટ પણ હોય છે જે સોજાને ઓછા કરવામાં મદદ કરે છે.4) પાલક:- પાલક અઘુલનશીલ ફાઈબરનો એક મોટો સ્ત્રોત છે જે પાચન તંત્રને સાફ રાખવા અને ગેસ અને પેટ ફૂલવાની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે. ધ્યાન રહે કે તમારે પાલકને કાચી ખાવાથી બચવું જોઈએ, તેનાથી અપચાની પરેશાની થઇ શકે છે. 

5) અનાનસ:- આ ફળમાં 85% પાણી હોય છે. તેમાં બ્રોમેલેન નામનું એક પ્રભાવી પાચક એન્જાઈમ પણ હોય છે જે પાચન તંત્રને સાફ અને ચીકણું રાખવામાં મદદ કરે છે. આ ત્વચાને યુવા અને ચમકદાર બનાવી રાખવામાં પણ મદદ કરે છે. 

6) લીંબુ:- લીંબુ પેટ માટે ખુબ જ પ્રભાવી ઉપાય છે. ઉનાળામાં પેટની ફરીયાદ દુર કરવા માટે તમારે લીંબુ પાણી પીવું જોઈએ. લીંબુનું પાણી હળવું રેચક હોય છે, જે આંતરડાને સાફ કરવા અને સોજાથી રાહત મેળવવામાં પણ મદદ કરે છે. 7) વરીયાળીના બીજ:- વરિયાળીના બીજમાં રહેલ તેલ પાચનને વધારવામાં મદદ કરે છે. અને ગેસ અને પેટ ફૂલવાની સંભાવના ને ઓછી કરે છે. અને આ જ કારણે ભોજન પછી વરીયાળીના બીજ ચાવવાની સલાહ આપવામાં આવે છે. 

8) કાકડી:- કાકડીમાં સિલિકા અને વિટામીન સી વધુ માત્રામાં રહેલ છે. કાકડીની આ બે વસ્તુઓ વોટર રીટેન્શન થી બચાવે છે. આ જ કારણ છે કે તમારે સોજાથી બચવા મા મદદ મળે છે. આ સિવાય આ આંતરડા ના કામકાજને વધારીને પેટની પરેશાની દુર કરે છે. 

આમ ઉનાળામાં અમુક વસ્તુઓના સેવનથી તમે પેટને લગતી કોઈપણ પરેશાનીથી બચી શકો છો. તેનાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તેમજ આ વસ્તુઓમાં ખોરાકને પચાવવાની શક્તિ રહેલી છે. જેથી તમારું પેટ ફૂલાતું નથી, ગેસ કે એસીડીટી ની સમસ્યા નથી થતી, તમે પુરતા પ્રમાણમાં ખોરાકનું સેવન પણ કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment