ઉનાળાની ઋતુ ઘણા છોડ માટે સારી હોય છે. પરંતુ ઘણા એવા છોડ હોય છે જે આ ઋતુમાં ખરાબ થઈ જાય છે. ઉનાળામાં જે છોડની વધુ કાળજી રાખવાની જરૂર હોય છે અને જેમાં ફૂલ જલ્દી નથી આવતા તેમાંથી એક છોડ છે ગુલાબનો.
ગુલાબનો છોડ શિયાળામાં ખુબ જ સરસ રીતે ખીલી ઉઠે છે. પરંતુ ઉનાળામાં તેમાં ફૂલ નથી આવતા. જ્યારે ઘણા લોકો એવી ફરિયાદ કરે છે જે ઉનાળામાં તેનો ગુલાબનો છોડ જાણે કરમાઈ ગયો છે. આ સિવાય તમને જણાવી દઈએ કે ગુલાબના છોડમાં ફંગસ પણ જલ્દી લાગે છે. તેથી તેનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. ગુલાબના છોડને કોઈ ભારે ફર્ટીલાઈઝરની અથવા તો કોઈ એક્સપર્ટની જરૂર નથી. ઘણી નાની નાની ટિપ્સને ફોલો કરીને પણ આ કામ કરી શકાય છે. ચાલો તો એ ટિપ્સ વિશે વધુ જાણી લઈએ.કાપણી : ગુલાબનો છોડ એ છોડમાંથી એક છે જેમાં ખુબ જ જલ્દી ફંગસ લાગી જાય છે અને તે જલ્દી ખરાબ થઈ જાય છે. ઉનાળામાં ભલે ગુલાબ નથી આવતા પણ તે છોડ હંમેશા તાજગી ભરેલો જરૂર રહી શકે છે. આ માટે તમારે હંમેશા તેની નિયમિત રીતે કાપણી કરવી પડશે. જો તેના પાન પીળા પડી ગયા છે તો તેને કાપી નાખો. સાથે તેને ઉપરથી કાપો જેથી કરીને છોડ નીચેથી વધુ જાડો થાય. ઉપર લંબાઈ વધવા પર ધ્યાન ન આપો. આમ કરવાથી છોડ જલ્દી ભરાઈ જાય છે અને ક્યારેય પણ કરમાતો નથી.
જ્યાંથી કાપો ત્યાં હળદર લગાવો : આ ખુબ જ દેશી રીત છે, પણ તે ખુબ જ અસરકારક છે. ગુલાબના છોડમાં ફંગસ જલ્દી લાગે છે, આથી જો તમે તેને કાપ્યા પછી એમ જ મૂકી દેશો તો તેમાં જલ્દી ફંગસ લાગી શકે છે. આથી તેને કાપ્યા પછી ત્યાં થોડી હળદર પાણીમાં મિક્સ કરીને લગાવી દો. હળદર છોડમાં ફંગસ આવતા અટકાવે છે અને તમારો છોડ ફરી ખરાબ ન થાય તે માટે આ જરૂરી છે. આમ ઉનાળામાં છોડને કાપ્યા પછી આ ટિપ્સ જરૂર કરવી જોઈએ.જો પાન ખરી રહ્યા છે તો આ વાતનું ધ્યાન રાખો : છોડમાં પાણી વધુ હોવું કે, ઓછું હોવું બંને છોડ માટે નુકશાનકારક છે. ગુલાબના છોડને વધુ પાણીની જરૂર નથી હોતી. તેને પાણી ત્યારે જ આપો જ્યારે તેમાં માટી સુકાઈ ગઈ હોય. જો તમે ગુલાબના છોડને દરરોજ પાણી આપશો તો તેના પાન પીળા થઈને ખરવા લાગશે અને તેની જડમાં ફંગસ થવા લાગશે. જો છોડ તડકામાં રાખેલો છે તો તેને દરરોજ પાણી આપવાની જરૂર પડશે. આમ જ ઓછું પાણી પાવું એ પણ નુકશાનકારક સાબિત થાય છે. આમ પાણી આપતી વખતે તે ધ્યાન રાખો કે માટીના તો સુકાઈને પથ્થર જેવી થઈ જાય અને ભીની ન રહે.
દરરોજ માટેનું ખાતર : તમે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરી શકો છો. ગુલાબ માટે કેળાનું પીલ ખાતર, ચાની ભુકીનું ખાતર વગેરે ખુબ સારા છે. એવું એટલા માટે કે ગુલાબના છોડને એસીડીક માટી પસંદ હોય છે. તમને આ બંને ખાતર ઘરે જ મળી જાય છે.કેળાનું પીલ ખાતર – 2-3 દિવસ સુધી તડકે કેળાની છાલને સુકવી દો. ત્યાર પછી તેને પીસીને પાવડર બનાવી લો. આ પાવડરને દર 15 દિવસે ગુલાબના છોડમાં માટીમાં નાખો.
ચાની ભુકીનું ખાતર – નોર્મલ ગ્રીન ટી અથવા ચાની ભૂકીને પાણીમાં ઉકાળો, ઠંડી થઈ જાય એટલે તેને ગાળીને ગુલાબના છોડમાં નાખી દો. આ સિવાય તમે વર્મી કોમ્પોસ્ટ અને કોકો પીટ પણ નાખી શકો છો. તે પણ સારું કામ કરે છે.તડકો મળે, પણ સીમિત માત્રામાં : ઘણા લોકો એવી ભૂલ કરતા હોય છે કે, તેઓ ગુલાબના છોડને ખુબ જ તેજ તડકે મૂકી દે છે. ગુલાબના છોડને તડકો ઓછો જોઈએ છે, આથી જો તમે તેને તડકે રાખશો તો ઓછા ફૂલ આવશે. તેને દિવસ દરમિયાન 2-3 કલાકનો તડકો મળી જાય તે ઘણો છે. પરંતુ તેને વધુ તડકે ન રાખો.
જીવજંતુઓનું ધ્યાન રાખો : ગુલાબના છોડ પર જીવજંતુઓ પણ ખુબ જ ઝડપથી થઈ જાય છે. આથી તમે મહિનામાં એક વખત નીમ ઓઈલ જરૂર છાંટો. અથવા લીમડાના પાવડરને માટીમાં પણ નાખી શકો છો. આમ કરવાથી ગુલાબનો છોડ જીવજંતુઓથી બચી જશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
Very helpful…thanks👍