ડેબિટ કાર્ડ ઘરે ભૂલી ગયા હો તો ટેન્શન લેવાની જરૂર નથી, કાર્ડ વગર પણ ATM માંથી ઉપાડી શકો છો તમે પૈસા… જાણો સ્ટેપ બાય સ્ટેપની સરળ પ્રોસેસ…

મિત્રો ડેબિટ કાર્ડ દ્વારા એટીએમ મશીન માંથી પૈસા કાઢવાની સુવિધા વિશે તો આપણે સૌ જાણીએ જ છીએ. જોકે વધતી ટેકનોલોજી ની સાથે તમે હવે કાર્ડ વગર પણ એટીએમ મશીન માંથી પૈસા કાઢી શકો છો. જો તમે એટીએમ કાર્ડ લઈને ફરવામાં મુશ્કેલી અનુભવતા હોય કે ક્યારેક તમારું એટીએમ કાર્ડ ઘરે ભૂલી ગયા હોય તો પણ સરળતાથી એટીએમ માંથી પૈસા કાઢી શકો છો.

જો તમે ભીમ, પેટીએમ, ફોન પે, ગૂગલ પે, એમેઝોન પે જેવા UPI નો ઉપયોગ કરો છો તો તમે ડેબિટ કાર્ડ વગર પણ સરળતાથી એટીએમ માંથી પૈસા કાઢી શકો છો. જોકે યુપીઆઈ દ્વારા કાર્ડ લેસ કેશ વિડ્રોલની સુવિધા અત્યારે કેટલાક માત્ર પસંદગીના બેંક એટીએમમાં ​​જ ઉપલબ્ધ છે. જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, એચડીએફસી બેંકના એટીએમનો સમાવેશ થાય છે.👉 યુપીઆઈ એપ દ્વારા આ રીતે કરો એટીએમ કેશ વિડ્રોલ:- 

  • એટીએમ મશીન પર ગયા બાદ સ્ક્રીનમાં Cash Withdrawal વિકલ્પને પસંદ કરો.
  • હવે સ્ક્રીનમાં યુપીઆઈ નો વિકલ્પ પસંદ કરો.
  • ત્યારબાદ એક QR કોડ આવશે.
  • તમારા મોબાઇલમાં યુપીઆઈ એપ ઓપન કરો અને QR કોડ સ્કેન કરો.
  • હવે એમાઉન્ટ દાખલ કરો. ( આ સુવિધા દ્વારા તમે એકવારમાં વધુમાં વધુ 5000 રૂપિયા કાઢી શકો છો.)
  • યુપીઆઈ પીન દાખલ કરો અને પ્રોસિડ પર ટેપ કરો.
  • હવે તમને એટીએમ મશીનમાંથી કેશ મળી જશે.

👉 શું છે યુપીઆઈ:- જણાવીએ કે યુપીઆઈ એક રીયલ ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે, જે એક બેંકના એકાઉન્ટથી બીજા બેંકના એકાઉન્ટમાં પૈસા તુરંત જ ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે.ખાસ વાત એ છે કે યુપીઆઈ દ્વારા રાત હોય કે દિવસ ક્યારેય પણ મની ટ્રાન્સફર કરી શકાય છે.

યુપીઆઈ ના માધ્યમથી તમે એક બેંક એકાઉન્ટને અનેક યુપીઆઈ એપ થી લીંક કરી શકો છો. તેમજ અનેક બેન્ક એકાઉન્ટ ને એક યુપીઆઇ એપ ના દ્વારા સંચાલિત કરી શકો છો. ખાસ વાત એ છે કે યુપીઆઈ તમને સ્કેનર, મોબાઇલ નંબર,યુપીઆઇ આઇડી આમાંથી માત્ર એક જાણકારી હોવા પર પણ પૈસા ટ્રાન્સફરની સુવિધા આપે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment