આ દેશી શરબત સાથે ખાઈ લ્યો લસણની બે કળી, ધમનીઓમાં જ ઓગળી દેશે ખરાબ કોલેસ્ટ્રોલ… શરીરની એકેએક નસ સાફ થઇ જશે મફતમાં જ…

મિત્રો ખરાબ કોલેસ્ટ્રોલ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મોટી જોખમકારક બીમારી  છે. એલ ડી એલ આપણી ધમનીઓમાં ચિકાસ પડતા પદાર્થોને જમા કરવા લાગે છે જેથી કરીને હાર્ટ બ્લોકેજ નું જોખમ વધી જાય છે. પરંતુ ખરાબ કોલેસ્ટ્રોલ લીંબુના રસ અને લસણના સેવનથી દૂર કરી શકાય છે. લીંબુનો રસ અને લસણ કેવી રીતે ખરાબ કોલેસ્ટ્રોલ નો નાશ કરે છે તે વિશે આપણે જાણીએ વિસ્તારપૂર્વક. 

ભારતીય આયુર્વેદમાં સદીઓથી લસણનો ઉપયોગ અનેક બીમારીઓના ઈલાજમાં કરવામાં આવે છે. લસણ અનેક મોહક ગુણોથી ભરેલું હોય છે. આધુનિક વિજ્ઞાનમાં પણ એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે લસણમાં અનેક પ્રકારના ઔષધીય ગુણો છે, જે અનેક બીમારીઓના ઈલાજમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. લસણમાં ઈમ્યુનિટી બુસ્ટિંગની ક્ષમતા હોય છે સાથે જ લસણમાં સોજા વિરોધી ગુણો પણ ભરપૂર હોય છે. લસણમાં અનેક પ્રકારના એન્ટિઓક્સિડન્ટ ઉપલબ્ધ હોય છે. જે હૃદયને તંદુરસ્ત રાખે છે સાથે જ ખરાબ કોલેસ્ટ્રોલ ને ધમનીઓમાંથી કાઢવામાં મદદ કરે છે.લસણમાં બાયો એક્ટિવ કમ્પાઉન્ડ એલિસિન ઉપલબ્ધ હોય છે જે અત્યંત લાભદાયક હોય છે. ઘણા અધ્યાયનોમાં એ સાબિત થઈ ચૂક્યું છે કે લસણ શરીરની કોશિકાઓમાં સોજાને દૂર કરે છે, ઇમ્યુનિટીને વધારે છે. પરંતુ જો લીંબુના રસમાં લસણને મેળવીને સેવન કરવામાં આવે તો સોનામાં સુગંધ ભળી જાય.

👉અચાનક ઘટી જાય છે ખરાબ કોલેસ્ટ્રોલ:- ડોક્ટરના જણાવ્યા પ્રમાણે જયારે લસણની કળીને કાપી દેવામાં આવે કે તેને દબાવવામાં આવે તો તેમાંથી સલ્ફર કમ્પાઉન્ડ પણ બની જાય છે. તેથી આ હૃદય સંબંધિત મુશ્કેલીઓને દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે. ડોક્ટરનું કહેવું છે કે આજે મોટાભાગના મૃત્યુ થવામાં કાર્ડિયો વેસ્ક્યુલર ડિસીઝ જવાબદાર છે. તેનાથી ધમનીઓમાં પરત બનવા લાગે છે. લસણ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરીને ધમનીઓમાં પરત થતા બચાવે છે અને આ સ્નાયુઓમાં સોજો નથી આવવા દેતું.ડોક્ટરે જણાવ્યું કે અધ્યયનમાં એ સાબિત થઈ ચૂક્યું છે કે લસણ કોલેસ્ટ્રોલ ને દૂર કરે છે. પરંતુ ઈરાનમાં થયેલા એક અધ્યયન પ્રમાણે જ્યારે લસણને લીંબુના રસ સાથે મેળવવામાં આવ્યું તો તેનું સેવન કરવામાં આવ્યું તો પરિણામ ખૂબ જ આશ્ચર્ય પમાડનારું હતું. લીંબુના રસની સાથે માત્ર એક લસણની કળીનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ 10% સુધી ઘટી ગયું.

👉 અભ્યાસમાં પણ થયું સાબિત:- ડોક્ટર ના જણાવ્યા પ્રમાણે લીંબુ માં હાજર વિટામિન સી પાવરફુલ એન્ટિઓક્સિડન્ટ હોય છે. આ ફ્રી રેડીકલને દૂર કરીને હૃદયનું રક્ષણ કરે છે. વિટામીન b6 સ્વસ્થ રક્તવાહિનીઓને પ્રોત્સાહન આપે છે અને હૃદય નું રક્ષણ કરે છે. બીજી બાજુ, સેલેનિયમ ઓક્સિડેટીવ તણાવને કારણે હૃદયને નુકસાન થતા બચાવે છે.તેમજ મેંગેનીઝ હાડકાના સ્વાસ્થ્ય અને કાર્બોહાઇડ્રેટ્સ તથા ચરબીના ચયાપચયને વધારે છે. ડોક્ટરે જણાવ્યું કે લસણની એક કળી લગભગ છ ગ્રામની હોય છે. જો તમે એક દિવસમાં એક કે અડધી કળી લસણ ખાવ છો તો તમે દરરોજ ત્રણ થી છ ગ્રામ સુધી લસણનું સેવન કરી રહ્યા છો. 2018 ના એક અધ્યયનમાં જાણવા મળ્યું કે લસણના બે ગ્રામ પાવડરનું સેવન કરવાથી સંપૂર્ણ કોલેસ્ટ્રોલમાં કમી આવી અને એલડીએલ કોલેસ્ટ્રોલ ઘટી ગયું.

👉 લસણ અને લીંબુનો ઉપયોગ કેવી રીતે કરવો:- ડોક્ટરે જણાવ્યું કે લસણ અને લીંબુ ને તમે વિવિધ વાનગીઓ, સૂપ, ચટણી જેવી વસ્તુઓમાં મેળવીને ખાઈ શકો છો. હૃદય ને સ્વસ્થ રાખવા માટે એ ખૂબ જ સરળ રીત છે. જોકે આ વિશે તમે તમારા ડોક્ટરની સલાહ લો છો તો તે વધારે સારું રહેશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment