ગુરુવારના દિવસે બોલો ભગવાન વિષ્ણુનો આ મહામંત્ર પછી જુઓ નોકરી અને બીઝનસમાં જરૂર તરક્કી થશે.

💁 મિત્રો જીવનમાં સુખ અને દુઃખ આવતા રહેતા હોય છે આ પ્રકૃતિનો નિયમ છે. પરંતુ ખુદ જ્યોતિષ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે કે અમુક એવા માધ્યમ છે કે જેના દ્વારા વ્યક્તિ પોતાના દુઃખના સમયકાળને ઓછો કરીને સુખની સમય સીમાને વધારી શકે છે. તમે ખુદ તમારી આસપાસ જોયું હશે કે ઘણા બધા એવા લોકો હોય છે જે દરેક સમયે કોઈને કોઈ પરેશાનીથી ઘેરાયેલા હોય છે. પરંતુ ઘણા બધા એવા લોકો પણ હોય છે જે હંમેશા ખુશ જ રહેતા હોય છે અને હંમેશા તેની સાથે સારું જ થતું હોય છે. આવા લોકોને આપણે ક્યારેક જ દુઃખી જોતા હોઈએ છીએ.

💁 તો તમે પણ તમારી જિંદગીને ખુબ જ ખુશીથી અને આનંદપૂર્વક જીવી શકશો. આજે અમે એક એવો ઉપાય લઈને આવ્યા છીએ જેને અપનાવવાથી તમારા જીવનમાં સદા માટે ખુશી જ રહેશે. મિત્રો જે ઉપાય વિશે અમે જણાવી રહ્યા છીએ તે ઉપાય તમારે માત્ર ગુરુવારના દિવસે જ કરવાનો છે. કેમ કે ગુરુવારનો સીધો ભગવાન વિષ્ણુની સાથે સંબંધિત છે અને ગુરુવારનો સંપૂર્ણ દિવસ ભગવાન વિષ્ણુને જ સમર્પિત હોય છે.

💁 ગુરુવારના દિવસે તુલસીની નીચે શાલીગ્રામ રાખીને અમે જે જણાવશું તે મંત્રને અગિયાર વાર બોલશો તો માનવામાં આવે છે વ્યક્તિની બધી જ મનોકામના પૂર્ણ થઇ જાય છે. પરંતુ તેની પહેલા અમે બતાવી દઈએ કે શાલીગ્રામ ખરેખર છે શું. ?

💁 મિત્રો વિષ્ણુ પુરાણ અનુસાર શાલીગ્રામને સાક્ષાત ભગવાન વિષ્ણુનો જ અવતાર માનવામાં આવે છે. આ ભગવાન વિષ્ણુનું એક માત્ર એવું પ્રતિરૂપ છે જેને ઘરમાં રાખવા માટે પ્રાણપ્રતિષ્ઠા નથી કરવી પડતી. કેમ કે શાલીગ્રામને સ્વયંભુ વિષ્ણુ માનવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ શાલીગ્રામને પોતાના ઘરમાં રાખીને તેની પૂજા કરી શકે છે.

💁 પુરાણો અનુસાર ત્રિદેવ માંથી ભગવાન શિવ અને વિષ્ણુ બંનેએ જગતના કલ્યાણ માટે પાર્થિવ રૂપ ધારણ કર્યું હતું. નર્મદા નદીમાંથી નીકળતા ગોળ નાના દરેક પથ્થરને શિવનું રૂપ માનવામાં આવે છે અને નેપાળની ગંડની નદીના તળમાં મળતા કાળારંગના લીસ્સા પથ્થર સાક્ષાત ભગવાન વિષ્ણુ માનવામાં આવે છે. જેને આપણે બધા શાલીગ્રામના નામે ઓળખીએ છીએ.

💁 એવું માનવામાં આવે છે કે શાલીગ્રામ અને તુલસીના વિવાહ કરવાથી તમને કન્યા દાનનું સમાન ફળ અને પુણ્ય પ્રાપ્ત થાય છે. એટલું જ નહિ મિત્રો શાલીગ્રામને જે પાણીમાં અડાડવામાં આવે અને તે પાણીથી સ્નાન કરવા માત્રથી તમને બધા જ તીર્થની પવિત્ર નદીઓમાં સ્નાન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. રોજ શાલીગ્રામની પૂજા તુલસીની સાથે કરવાથી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની કૃપા તે ઘર ઉપર સદા રહે છે. તથા બીમારી અને દરિદ્રતા ઘરથી ખુબ જ દુર રહે છે. મિત્રો તમારે ગુરુવારના દિવસે તમારા ઘરના તુલસીના છોડની નીચે શાલીગ્રામ શીલાને રાખવાની અને એક ઘીનો દીવો તુલસીના છોડની સામે પ્રજવલિત કરવાનો છે પછી બંને હાથ જોડીને આ મંત્રને અગિયાર વાર બોલવાનો છે.

💁 તે મંત્ર છે “ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ” મિત્રો આ ઉપાય માત્રથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે અને તમારા પરિવારને દરેક પરેશાનીથી ભગવાન વિષ્ણુ બચાવશે.

👉  તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ   (૩) ગુડ   (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment