☘ ચીલની ભાજી….. ☘
☘ આજે અમે આ લેખમાં જણાવશું એક એવી વસ્તુ વિશે જે બધી જ દવાઓ કરતા સર્વ શ્રેષ્ઠ છે. તમે જીવનભર ક્યારેય કોઈ પણ મેડીસીન અથવા દવા નથી ખાવા માંગતા તો આજે અમે જે છોડની વાત કરવા જઈ રહ્યા છીએ તેના વિશે અવશ્ય દરેક વ્યક્તિએ જાણવું જોઈએ. તો ચાલો તેના વિશે થોડી માહિતી જોઈએ.
☘ મિત્રો આજે અમે એક એવા છોડ વિશે જણાવીશું જેના ફાયદા ઘણા બધા છે અને તેના વિશે ખુબ જ ઓછા લોકો જાણતા હોય છે. આ એક એવો છોડ છે જે વાડીઓમાં અથવા ખેતરોમાં આપ મેળે જ ઉગી જાય છે અને ત્યાં જ જોવા મળે છે. તેમાં રહેલાગુણ આપણા બધા જ માટે ખુબ જ આવશ્યક છે. તેનું નામ છે ચીલની ભાજી. જેના સેવનથી એવી ઘણી બધી બીમારીથી છુટકારો મળી જશે અને જીવનમાં પણ ક્યારેય દવા ખાવાની જરૂર નહિ પડે. તો ચાલો જાણીએ કે ચીલની ભાજી ખાવાના ફાયદા.
☘ પેટની બધી જ સમસ્યાને દુર કરે છે. ચીલની ભાજીના રસને કાઢીને તેમાં અડધી ચમચી મીઠું નાખીને પીવાથી આપણા પેટના બધા કીટાણુંઓ મરી જાય છે અને આપણે પછી ક્યારેય પણ પેટ સાથે સંબંધિત સમસ્યા નથી થતી અને પાચનક્રિયા પણ ખુબ સરળ થઇ જાય છે.
☘ પેશાબમાં થતી બળતરાથી છુટકારો અપાવે છે. જો ચીલની ભાજીને એક ગ્લાસ પાણીમાં મીઠું, જીરું અને લીંબુ સાથે ઉકાળીને તે પાણી પીવો તો પેશાબમાં થતી બળતરા અને દુઃખાવામાંતરત જ રાહત મળી જશે.
☘ વાળમાં પડેલા ટોલાને પણ ખતમ કરે છે. જો તમારે માથાના વાળમાં ખોડો અથવા ટોલા પડેલા હોય તો ચીલની ભાજીને લીંબુની સાથે ઉકાળી લો અને તેના પાણીથી માથું ધોઈ નાખો. તેનાથી તમને તરત જ રાહત મળી જશે.
☘ ત્વચા સંબંધિત સમસ્યાને પણ દુર કરે છે, ત્વચા પર સફેદ દાગ, ખરજવું, ખંજવાળ આવવી, ચર્મ રોગ જેવી સમસ્યા હોય તો ચીલની ભાજીને રોજ પીવી જોઈએ તેનાથી તમને ખુબ જ લાભ થાય છે અને થોડા જ દિવસમાં ત્વચા સંબંધિત બધી જ બીમારી માંથી રાહત મળી જાય છે.
☘ તાવ આવતો હોય ત્યારે. મિત્રો તમને તાવ અથવા મેલેરિયાની સમસ્યા છે તો તમારે ચીલની ભાજીના રસનું સેવન જરૂર કરવું જોઈએ. આ બીમારીમાં આ છોડ એક અસરકારક દવા સાબિત થાય છે.
☘ પથરીની સમસ્યાને પણ દુર કરે છે. પથરીની સમસ્યાથી પીડાતા લોકો હોય તેવા લોકોએ ચીલની ભાજીમાં ખાંડ ઉમેરીને તેનું સેવન કરેવું જોઈએ તેનાથી ગમે તેટલી મોટી પથરી હોય જે ખુબ જ ઝડપથી બહાર નીકળી જાય છે અને પથરીની સમસ્યા ખુબ આસાનીથી સમાપ્ત થઇ જાય છે.
☘ મોં સાથે જોડાયેલી બધી જ સમસ્યા. જો તમારા મોં સાથે કોઈ પણ સમસ્યા જોડાયેલી હોય તો આ છોડના પાંનને ચાવવાના છે. મોં માં કોઈ પણ તકલીફ હોય માત્ર એક જ દિવસમાં મટી જશે તેનાથી ખુબ જ લાભ થશે.
☘ તો એક સામાન્ય રીતે આપણને જોવા મળતો આ છોડ આપણા માટે ખુબ જ લાભદાયક છે. જો આમાંથી કોઈ પણ સમસ્યા હોય તો આજથી ચીલની ભાજીનું સેવન દવા તરીકે ચાલુ કરી દો. જો તમે કોઈ સામાન્ય બીમારી માટે દવા લઇ રહ્યા હોવ તો સાવધાન થઇ જજો કેમ તે આપણી તકલીફને જલ્દી મટાડે પરંતુ તે આપણને ખુબ જ જલ્દી નુંકશાન પણ કરે છે. એટલા માટે હંમેશા દેશી દવાઓનો ઉપયોગ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી રહે છે અને તે આપણને લાંબા સમય સુધી ફાયદાકારક રહે છે.
(નોંધ )-ગુજરાતી ડાયરો ની આ જાણકારી, દેશી ઉપચાર અને આયુર્વેદ પર આધારિત છે આ માહિતી નેટ , બુક્સ અને લેખકો દ્વારા સંકલિત કરવામાં આવી છે , કોઈ પણ દવા કે સુજાવ તમારા શરીર અને તાસીર પર આધાર રાખે છે તો લેતા પેહલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી એ જવાબદારી તમારી રહેશે.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
બહુજ કામની માહીતી. પથરી વાળાને ફોરવર્ડ કરી.