જો ઘરમાં આ સિક્રેટ જગ્યાએ લાફીંગ બુધ્ધા રાખી દેશો તો ઘરમાં થશે પૈસાનિ રેલમછેલ… જાણો કઈ જગ્યાએ રાખવા ?

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતીના

🎎 ઘરમાં લાફીંગ બુદ્ધા રાખવાથી થતા ફાયદાઓ… 🎎

🎎 આજનો ટોપિક અમારો ખુબ જ મહત્વનો છે. આજે અમારો ટોપિક છે લાફીંગ બુદ્ધા ઉપર. મિત્રો આજે અમે તમને જણાવીશું કે ઘરમાં કંઈ જગ્યા પર લાફીંગ બુદ્ધાને રાખવા જોઈએ, ક્યાં પ્રકારના લાફીંગ બુદ્ધા રાખવાથી ક્યાં લાભો થાય છે તેમજ ઘરમાં લાફીંગ બુદ્ધા રાખવાથી શું ફાયદો થાય છે.Image Source :

🎎 મિત્રો તમે લગભગ ઘરોમાં લાફીંગ બુદ્ધા જોયા હશે. લાફીંગ બુદ્ધાનું ખુબ જ મહત્વ છે. કહેવાય છે કે તે આપણી દરેક મનોકામના પૂરી કરે છે. તેથી જ તો તેને ઘરમાં રાખવા તે ખુબ જ શુભ મનાય છે. સામાન્ય રીતે અલગ અલગ પ્રકારના અને અલગ અલગ કાળના લાફીંગ બુદ્ધા બજારમાં જોવા મળે છે. તો મિત્રો તેમાંથી ક્યાં પ્રકારના લાફીંગ બુદ્ધા ખરીદવા લાભદાયી છે તે જાણવું પણ ખુબ જ જરૂરી છે. જે અમે તમને આ આર્ટીકલ દ્વારા જણાવીશું.

🎎 મિત્રો સૌથી પહેલા તો વાત કરીએ કે લાફીંગ બુદ્ધાને ક્યાં અને કેવી રીતે રાખવા તો લાફીંગ બુદ્ધાને ઘરના મુખ્ય દ્વાર પાસે રાખવા જોઈએ. એવી જગ્યાએ કે જ્યાં ઘરમાં આવનાર દરેક વ્યક્તિની નજર તેના પર પડે. લાફીંગ બુદ્ધાને અઢીથી ત્રણ ફૂટની ઊંચાઈ પર રાખવા જોઈએ. કોઈ ટેબલ પર તમે તેને રાખી શકો છો. મિત્રો એક બાબતનું ખાસ ધ્યાન રાખવું કે લાફીંગ બુદ્ધાને એવી રીતે રાખવા કે કોઈ તેનાથી ભટકાય નહિ.Image Source :

🎎 મિત્રો લાફીંગ બુદ્ધાની સ્માઈલની જેમ જ આપણી જિંદગી પણ ખુશીથી ભરપુર રહે છે જ્યારે આપણે યોગ્ય જગ્યાએ લાફીંગ બુદ્ધા રાખી દઈએ. લાફીંગ બુદ્ધાને તમે ઘર અથવા ઓફીસ બંને જગ્યાએ રાખી શકો છો. ઘરમાં રાખવાથી સુખ સમૃદ્ધિ વધે છે. તેમજ આવકમાં પણ વધારો થાય છે. તે જ રીતે જો તમે ઓફિસમાં લાફીંગ બુદ્ધા રાખો તો તેનાથી તમારું ત્યાં માન સમ્માન વધી જાય છે.

🎎 મિત્રો હવે વાત કરીએ કે આપણે ક્યાં પ્રકારના લાફીંગ બુદ્ધા ખરીદવા જોઈએ. તો મિત્રો બજારમાં તમને વિવિધ પ્રકારના ઘણા લાફીંગ બુદ્ધા જોવા મળશે પરંતુ હમેંશા તમારે તેવા લાફીંગ બુદ્ધા રાખવાના છે જેના હાથમાં થેલો હોય અને તે થેલો પણ મિત્રો ભરેલો હોવો જોઈએ. એટલો ભરેલો કે થેલાની વસ્તુ બહાર નીકળી ગયેલી દેખાવી જોઈએ. સામાન્ય રીતે લાફીંગ બુદ્ધાની મૂર્તિ માટીની બનેલી હોય છે પરંતુ ધાતુની બનેલી મૂર્તિ પણ રાખી શકો. પરંતુ તેનો પ્રભાવ અલગ હોય છે.

Image Source :

🎎 ઘણી વખત કોઈ વ્યક્તિ નિર્ણય ઝડપથી નથી લઇ શકતા. તેની નિર્ણય શક્તિ નબળી હોય તો તે નિર્ણય લેવામાં લાંબો સમય લે છે અથવા તો નિર્ણય નથી લઇ શકતા. તો આવા લોકો જો હસતા હોય તેવી ધાતુની બનેલી લાફીંગ બુદ્ધાની મૂર્તિ ઘરમાં અને ઓફિસમાં સ્થાપિત કરી શકો છે. તેનાથી તે વ્યક્તિની નિર્ણયશક્તિ વધે છે.

મિત્રો તમે લાફીંગ બુદ્ધાની મૂર્તિ ઘરે તથા ઓફિસે ગમે ત્યાં રાખો પરંતુ તેની ઊંચાઈનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ ઉપરાંત જો ક્યારેય મૂર્તિ ખંડિત થઇ જાય તો તેને પાણીમાં વહાવી દેવી જોઈએ. આ ઉપરાંત જો મૂર્તિ પર ધૂળ લાગી ગઈ હોય તો તરત જ સાફ કરી લેવી જોઈએ. મિત્રો તમે બધા ભગવાનની મૂર્તિની પૂજા કરી શકો છો પરંતુ તમારે ક્યારેય પણ લાફીંગ બુદ્ધાની પૂજા ન કરવી જોઈએ. હા રોજ તેને સાફ કરવી જોઈએ પરંતુ પૂજા ન કરવી જોઈએ.

Image Source :

🎎 મિત્રો હંમેશા સ્નાન બાદ જ લાફીંગ બુદ્ધાની મૂર્તિ સાફ કરવી જોઈએ. અને આવું રોજે નિયમિત રીતે કરવું જોઈએ. જો મિત્રો તમારે સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તો રોજ સવારે સ્નાન બાદ તેની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે.

🎎 અને મિત્રો લાફીંગ બુદ્ધાની ખાસ વાત એ છે કે તે ઘરની બીમારીઓને દૂર કરે છે. ધનમાં વૃદ્ધિ કરે છે તેમજ તે આપણી દરેક મનોકામનાને પૂરી કરે છે. મિત્રો આ મૂર્તિને તમારે જમીન ઉપર, બાથરૂમ કે રસોડામાં, બેડરૂમ કે ડાઈનીંગ ટેબલ પર ન રાખવી જોઈએ.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

 👉  તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

2 thoughts on “જો ઘરમાં આ સિક્રેટ જગ્યાએ લાફીંગ બુધ્ધા રાખી દેશો તો ઘરમાં થશે પૈસાનિ રેલમછેલ… જાણો કઈ જગ્યાએ રાખવા ?”

  1. Helpful but i am still confused…. If these and other ideas of making YOU prosper and rich then why it is not promoted?
    Besides, there are many many other tips that make YOU rich, and India still in that poor, desperate, poor ness and slave type life style????

    Reply

Leave a Comment