ફક્ત 7 દિવસ સુધી આનું સેવન કફ, કબજિયાત અને બવાસીરનો કરી દેશે સફાયો, શરીરની નાની મોટી અનેક બીમારીઓને દુર કરી પેટ અને ફેફસાને કરી દેશે સાફ..

અંજીરમાં ભરપુર માત્રામાં તાંબુ, સલ્ફર અને ક્લોરીન રહેલું હોય છે. તાજા અંજીરમાં વિટામીન એ ભરપુર માત્રામાં રહેલ છે.આ સિવાય તેમાં વિટામીન બી અને સી પણ રહેલ છે. આ સિવાય તમને જણાવી દઈએ કે, તાજા અંજીર કરતા સુકા અંજીરમાં શર્કરા અને ક્ષાર ત્રણ ગણો રહેલો છે. જે સ્વાસ્થ્ય માત્ર ખુબ ફાયદાકારક છે. એવું નથી કે આનું સેવન માત્ર પુરુષો જ કરી શકે, તેનું સેવન દરેક વ્યક્તિ કરી શકે છે.

અંજીર એક એવું ફળ છે જેને સુકવીને પણ ખાઈ શકાય છે. જો કે અંજીરનું ફળ દરેક ઋતુમાં નથી મળતું, પણ તે સુકા મેવા જરૂર મળી જાય છે. 5 થી 6 અંજીર દરરોજ સેવન કરીને તમે અનેક બીમારીથી બચી શકો છો. ચાલો તો તેના ફાયદાઓ વિશે અને તે ક્યાં રોગોમાં ઉપયોગી છે તે જાણી લઈએ.

કબજિયાતમાં – 1) : 3 થી 4 અંજીર દુધમાં ઉકાળીને રાત્રે સુતા પહેલા સેવન કરો અને ઉપરથી તે દુધને પિય જાવ, તેનાથી બવાસીર અને કબજિયાતમાં રાહત મળે છે.
2) 10 ગ્રામ અંજીર સુતા પહેલા લેવાથી કબજિયાતમાં રાહત રહે છે.
3) 5 થી 6 અંજીર 250 મિલીલીટર પાણીમાં ઉકાળી લો, આ પાણીને ગાળીને પીવાથી કબજિયાતમાં રાહત મળે છે.

4) 2 અંજીરને રાત્રે પાણીમાં પલાળીને સવારે તેને ચાવીને ખાવાથી પેટ સાફ થઈ જાય છે.
5) અંજીરના 4 દાણા રાત્રે સુતા પહેલા પાણીમાં પલાળી દો, સવારે તે દાણાને મસળીને તેને પિય જાવ.
6) 2 થી 4 અંજીરના ફળ ખાવાથી દસ્ત થઈ શકે છે. પણ તેને ખાતી વખતે ધ્યાન રાખો કે તેમાંથી નીકળતું દૂધ ત્વચા પર ન પડે નહિ તો જલન અથવા તો ચેચક થઈ શકે છે.
7) ભોજન કરતી વખતે અંજીરની સાથે મધનોન પ્રયોગ કરવાથી કબજિયાતની તકલીફ નથી રહેતી.

દમ/અસ્થમા માટે – 1) : દમ કે જેમાં લોકોને કફ નીકળતો હોય, તેમાં અંજીર ખાવું ખુબ જ સારું છે. તેનાથી કફ બહાર આવે છે અને રોગીને આરામ મળે છે.
2) પ્રતિદિન થોડા અંજીર ખાવાથી શરીરમાંથી મળ સાફ થાય છે અને નિયમિત આવે છે. 2 થી 4 સુકા અંજીર દુધમાં ઉકાળીને સેવન કરવાથી કફની માત્રા ઓછી થાય છે. શરીરમાં નવી શક્તિ આવે છે અને અસ્થમા રાહત મળે છે.

તરસ લાગવી : જ્યારે તમને વારંવાર તરસ લાગે છે ત્યારે અંજીરનું સેવન કરવાથી તેમાં રાહત મળે છે.
મોઢાના ચાંદા : મોઢાના ચાંદાથી રાહત મેળવવા માટે અંજીરનો રસ ખુબ જ પ્રભાવી કામ કરે છે.
દાંતનો દુખાવો : અંજીરના દૂધને દુખતા દાંત પર રૂમાં પલાળીને લગાવવાથી રાહત થાય છે. અંજીરના છોડમાંથી નીકળતા દુધમાં રૂ પલાળીને સડતા દાંત લગાવવાથી કીટાણું નાશ પામે છે અને દાંતનો દુખાવો દુર થાય છે.

પેશાબ વધુ આવવો : 3 થી 4 અંજીર ખાઈને 10 ગ્રામ કાળા તલ ખાવાથી આ કષ્ટ પણ દુર થાય છે.
ખીલ : ખીલની સમસ્યા દુર કરવા માટે કાચા અંજીરનું દૂધ ખીલ પર લગાવવાથી રાહત મળે છે.
ત્વચાના વિભિન્ન રોગ : કાચા અંજીરનું દૂધ બધી ત્વચા સંબંધી રોગોનો ઈલાજ કરી શકે છે. અંજીરનું દૂધ લગાવવાથી ખંજવાળ, ફોડલીઓ અને ધાધર જેવી સમસ્યા પણ દુર થાય છે. બદામની અને છુહારેની સાથે અંજીર ખાવાથી ધાધર, ખંજવાળ, તેમજ ચામડીના અન્ય રોગોમાં રાહત આપે છે.

નબળાઈ : પાકેલા અંજીરને બરાબર માત્રામાં વરીયાળી સાથે ચાવી-ચાવીને ખાવાથી રાહત મળે છે. તેનું સેવન 40 દિવસો સુધી કરવાથી શારીરિક નબળાઈ દુર થાય છે. અંજીરને દુધમાં ઉકાળીને તેનું સેવન કરવાથી શક્તિમાં વૃદ્ધિ થાય છે અને લોહી પણ વધે છે.
રક્તની વૃદ્ધિ : 10 મખણા અને 5 અંજીર 200 મિલીલીટર દુધમાં ઉકાળીને ખાવ, ઉપરથી તે દૂધનું સેવન કરો, તેનાથી રક્ત વિકાર દુર થાય છે.
શક્તિ : સુકા અંજીર અને ફોલેલી બદામને પાણીમાં ઉકાળો, તેને સુકવીને તેમાં દાણાદાર સાકર, એલચી, કેસર, ચારોળી, પીસ્તા અને બદામ બરાબર માત્રામાં મિક્સ  કરીને ગાયના ઘીમાં રહેવા દો. પછી દરરોજ 20 ગ્રામની માત્રામાં સેવન કરો. નાના બાળકો માટે આ ખુબ જ સારું છે.

જીભનો સોજો : સુકા અંજીરનો ઉકાળો બનાવીને તેનો લેપ કરવાથી ગળા અને જીભનો સોજોમાં રાહત મળે છે.
સફેદ કોઢ – 1) : અંજીરના વૃક્ષની છાલને પાણીની સાથે પીસી નાખો, પછી તેમાં 4 ગણું ઘી નાખીને ગરમ કરો. તેને હરતાલની ભસ્મ સાથે સેવન કરવાથી સફેદ કોઢ દૂર થાય છે.
2) અંજીરના કાચા ફળ માંથી દૂધ કાઢીને સફેદ કોઢ પર 4 મહિના સુધી લગાવવાથી આ ડાઘ દુર થાય છે.
3) અંજીરના પાનનું રસ સફેસ કોઢ પર સવાર સાંજ લગાવવાથી લાભ થાય છે.

ગળાનો સોજો : સુકા અંજીરને પાણીમાં ઉકાળીને લેપ કરવાથી ગળાની અંદરનો સોજો દુર થાય છે.
શ્વસન રોગ : અંજીર અને ગોરખ આંબલી (જંગલી જલેબી) 5-5 ગ્રામની માત્રામાં દરરોજ સવારે સેવન કરવાથી હૃદય રોગ અને શ્વસન રોગ દુર થાય છે.
શરીરની ગરમી : પાકેલું અંજીર લઈને, તેની છાલ કાઢીને તેને બે સમાન ટુકડામાં કાપી લો. આ ચીરામાં સાકર ભરીને ઓસમા રાખી દો. 15 દિવસ આ પ્રયોગ કરવાથી શરીરની ગરમી દુર થઈ જશે.
તાવ : પાણીમાં 5 અંજીર નાખીને ઉકાળી લો, તેને ગાળીને આ પાણીને સવાર સાંજ ગરમ ગરમ પીવાથી તાવમાં રાહત થાય છે.

ફેફસાના રોગ : ફેફસાના રોગમાં 5 અંજીરને એક ગ્લાસ પાણીમાં ઉકાળીને તેને ગાળીને સવાર સાંજ પીવું જોઈએ.
પેઢામાં લોહી : અંજીરને પાણીમાં ઉકાળીને તે પાણીથી દરરોજ બે વખત કોગળા કરવા. તેનાથી પેઢામાં આવતું લોહી બંધ થઈ જશે, અને મોઢામાંથી આવતી દુર્ગંધ પણ બંધ થઈ જશે.

ઉધરસ – 1) : અંજીરનું સેવન કરવાથી સુકી ઉધરસ દુર થાય છે. અંજીર એ જૂની ઉધરસમાં પણ રાહત આપે છે. કારણ કે તે કફને પાતળો કરીને બહાર કાઢે છે.
2) 2 અંજીરના ફળને ફુદીના સાથે ખાવાથી છાતીમાં જામેલ કફ ધીમે ધીમે બહાર આવે છે.
3) પાકેલા અંજીરનો ઉકાળો પીવાથી ઉધરસ દુર થાય છે.

બવાસીર – 1) : સુકા અંજીરના 3 થી 4 દાણા સાંજના સમયે પાણીમાં નાખીને રહેવા દો. સવારે ઉઠીને તેને મસળીને ખાલી પેટ ખાવાથી બવાસીરનો રોગ દુર થાય છે.
2) અંજીરને ગુલકંદ સાથે દરરોજ સવારે ખાલી પેટ ખાવાથી શૌચ કરતી વખતે બળ નથી કરવું પડતું અને પેટ પણ જલ્દી સાફ થઈ જાય છે. આમ અંજીરને અનેક રોગોના ઈલાજ માટે ખુબ જ સારું માનવામાં આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment