માત્ર 2 રૂપિયામાં મળતી આ વસ્તુનું શરીરના અનેક રોગોમાં છે અકસીર. અલ્સર, એસીડીટી, ડિપ્રેશન, હાથપગની બળતરા સહિત સાંધાના દુખાવાનો જોરદાર દેશી ઈલાજ…

જે પણ લોકોને વારંવાર મોં માં ચાંદા પડી જાય છે અથવા પીઠ પર વારંવાર દાણા નીકળી પડે છે, તે લોકોએ પાનનું શરબત જરૂરથી પીવું જોઈએ. આ સિવાય આનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ થાય છે. જે પણ લોકોને પાચન થવામાં તકલીફ થતી હોય અથવા મોં માં છાલા પડી જતાં હોય, કે પછી એસીડીટીની સમસ્યા થતી હોય તો, તે લોકોએ પાનના શરબતનું સેવન કરવું જોઈએ. આ સિવાય પણ પાનનું શરબત પીવાના ઘણા ફાયદા છે.

પાન એ ભારતનું માઉથફ્રેશનર છે. આપણાં ભારતમાં જમ્યા પછી પાનને ખુબ જ શોખથી ચાવી-ચાવીને ખાવામાં આવે છે. ખરેખર, પાનના પાંદડામાં એવા ગુણ હોય છે કે, જેને ખાવાથી પહેલા મોં સાફ થઈ જાય છે અને તે ભોજન પચાવવામાં પણ મદદ કરે છે. પરંતુ આજે અમે પાન ખાવાના વિષય પર વાત નહીં કરીએ, પરંતુ પાનનું શરબત બનાવવા વિશે વાત કરીશું. જી હા મિત્રો, પાનનું શરબત સ્વાસ્થ્ય માટે ખજાના રૂપ છે. આ પાચન એંજાઈમોના પ્રોડકશનને વધારે છે અને શરીરમાં પિત્તને શાંત કરે છે. સાથે જ, તેમાં રહેલ વિટામિન-સી ચેપી રોગોથી બચાવે છે. આ સિવાય ખાલી પેટે પાન શરબત પીવાથી ઘણા ફાયદા છે. તો આવો જાણીએ પાનનું શરબત પીવાના ફાયદાઓ વિશે.

હાથ-પગની બળતરા : હાથ-પગમાં બળતરા પેટમાં ગરમી અથવા પિત્ત વધી જવાથી પણ થાય છે. તેવામાં પાન શરબતમાં રહેલ વિટામિન-સી અને એન્ટી ઓક્સીડેન્ટ પેટમાં ઠંડક આપે છે. આ શરીરમાં રહેલ મુક્ત કણો અને ખરાબ પદાર્થથી મુક્તિ અપાવે છે અને શરીરમાં પીએચના સ્તરને બેલેન્સમાં રાખે છે. આ માટે તમારે માત્ર એટલું જ કરવાનું છે કે, પાનને રાતભર પલાળીને રાખવાના અને સવારે તેને પીસીને તેમાં મધ ઉમેરી લો અને પછી તેનું સેવન કરો. પાનના શરબતમાં તમે વરિયાળી, સૂકું નારિયળ, ગુલકંદ, એલચી અને ઠંડા દૂધનો પણ ઉપયોગ કરી શકો છો.

મેટાબોલીઝ્મ : સવારે ખાલી પેટે પાન શરબત પીવાથી શરીરની અંદર આંતરડામાં જઈને શરીરને ડિટોક્સ કરે છે. સાથે જ મેટબોલીઝ્મને પણ ઠીક કરે છે. આયુર્વેદમાં કબજિયાતને ઠીક કરવા માટે પાન ખાવાની સલાહ આપવામાં આવે છે. આ માટે પાનના પાંદડાને મસળીને રાતભર પલાળી રાખવાના છે. પછી સવારે તેને પીસીને છાછ અને કાળુ મીઠું નાખીને સેવન કરો. આ પ્રકારે તે સહેલાઇથી પેટને સાફ કરવામાં મદદ કરે છે.

ઇમ્યુનિટી બુસ્ટર : પાનનું શરબત ઇમ્યુનિટીને મજબૂત કરે છે. આ એન્ટી સેપ્ટિક અને એન્ટી ફંગલ ગુણથી ભરપૂર હોય છે. પાનના પાંદડામાં અદ્ભુત એન્ટી સેપ્ટિક ગુણ હોય છે, કારણ કે તે પોલીફેનોલ્સથી ભરપૂર હોય છે, જે તમને ઋતુથી થતી બીમારીથી બચાવે છે. આના એન્ટી ફંગલ ગુણ ચેપથી તરત જ રાહત પ્રદાન કરે છે. આ પાન એટલા લાભકારી છે કે, વજાઈનલ ઇન્ફેકશનમાં આનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. સાથે જ, વજાઈનલના ઇન્ફેકશનને પણ કંટ્રોલમાં રાખે છે.

ગેસ્ટ્રીક અલ્સર : પાનના પાંદડામાં ફાઇટોકેમિકલ્સ, એન્ટી ઓક્સિડેંટ અને એન્ટી-અલ્સર ગુણ હોય છે. પેટના અલ્સરમાં પેટની પરતને નુકશાન થઈ શકે છે, ગેસ્ટ્રીક મ્યુકસનું ઉત્પાદન ઓછું થાય છે અને ઘણા બધા ઓક્સિડેંટિવ તણાવ થઈ શકે છે. પરંતુ જ્યારે તમે પાનના શરબતનું નિયમિત રૂપથી સેવન કરો છો, તો તમારો અલ્સર ઠીક થઈ શકે છે. સાથે જ, તમારા શરીર દ્વારા ઉત્પાદિત ગેસ્ટ્રીક મ્યુકસની માત્રા વધી જાય છે અને એન્ટી ઓક્સીડેન્ટના કારણે ઓકસીડેટિવ તણાવ ઓછું થાય છે. આ શરબત પેટની લાઈનિંગ ઠીક કરે છે અને એસિડ પ્રોડકશનને રોકે છે. આ પાન અલ્સરને તો ઠીક કરે છે, પરંતુ સાથે જ, પેટ સંબંધિત અનેક સમસ્યાને પણ ઠીક કરે છે.

ડિપ્રેશન : ડિપ્રેશન એ એક ગંભીર સ્થિતિ છે, જે લગભગ ઘણા લોકોને પ્રભાવિત કરે છે. જો કે, બજારમાં ડિપ્રેશનની અનેક દવાઓ મળે છે, પરંતુ ઘણા હર્બલ ઉપચાર પણ અસર કરી શકે છે. ડિપ્રેશનની સમસ્યામાં પાનને ચાવીને અથવા તેનું શરબત પીવાથી મૂડ સારો થાય છે. આવું એટલા માટે થાય છે કે, કેન્દ્રિત તાંત્રિકામાં ગતિને ઉત્તેજિત કરે છે અને મૂડ સારો થાય છે અને આનંદનો અનુભવ થવા લાગે છે. સાથે જ ડિપ્રેશનના લક્ષણો સામે પણ લડે છે. આ ઉપરાંત, પાનના પાંદડા સુગંધિત ફીનોલીક સયંજનો ઉતપન્ન કરવામાં પણ મદદ કરે છે, જે તમારી સિસ્ટમમાં કેટેકોલામાઇન્સની સંખ્યાને ઉત્તેજિત કરે છે, જે ડિપ્રેશનને દૂર કરવા સાથે સીધી રીતે જોડાયેલ છે.

ઓરલ હેલ્થ : પાન એન્ટી બેક્ટેરિયલ ગુણથી ભરેલ હોય છે. જે મોં માં રહેલ ઘણા જીવજંતુઓનો સામનો કરે છે અને દાંતમાં થતો સડો રોકે છે. જે પણ લોકોના મોં માંથી ગંધ આવતી હોય, તેમના માટે આ ખુબ જ લાભકારી છે. આ આંતરડાના સ્વાસ્થ્યને વધારે છે, આ સિવાય શ્વાસમાંથી આવતી ગંધ અને મોં માંથી આવતી દુર્ગંધને પણ દૂર કરે છે. સાથે જ, દાંતનો દુખાવો, પેઢામાં થતો દુખાવો, સોજો અને મોં ના ચેપથી પણ બચાવે છે.

સાંધાના દુખાવામાં : પાનના પાંદડામાં એન્ટી ઇફ્લેમેટરી સંયોજન હોય છે, જે સાંધાના દુખાવામાં અને સાંધામાં થતી બેચેનીને દૂર કરે છે. ગરમ દૂધથી બનાવેલ પાનનું શરબત પીવાથી સાંધાને મજબૂત કરવામાં મદદ કરે છે. આ સિવાય પાનનું શરબત પીવાથી હાડકાંની ઈજા માં પણ આરામ મળે છે.

વજન : જે પણ લોકો વજન ઘટાડવાની કોશિશ કરી રહ્યા છે, તેમને પાનનું શરબત ખુબ જ કામ આવી શકે છે. આ મેધા ધાતુ(શરીરની ચરબી)ને ઓછી કરે છે અને શરીરમાં ચયાપચયના દરને વધારે છે. સાથે જ, પેટને સાફ, ફેટ જામેલ હોય અને કબજિયાતની ફરિયાદ હોય, તેને પણ ઠીક કરે છે, તેથી જ, આ વજન ઘટાડવા માટે મદદરૂપ છે.

એસીડીટી : પાનનું શરબત પીવાથી બદહજમી અને એસીડીટીથી તરત જ આરામ મળે છે. ખરેખર, પાનમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે એસીડીટીના લક્ષણને કંટ્રોલ કરે છે. આ જલ્દી ભોજનને પચાવે છે. સાથે જ, જે લોકોને બ્લોટિંગની સમસ્યા હોય છે, તેમના માટે પણ પાન શરબત ખુબ જ લાભકારી છે.

ભૂખ : પાનનું શરબત પીવાથી ભૂખ વધે છે. ખરેખર, પાનનું શરબત પીવાથી શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે અને મેટાબોલીઝ્મ તેજ કરવામાં મદદ મળે છે. જેથી તમે જે પણ ભોજન કરો છો, તે જલ્દી પચી જાય છે અને આ રીતે ભૂખ વધારે છે. જો તમને ભૂખ નથી લાગતી, તો તમે પાનનું શરબત પીવો.

પાનનું શરબત તમે ઠંડુ દૂધ, ગરમ દૂધ, છાશ અને લસ્સી વગેરેમાં બનાવી શકો છો. આ સિવાય તમે આમાં તમારી પસંદ અનુસાર વરિયાળી, ગુલકંદ, જીરું પાવડર, લવિંગ, કાળુ મીઠું અને ખાંડ વગેરેનો ઉપયોગ પણ કરી શકો છો. તો, આજ સુધી તમે પાનના શરબતનું સેવન નથી કર્યું તો હવે પછી તમે પાનના શરબતનું સેવન જરૂરથી કરજો. પાનનું શરબત પીવાના અનેક ફાયદાઓ છે, જે તમે ઉપર મુજબ જોયા. આમ તમને પાનનું શરબત અનેક રીતે સ્વાસ્થ્ય લાભો આપે છે. તેમજ તમારા શરીરની ઈમ્યુન સીસ્ટમ મજબુત કરવાનું કામ પણ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment