હિરલે લીધા છેલ્લા શ્વાસ… ચિરાગની સ્થિતિ જાણીને કંપી જશો… પ્રેમ અને સાથની કહાની રહી ગઈ અધુરી..

મિત્રો આજના સમયમાં પતિ અને પત્ની વચ્ચે થોડી પણ બોલાચાલી થાય તો બંને અલગ થવા સુધીની અણી પર આવી જતા હોય છે. પરંતુ ચિરાગ અને હિરલના પ્રેમની કહાની કોઈ પણ વ્યક્તિને વિચારવા માટે મજબુર કરી નાખે. મિત્રો છેલ્લા 7 મહિનાથી હિરલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. જેનું 14 ડિસેમ્બરના રોજ ખુબ જ દુઃખદ અવસાન થયું છે. હિરલની ઉમર માત્ર 18 વર્ષ હતી. પરંતુ અવસાન બાદ હિરલના પાર્થિવ દેહને તેના ગામ ડબાસંગ લઇ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ 15 ડિસેમ્બરના રોજ હિરલના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

પરંતુ મિત્રો હિરલ સાથે જ્યારે દાઝી જવાનો બનાવ બન્યો ત્યારે તેની સગાઈ થઇ ગયેલી હતી. તેના ભાવિનું નામ ચિરાગ છે. પરંતુ જ્યારે હિરલે પોતાના અંતિમ શ્વાસ છોડ્યા ત્યારે ચિરાગ માટે તે ઘડી ખુબ જ દુઃખદ બની ગઈ હતી. કેમ કે ચિરાગ હિરલની સાત મહિનાથી ખુબ જ સેવા કરી રહ્યો હતો. હિરલના અંતિમ સંસ્કાર પર ચિરાગ ભાડેશિયા ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો હતો. આ સમય હિરલના પરિવાર માટે ખુબ જ દુઃખ ભર્યો બાની ગયો હતો. ચિરાગે હિરલને અંતિમ સમય સુધી સાથ આપ્યો હતો. હિરલના પાર્થિવ દેહને નવી પરણિતાની જેમ સોળ શણગાર કરીને વિદાઈ આપવામાં આવી હતી. એ સમય ચિરાગ માટે ખુબ જ વસમો બની ગયો હતો. તે પોતાના આંસુને રોકી ન શક્યો. જ્યારે હિરલને અંતિમ વિદાય આપવાની હતી એ સમયે ચિરાગ હિરલના પાર્થિવ દેહ સાથે પોક મુકીને રડવા લાગ્યો હતો. તે સમયે કોઈ કોઈને રડતા ન રોકી શક્યું.

હિરલ છેલ્લા સાત મહિનાથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ હતી, સાત મહિનાની અંદર હિરલને પાંચ સર્જરી કરવામાં અઆવી હતી. તેમ છતાં પણ હિરલ ન બચી શકી. ડોક્ટરો દ્વારા બનતા બધા જ પ્રયોગ કરવામાં આવ્યા હતા, પરંતુ છેલ્લે હિરલે દમ તોડ્યો. પરંતુ હિરલના જીવનની સૌથી વધારે ઉમ્મીદ ચિરાગને હતી. તે હિરલની સેવા સાથે એવો ઉમંગ ટકાવીને રહેતો હતો કે, હિરલ સાથે જીવનનો સફર ખેડવો. પરંતુ કદાચ વિધાતાને આ મંજુર નહિ હોય. હિરલના જીવન સાથે ડોક્ટરો પણ લાચાર બની ગયા હતા અને અંતમાં હિરલ આ દુનિયા છોડીને જતી રહી. ચિરાગ અને હિરલની સગાઈ માર્ચ મહિનાની 28 તારીખના રોજ થઇ હતી. ઉનાળામાં હિરલ અને ચિરાગના લગ્ન કરવાનું પરિવાર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ અચાનક જ કંઈક એવું બની ગયું કે જેની હિરલ અને ચિરાગને કલ્પના પણ ન કરી હોય. 28 તારીખના હીરલની સગાઈ થઇ અને 11 મેં ના દિવસે હિરલ પોતાના ઘરે સાફસફાઈ કરીને પોતું બારી પર સૂકવવા ગઈ, ત્યારે ત્યાં હાઈટેન્શન વાયર હિરલના હાથ પર પડ્યો અને વાયર ટચ થતા જ હીર્લનો આખો હાથ સળગી ગયો. સાથે સાથે પગમાં પણ ગંભીર ઈજા થઇ હતી. પરંતુ એ સમયે હિરલને તરત જ ત્યાં જામનગર જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, પરંતુ ચાર દિવસ બાદ ત્યાના ડોક્ટર દ્વારા બીજે લઇ જવા માટે સલાહ આપી હતી. ત્યાર બાદ અમદાવાદ સિવિલમાં હિરલને લાવવામાં આવી હતી.

પરંતુ અમદાવાદ સિવિલના ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે હિરલનો જમણો હાથ અને બંને ગોઠણ સુધી કાપવા જરૂરી છે. ત્યારે હિરલના માતા-પિતા ભાંગી પડ્યા હતા. કેમ કે યુવાન દીકરીના લગ્નને થોડો જ સમય બાકી હતો અને આવો બનાવ બન્યો. પરંતુ એ સમયે હિરલનો ભાવિ ચિરાગે પોતાની સાચા પ્રેમની નિશાની બતાવી. તેણે હિરલને જીવનભર સાથ નિભાવવાનું જણાવ્યું અને પોતાની ખાનદાની બતાવી. ચિરાગે હિરલને જેવી છે એવી અપનાવવાનો વાયદો આપ્યો અને પોતાની સાચી પ્રેમની વફાદારી બતાવી. ચિરાગે કહ્યું કે, હું જીવનભર હિરલનો સાથે નિભાવીશ, જો લગ્ન થઇ ગયા હોત અને મારા ઘરે આવી ઘટના બને તો શું હું હિરલને છોડી દવ ? હું હવે આખું જીવનનો સાથ નિભાવીશ. ચિરાગના માતા-પિતા પણ હિરલને અપનાવવા માટે તૈયાર હતા અને બધાએ હિરલની ખુબ જ સેવા કરી હતી.

ચિરાગ અને હિરલની સગાઈ થઇ ત્યારે બધા ખુબ જ ખુશ નજર આવતા હતા, પરંતુ વિધાતાએ કંઈક આવું લખ્યું હશે તેની કોઈને પણ જાણ ન હતી. ચિરાગ અને હિરલની સ્ટોરી 11  મેં બાદ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી. અને હાલ હિરલના અવસાન બાદ પણ સોશિયલ મીડિયામાં ખુબ જ જાણીતી બની છે.

આ છે કળીયુગનો સત્ય પ્રેમ | હિરલે સગાઈ બાદ હાથ અને પગ ગુમાવ્યા | પણ પ્રેમની કસોટીમાં પાર ઉતર્યો આ યુવાન ચિરાગ..વાંચો પહેલાની પૂરી ઘટના.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment