અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
આજ સુધી આ વાતથી તમે છો અજાણ…. જાણો આપણને પ્રેમ શા માટે થાય છે ! જાણો તેની પાછળનું કારણ શું છે…
તમને બધાને ક્યારેકને ક્યારેક તો કોઈ વ્યક્તિ સાથે પ્રેમ જરૂર થયો હશે. પ્રેમ એવો અહેસાસ છે કે જે વ્યક્તિના જીવન માટે ખુબ જ જરૂરી છે. પ્રેમ ઘણા બધા પ્રકારનો હોય છે. આપણને આપણા માતા પિતા, ભાઈ, બહેન, મિત્રો તેમજ સંતાનો સાથે પ્રેમ થતો હોય છે. પરંતુ આજે અમે જે પ્રેમની વાત કરી રહ્યા છે એ પ્રેમની બધા પ્રેમથી અલગ જ છે અને તે છે જીવન સાથી સાથે થતો પ્રેમ. જેને તમે લવ, ચાહત, ઉલ્ફત કે મહોબ્બત પણ કહી શકો છો.
પરંતુ મિત્રો તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે આપણને જીવનમાં કોઈ એક વ્યક્તિ પ્રત્યે આટલો પ્રેમ કેમ થાય છે ? આપણા દિલ અને દિમાગમાં એવું તો શું થાય છે કે આપણે જે વ્યક્તિને પ્રેમ કરતા હોઈએ તેના માટે આપણે કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર હોઈએ, શું તે મગજની એક સ્થિતિ છે ? શું તે થોડા સમય માટેની અવસ્થા છે કે પછી તે એક અહેસાસ છે કે કોઈ કેમિકલ લોચો છે ? આ બધા જ પ્રશ્નના ઉત્તર આજે અમે તમને આ લેખ દ્વારા આપીશું. હકીકતમાં પ્રેમની ફિલોસોફી અને કેમેસ્ટ્રી આખરે છે શું તે બધું જ આજે અમે તમને જણાવશું માટે જો તમને જીવનમાં કોઈ વાર પ્રેમ થયો છે તો તમારે આ લેખ જરૂર વાંચવો જોઈએ.
મિત્રો કોઈ છોકરો કે છોકરી કોઈના પ્રેમમાં પડે છે ત્યારે તેના મગજનો એક ખાસ ભાગ સક્રિય થઈ જાય છે. જે વ્યક્તિને કોઈ નશાના સેવન બાદ થનાર અનોખી અનુભૂતિનો અહેસાસ કરાવે છે. ત્યારે વ્યક્તિ એક જાદુઈ સંવેદના મેહસુસ કરતો હોય છે અને તે વ્યક્તિ પ્રેમમાં કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર રહે છે.
જે વ્યક્તિ પ્રેમમાં હોય છે તેના મગજમાં કંઈક અલગ જ ચાલતું હોય છે અને આ જ વાત તેને ત્યારે અન્ય લોકોથી અલગ બનાવતી હોય છે. હકીકતમાં પ્રેમ એક લત છે, એક જુનુન છે અને વૈજ્ઞાનિકોનું માનીએ તો પ્રેમ આંધળો હોય છે તે વાત 100% સાચી છે. પરંતુ આખરે કોઈ વ્યક્તિના દિલ અને દિમાગમાં આટલા બદલાવ કેમ આવે છે તો તેની પાછળનું કારણ પણ જાણી લઈએ.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ બદલાવ પાછળ મગજમાં રહેલ ફેનીયલ ઇથૈન નામના ન્યુરો કેમિકલનો હાથ છે. આ રસાયણના કારણે કોઈ વ્યક્તિ પોતાના પ્રેમીની ભૂલોને પણ નજર અંદાજ કરવા લાગે છે. તેને અનહદ ખુશીઓ મહેસુસ કરાવે છે અને પોતાના પ્રેમી અથવા પ્રેમિકાને સૌથી ઊંચુ સ્તર અપાવે છે. તેની ખરાબ આદતો પણ તેને ગમવા લાગે છે.
આ રસાયણ દરેક વ્યક્તિના શરીરમાં હોય છે. પરંતુ પ્રેમમાં પડેલા વ્યક્તિમાં આ રસાયણની માત્રા વધારે થઇ જાય છે. પરંતુ મિત્રો આ ન્યુરો કેમિકલનું સ્તર લાંબા સમય સુધી ઉચ્ચ સ્તર પર નથી રહેતુ. બે ત્રણ વર્ષ પછી કેમિકલનું સ્તર ઓછું થવા લાગે છે અને લગભગ પાંચ વર્ષ પછી આ પ્રભાવ નહીવત થઇ જાય છે. આ તો થઇ પ્રેમ થયા પછી કેમિકલમાં થતા ઉતાર ચઢાવની વાત. પરંતુ સવાલ એ છે કે આખરે કોઈ વ્યક્તિને આટલો પ્રેમ થાય છે શા માટે.
મનોવૈજ્ઞાનિક આર્થર ઓરેન અનુસાર પ્રેમ થવા પાછળ સંવેદના ઉપરાંત ઘણા અન્ય કારણો પણ છે. જેમાં સૌથી પહેલી વસ્તુ છે આંખ. કોઈ પણ છોકરો અને છોકરી એક બીજાની આંખમાં સતત જુએ તો તેઓ બંને એક બીજાથી આકર્ષિત થવા લાગે છે. આ ઉપરાંત પ્રેમમાં નાક પણ એક અહમ ભૂમિકા ભજવે છે. દરેક વ્યક્તિની ત્વચામાંથી એક અલગ સુગંધ ઉત્પન્ન થતી હોય છે. તે સુગંધ નાક દ્વારા આપણા મગજ સુધી પહોંચે છે અને મગજ તે અજાણ્યા વ્યક્તિના જીન્સની તપાસ કરે છે. સામે વાળી વ્યક્તિના જીન્સની તપાસ પરથી વ્યક્તિ એવો અંદાજો લાગાવે છે કે તે વ્યક્તિ જીવન સાથી બનવા માટે યોગ્ય છે કે નહિ.
ડોક્ટર ઓર્થોનું કહેવું છે કે કોઈ પણ વ્યક્તિમાં આકર્ષણની પ્રક્રિયા 80 સેકન્ડથી 4 મિનીટ સુધીમાં શરૂ થઇ જાય છે. આકર્ષણની આ પ્રક્રિયામાં 55% યોગદાન આપણી બોડી લેન્ગવેજ અને પર્સનાલીટીનું હોય છે. 38 % યોગદાન વાતચીત અને બોલવાના અંદાજનું હોય છે અને 7% યોગદાન તમે બોલવામાં કેટલા કુશળ છો તેના પર નિર્ભર કરે છે.
હેલન ફિશરે પ્રેમને ત્રણ ભાગોમા વિભાજિત કર્યો છે. જેમાં એક છે તનની ચાહ, બીજુ છે મનની ચાહ અને ત્રીજુ છે જન્મો જન્મનો સાથ.
પહેલા ભાગની વાત કરીએ જે છે તનની ચાહ એટલે કે આકર્ષણ. આ હકીકતમાં એક વાસના હોય છે જે સેક્સ હોર્મોન ટેસ્ટસ ટેરન એસ્ટ્રોજન નામના રસાયણમાંથી પેદા થાય છે. આ કેમિકલ માત્ર પુરુષોમાં જ નહિ પરંતુ મહિલાઓમાં પણ એટલી જ માત્રામાં સક્રિય હોય છે. જે પોતાના પાર્ટનર સાથે સમય વિતાવવા માટે તેમજ શારીરિક સંબંધ બનાવવા માટે પ્રેરિત કરે છે.
બીજા ભાગની વાત કરીએ તો તે છે મનની ચાહ. આ સ્ટેજ માટે ડોપામાઈન અને નોન એપીનોફીન નામના રસાયણ જવાબદાર છે. આ બંને રસાયણ સક્રિય થવાથી પ્રેમ જેવો અહેસાસ થવા લાગે છે. જેના કારણે પ્રેમમાં પડેલી વ્યક્તિને કંઈ પણ સુજતુ નથી. તેની ઊંઘ પણ ઉડી જાય છે તેઓ બેચેન રહેતા હોય છે અને તેમનો વધારે પડતો સમય પોતાના પ્રેમી કે પ્રેમિકાની યાદોમાં પસાર થઇ જતો હોય છે. તેની સાથે સેરોટોનિક નામનું રસાયણ પણ સક્રિય થઇ જાય છે જે આપણને પ્રેમમાં પાગલ બનાવે છે.
પ્રેમનો ત્રીજો ભાગ છે જન્મો જનમનો સાથ એટલે કે ડીપ લવ. આ અવસ્થા જીવનમાં આકર્ષણ બાદ આવે છે. જ્યારે વ્યક્તિ લાંબો સમય પ્રેમમાં રહે છે ત્યાર બાદ આ સ્ટેજ આવે છે. કોઈ પણ વ્યક્તિ આકર્ષણના સહારે લાંબો સમય સુધી સાથે નથી રહી શકતા પરંતુ આસક્તિના કારણે સંબંધ લાંબો સમય સુધી ચાલી શકે છે. જે બે વ્યક્તિને જીવનભર સાથ રહેવા માટે અને પરિવાર ચલાવવા માટે પ્રેરિત કરે છે. આ અવસ્થામાં ઓક્સીટોસીન અને વેસોપ્રેસર નામના રસાયણ ઉત્પન્ન થાય છે જે વ્યક્તિને સામાજિક એકરૂપતામાં મદદ કરે છે.
કોઈ વૈજ્ઞાનિકો અને બુદ્ધિજીવી લોકોના કહેવા પ્રમાણે યુવાનનો માટે પ્રેમ એક અહેસાસ છે એક ફીલિંગ છે, એક અનોખો અનુભવ છે. પ્રેમીઓ એવું માને છે કે પ્રેમ એક મહેસુસ કરવાની વસ્તુ છે, કુદરત દ્વારા મળેલી અમુલ્ય ભેટ છે માટે તેમના માટે પ્રેમનો મતલબ માત્ર પ્રેમ હોય છે.
આખરે એક વાસ્તવિક વાત કરીએ તો પ્રેમ કોઈ પાગલપંતી કે કોઈ કેમિકલ લોચો નથી. પરંતુ પ્રેમ એક એવી જરૂરત છે જે આપણા બધાના જીવન માટે જરૂરી છે જેના માટે આપણા શરીરમાં રહેલા હોર્મોન્સ અને અન્ય મનોવૈજ્ઞાનિક કારણો જવાબદાર છે. 👉 તો મિત્રો તમારા માટે શું કહેવું છે પ્રેમ થવો જોઈએ કે નહિ કોમેન્ટ કરીને જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી