શિવપૂજા અને અભિષેક કરો ત્યારે ન કરો આ ભૂલો | નહિ તો ભોગવવું પડશે નુકશાન | જાણો લોકો કંઈ ભૂલો કરે છે.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

શિવપૂજા અને અભિષેક કરો ત્યારે ન કરો આ ભૂલો…. નહિ તો ફાયદાની જગ્યાએ નુકશાન ભોગવવું પડશે…. જાણો લોકો કંઈ કરે છે ભૂલો….

મિત્રો આપણે શિવલિંગની પૂજા તો કરતા જ હોઈએ છીએ અને ભગવાન શિવજી જલ્દીથી પ્રસન્ન પણ થઇ જાય છે અને આપણી દરેક મનોકામના પૂર્ણ પણ કરે છે. પરંતુ શિવલિંગની પૂજા કરતા સમયે અમુક ભૂલો ક્યારેય પણ ન કરવી જોઈએ. જો એ ભૂલો થાય તો પૂજાપાઠનું ફળ મળતું નથી અને ઉલટાનું દોષ લાગે છે. તો ચાલો જાણી કે કંઈ ભૂલો ન કરવી જોઈએ.

img source

શિવજીની પૂજા સમયે શંખનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. કારણ કે શંખાસુરનો વધ ભગવાન શિવજીએ કર્યો હતો. એટલા માટે શંખને ભગવાન શિવજીનો શત્રુ માનવામાં આવે છે. અને શંખાસુર ભગવાન વિષ્ણુનો ભક્ત હતો એટલા માટે ભગવાન વિષ્ણુના બધા જ અવતારમાં અને તેની પૂજામાં શંખનું વિશેષ મહત્વ હોય છે. ભગવાન વિષ્ણુનો અભિષેક અને સ્નાન શંખ દ્વારા જ કરવામાં આવે છે. શંખાસુરે ભગવાન શિવજી સાથે યુદ્ધ કર્યું હતું એટલા માટે શિવજીની પૂજામાં ક્યારેય પણ શંખનો ઉપયોગ ન કરવો જોઈએ.

img source

ઘણી વાર લોકો પ્રસાદ બનાવીને તુલસીના પાંદડાને પવિત્ર માનીને શિવજીની પૂજા માટે બનાવેલા પ્રસાદમાં મુકે છે. તુલસી પત્ર વાળો પ્રસાદ ક્યારેય ભગવાન શિવજીને ધરવો ન જોઈએ. તુલસી પત્રનો ઉપયોગ શિવજીની પૂજા કે પ્રસાદમાં ક્યારેય કરવામાં આવતો નથી. તુલસીને ભગવાન વિષ્ણુએ તેની પત્નીનો દરજ્જો આપ્યો છે. એટલા માટે તેનો ઉપયોગ શિવજીની પૂજા કે પ્રસાદમાં ન કરવો જોઈએ. તુલસી પત્ર માત્ર ભગવાન વિષ્ણુની પૂજામાં જ ઉપયોગમાં લેવો જોઈએ.

તલથી બનેલી સામગ્રી કે મીઠાઈ. જેમ કે તલની ચીક્કી, લાડવા, કે અન્ય સામગ્રીને શિવજીની પૂજામાં ઉપયોગમાં ન લેવા જોઈએ. કારણ કે તલને ભગવાન વિષ્ણુનો મેલ માનવામાં આવ્યો છે અને તેમના મેલથી તલ ઉત્તપન્ન થાય છે તેવું માનવામાં આવે છે. એટલા માટે તલનો ઉપયોગ ભગવાન શિવજીની પૂજામાં ન કરવો જોઈએ.

img source

ઘણા લોકો કંકુથી ભગવાન શિવને તિલક લગાવતા હોય છે. કંકુને શ્રીંગારની સામગ્રી માનવામાં આવે છે અને ભગવાન શિવ વૈરાગી છે એટલા માટે તેમને  શ્રીંગાર સામગ્રીથી તે દુર રહે છે. એટલા માટે ભગવાનના લિંગને ક્યારેય પણ કંકુનું તિલક ન કરવું જોઈએ. તેને અષ્ટગંધા, કેસર, ચંદનથી જ તિલક કરવું જોઈએ.

સૌથી ખાસ વાત એ કે ક્યારેય પણ ભગવાન શિવજીને શ્રીફળ ન ધરવું જોઈએ. પ્રસાદના રૂપે પણ ક્યારેય શ્રી ફળનો ઉપયોગ ન કરવો જોઈએ અને જો કર્યો હોય તો એ નાળીયરને નદીમાં વિસર્જિત કરવું જોઈએ.

ભગવાન શિવજીને ક્યારેય પણ હળદરનો લેપ ન લગાવવો જોઈએ. કારણ કે હળદર પણ શ્રીંગારની ચીજવસ્તુ માંથી એક છે. એટલા માટે ક્યારેય પણ ભગવાન શિવજીને હળદરનો લેપ ન લગાવવો જોઈએ.

જો આ ભૂલો કરવામાં આવે તો ભગવાન શિવજી આપણા પર પ્રસન્ન થવાને બદલે કોપાય થઇ જાય છે એટલા માટે ક્યારેય પણ આ ભૂલો ન કરાવી જોઈએ. જો તમે આ ભૂલો કરતા હોવ અથવા કોઈ કરતુ હોય તો એમને ન કરવા દેવી જોઈએ અને આ ભૂલો વિશે જણાવો તમારો અભિપ્રાય કોમેન્ટ કરીને…. હર હર મહાદેવ….

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment