‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં થયો ફરી ધડાકો, શૈલેષ લોઢા બાદ હવે બબીતાજી પણ છોડી રહ્યા છે શો… પછી કરશે આવું ન કરવાનું કામ….

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો ના કલાકાર સાથે દર્શકોને ખાસ લગાવ થઈ ગયો છે. હવે આ શોમાંથી જ્યારે પણ કોઈ કલાકાર શો ને છોડવાની ખબર આપે છે ત્યારે ફ્રેન્સ નિરાશ થઇ જાય છે. શૈલેષ લોઢા તારક મહેતા શો માંથી અલગ થઈ ગયા છે, આ જાણીને દર્શકો પહેલેથી જ નિરાશ થઇ ગયા હતા. હવે એવી ખબર આવી રહી છે કે મુનમુન દત્તા ઉર્ફે બબીતાજી પણ આ શો ને છોડી રહી છે. તમને જણાવીએ કે મુનમુન દત્તાને સૌથી વધારે લોકપ્રિયતા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં બબીતાજી નો રોલ ભજવવાના કારણે મળી છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે શૈલેષ લોઢા ને પ્રોડ્યુસર સાથે મતભેદ થવાના કારણે તેઓએ શો માંથી દૂરી બનાવી લીધી. હજુ સુધી કોઈ પણ પક્ષે આ અણબનાવને લઇને કોઇ વાત જાહેર કરી નથી. હવે દર્શકોને તેઓ બીજા કોઈ અન્ય શો ‘વાહ ભાઈ વાહ’ શો માં જોવા મળશે, જે શેમારુ ટીવી પર પ્રસારિત થશે. આ શો નો ટીઝર છવાયેલો છે.

શું મુનમુન દત્તા બિગ બોસ સિઝન 2 માં લેશે ભાગ?:- શૈલેષ મોઢા બાદ મુનમુન દત્તા પણ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ને અલવિદા કહેવા જઇ રહી છે. તેમની શોમાંથી નીકળવાની અટકળો પહેલેથી લગાવવામાં આવી રહી છે, પરંતુ ત્યારે તેઓએ આવી સંભાવનાઓને નિરાધાર જણાવી હતી. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે મુનમુન દત્તાને બિગ બોસ સિઝન 2 માટે મેકર્સે કોન્ટેક્ટ કર્યો છે.

મુનમુન દત્તા ના શો છોડવા પર ફેન્સ થશે નિરાશ:- મેકર્સ બિગ બોસ સિઝન 2 માટે સ્પર્ધકોની તલાશ કરી રહ્યા છે. મુનમુન રિયાલિટી શો નો ભાગ બનશે કે નહીં તેના પર વિશેષ રૂપે નિવેદન કે માહિતી સામે આવી નથી.  દેખીતી રીતે, જો મુનમુન દત્તા શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ને છોડી દે છે, તો ફેન્સ ખૂબ જ નિરાશ થશે.

મુનમુન દત્તા ‘બિગ બોસ 15’ માં દેખાઈ હતી:- દર્શકો મુનમુન દત્તા ને બિગ બોસ 15 માં જોઈ ચૂક્યા છે પરંતુ મુનમુન તે વખતે એક ચેલેન્જર રૂપે શો માં સામેલ થઈ હતી. તેઓ સુરભી ચંદના, વિશાલ પુરી અને આકાંક્ષા પુરી સાથે ‘ટિકટ ટુ ફિનાલે’ ટાસ્ક દરમિયાન જોવાયા હતા. મુનમુન દત્તાએ અનેક શો માં કામ કર્યું છે પરંતુ તેમને સૌથી વધુ લોકપ્રિયતા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના બબીતાજી ના રોલથી જ મળી છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment