મિત્રો ડેન્ગ્યુ એક એવી બીમારી છે જેમાં વ્યક્તિના શરીરમાં પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટી જાય છે, જેના કારણે તેનું શરીર નબળું બની જાય છે. આમ ડેન્ગ્યુમાં માણસને ખુબ જ ઈલાજની જરૂર પડે છે. એવું માનવામાં આવે છે કે, ડેન્ગ્યુના ઈલાજમાં પપૈયાના પાન ખુબ જ અસરકારક રીતે કામ કરે છે. આ રોગ એ મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. આથી મચ્છર વાળા વિસ્તારમાં આ રોગ ખુબ જ ઝડપથી ફેલાઈ છે.
ડેન્ગ્યુ તાવ એક દર્દભર્યું અને શરીરને કમજોર કરનારી મચ્છર દ્વારા ફેલાતી બીમારી છે જે એડિજ નામના મચ્છર કરડવાથી થાય છે. અનુમાનિત રૂપથી 400 મિલિયન લોકો દર વર્ષે ડેન્ગ્યુથી સંક્રમિત થાય છે. જો સમય રહેતા તેના પર ધ્યાન આપવામાં ન આવે તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આ રોગમાં પ્લેટલેટ ખુબ જ ઝડપથી ઓછા થવા લાગે છે. જેના કારણે શરીર નબળું પડતું જાય છે.
તેના મુખ્ય લક્ષણોમાં માથાનો દુખાવો, ઘૂંટણમાં દુખાવો, તાવ આવવો વગેરે ડેન્ગ્યુના પ્રમુખ લક્ષણો છે. બ્લડ ટેસ્ટ કરીને તેના ઇન્ફેકશન વિશે જાણકારી મેળવી શકાય છે. જો કે ડેન્ગ્યુ સામે રક્ષણ મેળવવા માટે કોઈ સચોટ દવા હજુ ઉપલબ્ધ નથી. ડેન્ગ્યુ પર કાબૂ મેળવવા માટે કોઈ અચૂક દવા આજ સુધી સામે આવી નથી. પરંતુ અમુક પ્રાકૃતિક નુસ્ખા ડેન્ગ્યુથી બચવામાં આપણી મદદ કરી શકે છે. આજે અમે તમને જણાવીશું કે પપૈયાના પાંદડા ડેન્ગ્યુના ઇલાજમાં કેવી રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે.
પપૈયાના પાંદડાથી ડેન્ગ્યુનો ઇલાજ : એવું માનવામાં આવે છે કે, ડેન્ગ્યુના ઈલાજ માટે તમે પપૈયાના પાંદડાનો ઉપયોગ કરી શકો છો. આમ તો પપૈયું એક ફળના રૂપમાં ઘણી બીમારીઓને દૂર રાખવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ તેના પાંદડા પણ ઔષધિય ગુણમાં ભરપૂર હોય છે. પપૈયાના પાંદડામાં પ્લેટલેટ્સ વધારવાની અદ્વિતીય ક્ષમતા હોય છે. ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટતા હોવાથી તેના માટે પપૈયાના પાંદડા ખુબ જ ગુણકારી છે. સાથે જ તે એન્ટિ મેલેરિયાના ગુણોથી પણ ભરપૂર હોય છે. આ રીતે તે ડેન્ગ્યુ અને મેલેરિયા બંનેથી લડવામાં આપણી મદદ કરે છે. ડેન્ગ્યુના ઇલાજમાં પપૈયાંના પાંદડાના ઉપયોગને લઈને ઘણા પ્રકારની શોધ થઈ છે.
400 લોકો પર કરવામાં આવ્યું છે અધ્યયન : એક અધ્યયનમાં ડેન્ગ્યુના ઈલાજ રૂપે 400 જેટલા લોકો પર પપૈયાના પાંદડાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. 400 ડેન્ગ્યુના દર્દીઓ પર કરવામાં આવેલ આવી જ એક શોધમાં લગભગ 200 લોકોનો ઈલાજ પપૈયાના પાંદડાથી કરવામાં આવ્યો જ્યારે બાકીના લોકોને ડેન્ગ્યુનો સામાન્ય ઉપચાર કરવામાં આવ્યો. શોધ પછી એ જોવા મળ્યું કે, જે લોકોને પપૈયાના પાંદડાની ટ્રીટમેંટ આપવામાં આવી તેમના પ્લેટલેટ્સ કાઉન્ટ ખૂબ જ ઝડપથી વધ્યા હતા અને તેમના સાઈડ ઇફેક્ટ્સ પણ ઓછા હતા.
કેવી રીતે કરવો ઉપયોગ : એડિજ મચ્છરથી થતાં ડેન્ગ્યુ રોગમાં પપૈયાના પાંદડાના જ્યુસનો ઉપયોગ દવાના રૂપથી કરવામાં આવે છે. પપૈયાના પાંદડા ડેન્ગ્યુના તમામ લક્ષણો મટાડવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા મધ્યમ આકારના થોડા પપૈયાંના પાંદડાને અડધા સૂકવી લો. હવે તેને ધોઈને ઓછામાં ઓછા 2 લિટર પાણી સાથે ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધું ન થઈ જાય. પછી આ મિશ્રણને ગળી લો. આ જ્યુસનું સેવન કરવાથી ડેન્ગ્યુ રોગમાં ઘણો ફાયદો મળે છે.
આમ જો તમે ડેન્ગ્યુનો સચોટ ઈલાજ કરવા માંગતા હો તો તેના માટે પપૈયાના પાન ખુબ જ ઉપયોગી છે. આમ જોઈ શકાય છે કે, પપૈયાના પાંદડા ડેન્ગ્યુ માટે કેટલા ફાયદાકારક રહે છે. તો આ પપૈયાના પાંદડાનો ઉપયોગ કરીને આપણે ડેન્ગ્યુનો સામનો કરી શકીએ છીએ. ડેન્ગ્યુની સાથે જ તે મેલેરિયામાં પણ તેટલા જ ઉપયોગી બને છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી