જે ઘરની વહુ કરે છે આ પાંચ કામ ત્યાં હમેશની માટે રહે છે દેવી લક્ષ્મીજીનો વાસ | જાણો આ પાંચ કામ ક્યાં છે

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 જે ઘરની વહુ કરે છે આ પાંચ કામ તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે… 💁

👰 મિત્રો દીકરી અને વહુને ઘરની લક્ષ્મી ગણવામાં આવે છે. એટલું જ નહિ મિત્રો કોઈ દીકરી પરણીને પોતાના સાસરે જાય છે એટલે કે જે ઘરમાં નવી વહુનું આગમન થાય છે ત્યારે ઘરમાં તેના શુભ પગલા પડે છે ત્યારે ગ્રહ અને નક્ષત્રોનો સકારાત્મક પ્રભાવ જોવા મળે છે તેમજ ઘરમાં રોનક તો આવે જ છે અને તેની સાથે સાથે નકારત્મક ઉર્જા દુર થાય છે.

Image Source :

👰 પરંતુ મિત્રો જો કોઈ વહુ અમુક આદતનું પાલન કરતી હોય તો તે ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ થાય છે અને આપણે જાણીએ જ છીએ જે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થતો હોય તે ઘર સુખ સમૃદ્ધિથી પરિપૂર્ણ રહે છે. અને તેના ઘરમાં બરકત રહે છે. મિત્રો આ આદત તો ખુબ જ નાની છે પરંતુ તે ખુબ જ શુભ ફળ આપનાર છે. તો ચાલો જાણીએ કે એ પાંચ આદતો કંઈ છે જે ઘરની સ્ત્રીમાં હોય તો એ ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે.

🙏 સૌથી પહેલી આદત છે તે છે પૂજા પાઠ કરવા. જે ઘરની વહુ સવાર સાંજ પૂજા કરે છે તેમજ ભગવાનના નામનું સ્મરણ કરે, તેમજ ભજન કીર્તન કરે તે ઘરમાં માતા લક્ષ્મીનું ઝડપથી આગમન થાય છે. તે ઘર હંમેશા સુખ અને ઐશ્વર્યથી ભરપુર રહે છે. માટે મહિલાએ ઘરમાં સવાર સાંજ પૂજા પાઠ કરવા જોઈએ.

Image Source :

🙏 બીજી આદત છે મોટાનો આદર કરવો.સામન્ય રીતે સ્ત્રી હોય કે પુરુષ દરેકે મોટાનો આદર રાખવો જોઈએ. પરંતુ જે ઘરની વહુ સાચા મનથી તેનાથી મોટા તેમજ વડીલોનો આદર સત્કાર અને માન સમ્માન કરે છે તે ઘરનો નકશો જ બદલાઈ જાય છે. એટલે કે તે ઘરમાં લડાઈ ઝગડો નથી થતો, સકારાત્મક ઉર્જાનો પ્રભાવ રહે છે અને ઘરમાં સુખ શાંતિ છવાયેલી રહે છે. જેથી માતા લક્ષ્મીનું આગમન થાય છે.

🌿 ત્રીજી આદત છે તુલસી તેમજ સૂર્યને જળ ચડાવવું. ઘરની વહુ તુલસીને “ઓમ તુલસી નમામી નમ:” બોલતા બોલતા જળ ચડાવે તેના ઘરમાં માતા લક્ષ્મીની કૃપા રહે છે. તેમજ ઘરની વહુ “ઓમ સૂર્યાય નમ:” જપ કરતા કરતા સૂર્યને જળ અર્પિત કરે છે તેમના ઘરના સભ્યોનું ભાગ્ય પણ સૂર્યની જેમ ચમકે છે.

Image Source :

🌿 ત્યાર બાદ જે ઘરની વહુ દાન ધર્મ કરનાર અને દયાળુ સ્વભાવની હોય છે તે ઘરથી માતા લક્ષ્મી ખુબ પ્રસન્ન થાય છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળવાથી ઘરની બરકત વધે છે. એટલું જ નહિ પરંતુ ઘરની વહુ જેટલું દાન કરે છે તેનું સો ગણું તેનું ફળ મળે છે. માટે જ્યારે ઘરની વહુ કંઈક દાન ધર્મનું કાર્ય કરતી હોય તો ઘરના સભ્યોએ તેને ન રોકવી જોઈએ.

🧖‍♀️ ત્યાર બાદ છે વિનમ્ર વ્યવહાર. જે ઘરની વહુ વિનમ્ર વ્યવહાર રાખે છે તે ઘરમાં હંમેશા સકારત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. તે ઘરથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે તેમજ હંમેશા તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે. પરંતુ જે ઘરની વહુ ચુગલી કરે એટલે કે ઈર્ષા કરે તે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. તેમજ માતા લક્ષ્મી પણ તે ઘરથી નારાજ થઇ જાય છે. માટે સ્ત્રીઓએ આ આદત ન રાખવી જોઈએ અને વિનમ્ર વ્યવહાર રાખવો જોઈએ.

Image Source :

🧖‍♀️ તો મિત્રો જો ઘરની વહુમાં આ પાંચ આદતો હોય તે ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ તો થાય જ છે પણ સાથે સાથે તે ઘરના લોકોને દરેક કાર્યોમાં સફળતા પણ મળે છે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment