માતાના હાલરડાં સાંભળવાથી ઘોડિયામાં સુતેલા બાળકના મગજ પર થતા ફેરફાર જાણીને હેરાન ન રહી જશો… દરેક માતાઓ અને સ્ત્રીઓ ખાસ જાણો…

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

માતાના હાલરડાં સાંભળવાથી થતા અદ્દભુત ફાયદાઓ વિશે જાણીને નવાઈ પામશો…

વિશ્વમાં સૌથી ખાસ સંબંધ હોય છે એક માતા અને બાળકનો. કારણ કે એક માતા પોતાના બાળકને નવ મહિના સુધી પોતાની કોખમાં સાચવે છે માટે તે બંને વચ્ચેનું બોન્ડીંગ દુનિયાનું સૌથી બેસ્ટ બોન્ડીંગ હોય છે. તેથી જ તો બાળકના જન્મ બાદ પણ બાળક માતા સાથે એટલું જોડાયેલું હોય છે કે તેને સૌથી સારી ઊંઘ માતાના ખોળામાં આવે છે. તો બીજી બાજુ માતા પણ બાળકની ઊંઘનો ખુબ ખ્યાલ રાખે છે. માટે જ તે તેના બાળકને હાલરડાઓ સંભળાવીને સુવડાવતી હોય છે.

મિત્રો આજના મોર્ડન જમાનામાં માતાઓ પણ એટલી મોર્ડન બની ગઈ છે કે પહેલાનું બધું ભુલાતું જાય છે. એક સમય હતો જ્યારે મહિલાઓ પોતાના બાળકને શિવાજીનું હાલરડું ગાઈને સંભળાવતી હતી જ્યારે આજે તે સંસ્કારો ક્યાંકને ક્યાંક લુપ્ત થતા જાય છે. પરંતુ આ લેખ જે પણ મહિલા વાંચશે તે આજથી પોતાના બાળકને હાલરડું સંભળાવવાનું નહિ ભૂલે. કારણ કે આજે અમે આ લેખ દ્વારા હાલરડાંથી થતા અદ્દભુત ફાયદાઓ વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

મિત્રો જ્યારે એક માતા હાલરડું ગાતી હોય છે ત્યારે તેના હાલરડામાં એક પ્રેમનો અહેસાસ છલકતો હોય છે, માતાનો પ્રેમ અને મમતા છલકતી હોય છે. એક સ્ત્રી માટે માતા બનવાના અહેસાસ જેટલું બીજું કોઈ સુખ નથી હોતું. કહેવાય છે કે બાળક પોતાની માતાની સૌથી નજીક હોય છે. બાળક વગર બોલ્યે પોતાની વાતને પોતાની માતાને સમજાવી શકે છે. ઘણી વાર બાળકને રમકડા આપવાથી તેમજ બહાર લઇ જવાથી પણ શાંત નથી થતું ત્યારે તે માતાની ગોદમાં આવીને શાંત થઇ જાય છે.

એક માતા ખુબ સારી રીતે જાણતી હોય છે કે પોતાના બાળકને તેની માતાના અવાજમાં ગવાયેલું હાલરડું કેટલી શાંતિ આપે છે. તેના બેચેન મનને શાંત કરે છે એટલે માતાને તમે એક હાલરડું એટલે કે એક મધુર અવાજથી ગવાયેલ ગીતથી બાળકને શાંત કરાવતા જોઈ હશે અને મિત્રો આજ હાલરડું બાળકને માતાની નજીક લાવે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે હાલરડામાં એક પ્રકારની કશીશ હોય છે. જે બાળક પર જાદુની જેમ કામ કરે છે. તેનાથી તે બાળકની સૌથી નજીક આવી શકે છે. માટે જ તમે જોયું હશે કે સૌથી પહેલા બાળક પોતાની માતાનો અવાજ ઝડપથી ઓળખી લેતું હોય છે. બાળક જ્યારે સતત આ અવાજ સાંભળતો હોય છે ત્યારે તે અવાજથી જોડાવા લાગે છે.

મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે હાલરડું સાંભળીને બાળકનો ડર ખતમ થઇ જાય છે. જાણકારોનું કહેવું છે કે માતા પાસેથી હાલરડું સાંભળીને બાળકમાં ડર તેમજ મુશ્કેલીઓ સામે લડવાની પ્રતિરોધક શક્તિ મળે છે. જેના કારણે એક બાળકનો બૌધિક અને ભાવનાત્મક વિકાસ થાય છે. 

હાલમાં થયેલ એક શોધ દ્વારા એક વાત સામે આવી છે કે માતાનું હાલરડું બાળકના સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક હોય છે. મિત્રો આગળ જણાવ્યું તે પ્રમાણે કે માતાના હાલરડાથી બાળકના મગજનો વિકાસ થાય છે તેમજ તેને સુખદ અનુભુતી થાય છે. હાલરડું બાળકના મગજના ઘણા બધા ભાગને એક સાથે ઉત્તેજિત કરે છે. જેને મેડીકલની ભાષામાં મ્યુઝીકલ લર્નિંગ કહેવામાં આવે છે.પણ આજે બાળકને હાલરડું સંભળાવવાની વાત તો દુર રહી એને આજે મોબાઈલ ફોને આપી ચુપ કરી દેવામાં આવે છે. તમે ઘણા માતાપિતાને આવું કરતા જોયા હશે, બાળક ઘોડિયામાં સુતું હોયને ફોન હાથમાં હોય.

જ્યારે બાળક હાલરડું સાંભળતું હોય ત્યારે તેના મગજના બે ભાગને તે હાલરડું પ્રભાવિત કરે છે. તેમાંથી એક છે જે ગીતો સાંભળે છે અને તેનું વિશ્લેષણ કરે છે અને બીજો ભાગ એ કે જેના પર સંગીતની ભાવનાત્મક અસર થાય છે. જેના કારણે બાળક હાલરડું સાંભળીને ખુશ થઇ જાય છે. તેના કારણે તેની સાથે સાથે તેની બુદ્ધિનો પણ વિકાસ થાય છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

બાળકને થતા આ ફાયદાઓને ધ્યાનમાં રાખતા માતાએ એક બાળકની ઓછામાં ઓછી બે વર્ષની ઉંમર થાય ત્યાં સુધી હાલરડાં સંભળાવા જોઈએ.તમારો પણ અભિપ્રાય અમને જણાવો કે શું હાલરડાંની આપણી પરંપરાને આપણે જાળવી રાખવી જોઈએ કે નહિ. કોમેન્ટ કરો અને જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment