અમુક દિવસોમાં ચમકી જશે તમારું ભાગ્ય….. ઘરમાં થતા મહત્વના કામમાં અપનાવો આ બાબતોનો ફેરફાર.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

અમુક દિવસોમાં ચમકી જશે તમારું ભાગ્ય….. ઘરમાં થતા મહત્વના કામમાં અપનાવો આ બાબતોનો ફેરફાર.

ઘરમાં ઘણી વખત એવી ભૂલો થઇ જતી હોય છે જે દેખાવમાં ખુબ જ સરળ અને સામાન્ય લાગે. પરંતુ આપણે એ નથી જાણતા કે તે ભૂલોના કારણે આપણા ઘરના સભ્યોના ભાગ્યમાં દોષ ઉત્પન્ન થતા હોય છે. પરંતુ આજે અમે એવી બાર બાબતો જણાવશું કે જેનું તમે ભૂલ્યા વગર પાલન કરશો તો તમારું નસીબ માત્ર ત્રણ જ દિવસમાં ચમકી જશે. તો ચાલો જાણીએ 12 કિંમતી બાબતો જેણે દરેક લોકોએ અનુસરવી જોઈએ.

સૌથી પહેલી વસ્તુ કે સૂર્યાસ્તના સમયે કોઈને દૂધ, દહીં અને ડુંગળી ન આપવી જોઈએ. કારણ કે જો આ ત્રણ વસ્તુ સૂર્યાસ્ત સમયે કોઈને આપવામાં આવે તો ઘરની સુખ સમૃદ્ધિ નષ્ટ થઇ જાય છે.

જે લોકો નોકરી કરે છે તે લોકોએ મહિનામાં એક વાર પોતાની ઓફિસે કંઈકને કંઈક મીઠાઈ અવશ્ય લઇ જવી જોઈએ અને તે મીઠાઈને ઓફીસના કર્મચારીઓ અને અન્ય સાથીઓ સાથે મળીને ખાવી જોઈએ. આવું કરવાથી ઓફીસમાં પ્રગતિના માર્ગ ખુલે છે.

રસોઈમાં ક્યારેય ભૂલથી પણ રાત્રે એઠા વાસણો ન છોડવા જોઈએ. કારણ કે જો રાત્રે ગંદા વાસણ પડ્યા હોય તો ઘરમાં ધનની હાનિ સર્જાઈ છે. માટે દરેક મહિલાએ આ વાત હંમેશા યાદ રાખવી જોઈએ.

ઘરમાં ક્યારેય મુખ્ય દ્વાર પાસે ડસ્ટબિન ન રાખવું જોઈએ. કારણ કે જો મુખ્ય દ્વાર પાસે ડસ્ટબિન રાખવામાં આવે તો પાડોશીઓ સાથે વ્યવહાર બગડે છે.

ઘરમાં સવારના સમયે ધાર્મિક ભજનો તથા મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. જો આપણે જાતે મંત્ર જાપ ન કરી શકતા હોઈએ તો મોબાઈલ કે ટીવીમાં વગાડવા જોઈએ. આવું કરવાથી ઘરમાં આવનારા સંકટો ટળે છે.

મહિનામાં એક વાર ઘરે મિશ્રી વાળી ખીર બનાવવી જોઈએ અને પરિવારના દરેક સભ્યોએ ખાવી જોઈએ. તેનાથી દરિદ્રતા દુર થાય છે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે.

ઘરના કોઈ પણ સભ્યએ ક્યારેય શેટી, પલંગ કે ખાટલા પર બેસીને અથવા પથારીમાં બેસીને ભોજન ન કરવું જોઈએ. આવું કરવાથી ઘરમાં અશાંતિ ફેલાઈ છે અને ઘરના સભ્યો પર દેણું થાય છે.

મિત્રો સામાન્ય રીતે આપણે કોઈ પણ ફળ ખાઈએ છીએ ત્યારે તેની છાલો ડસ્ટબિનમાં નાખી દેતા હોઈએ છીએ. પરંતુ ક્યારેય પણ ફળની છાલોને કચરાપેટીમાં ન નાખવી જોઈએ. હંમેશા ફળની છાલો ગાયને ખવડાવી દેવી જોઈએ. કારણ કે જો ફળની છાલો ગાયને ખવડાવવામાં આવે તો ઘરમાં ધનલાભ થાય છે.

રાત્રે સુતા પહેલા રસોડામાં એક ડોલ પાણીથી ભરેલી મૂકી દેવી જોઈએ. જો આ રીતે કરવામાં આવે તો દેણાંથી મુક્તિ મળે છે અને તેવી જ રીતે રાત્રે સુતા પહેલા જો બાથરૂમમાં એક પાણીથી ભરેલી ડોલ મુકવામાં આવે તો ઉન્નતિ એટલે કે પ્રગતિના દ્વાર ખુલે છે.

ક્યારેય પણ ઘરમાં કરોળિયાની જાળ કે ધૂળ જમા ન થવા દેવી. કારણ કે તેનાથી ઘરના સભ્યોના ભાગ્યમાં પણ ધૂળ પડે છે અર્થાત ઘરના સભ્યોના ભાગ્ય નબળા પડે છે અને બનતા કાર્યો પણ બગડવા લાગે છે. માટે ઘરમાં સાફસફાઈ હંમેશા જાળવી રાખવી જેથી કરોળીયાની જાળ કે ધૂળ જમા ન થાય.

ઘરમાં અઠવાડિયામાં એક વાર પાણીમાં સિંધાલુણ નાખી તે પાણીથી પોતું લગાવવું જોઈએ. આવું કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દુર થાય છે.

ઘરના પૂજા સ્થળ પર એટલે કે મંદિરમાં હંમેશા જળથી ભરેલું કળશ અથવા તો કોઈ અન્ય નાના પાત્રમાં જળ ભરીને રાખવું જોઈએ અને તે પાત્ર ઘરના ઇશાન કોણમાં રાખવું તે ઘરમાં રહેતા સભ્યો માટે ખુબ શુભ સાબિત થાય છે.

આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? તો અમને કોમેન્ટ કરી જણાવો.

 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment