ગરુડપુરાણ અનુસાર જાણો કે લોકોને મૃત દેહને અગ્નિ દાહ આપવાની જલ્દી કેમ હોય છે… લોકો કેમ મુત દેહની બાજુમાં બેસી રહે છે?

↪ ગરુડપુરાણ અનુસાર જાણો કે લોકોને મૃત દેહને અગ્નિ દાહ આપવાની જલ્દી કેમ હોય છે.. ↪

🙏 જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો લોકોને એવી જલ્દી હોય છે કે બને એટલા જલ્દી આ વ્યક્તિના અંતિમ સંસ્કાર થઇ જાય. અમુક એવી ખાસ પરિસ્થિતિઓને બાદ કરતા લોકો આ કામ ઝડપથી પતાવવા માંગતા હોય છે. ક્યારેક તો ઘરના સભ્યો કરતા આસ પાડોશના લોકોને વધારે જલ્દી હોય છે. આ વાત તમે નોંધ કરી હશે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે લોકો શા માટે મૃત શરીરને બને તેટલું જલ્દી અગ્નિદાહ દેવા માંગતા હોય છે ? શા માટે તેમાં તે કોઈ વિલંબ નથી કરતા ઈચ્છતા ?😢 તો મિત્રો આ વાત પાછળ કોઈને કોઈ ખાસ કારણ તો જરૂર હશે. પરંતુ ઘણા લોકો આ વાતથી અજાણ હોય છે. માટે આજે અમને તમને જણાવશું કે મૃત્યુ  પછી લોકોને લાશને સળગાવવાની એટલે કે અંતિમ સંસ્કાર કરવાની આટલી જલ્દી કેમ હોય છે. મિત્રો આ વાતની સાબિતી અને કારણ ગરુડ પુરાણમાં આપેલું છે. તો ચાલો જાણીએ.

😢 ગરુડ પુરાણમાં લખાયું છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિની લાશ ગામ કે વિસ્તારમાં પડી રહે ત્યાં સુધી કોઈ ઘરમાં પૂજા નથી થતી. એટલું જ નહિ પરંતુ ગરુડ પુરાણ અનુસાર તો એવું પણ કહેવાયું છે કે તે ઘરે ચૂલો પણ સળગાવવો જોઈએ નહિ. મતલબ કે આ પરિસ્થિતિમાં કોઈ પણ શુભ કાર્યો કરી શકાય નહિ. એટલું જ નહિ પરંતુ જ્યાં સુધી લાશ ઘરમાં પડી હોય ત્યાં સુધી કોઈ સ્નાન પણ નથી કરી શકતા. જ્યારે ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું હોય તો બધા જ કામ અધૂરા મૂકીને જલ્દીથી જલ્દી અંતિમ સંસ્કારની વિધિમાં લોકો પોરવાઈ જાય છે. જ્યાં સુધી અંતિમ સંસ્કાર ન થાય ત્યાં સુધી લોકો મૃત શરીરની સાર સંભાળ લે છે.😢 મિત્રો જ્યાં સુધી મૃત વ્યક્તિના દેહના અંતિમ સંસ્કાર ન થાય ત્યાં સુધી મૃત વ્યક્તિના આત્માને મુક્તિ નથી મળતી. તેની આત્મા ત્યાં જ ફરે છે અને પોતાના પરિવારજનોને રડતા જોઇને દુભાય છે. માટે એક કારણ એ પણ છે કે મૃત વ્યક્તિના જો ઝડપથી અંતિમ સંસ્કાર કરવામાં આવે તો તેની આત્માને જલ્દીથી મુક્તિ મળી જાય છે.

😢 તમે આ કારણ તો કદાચ જાણતા હશો કે વ્યક્તિના મૃત્યુ બાદ તેના મૃત શરીરમાં કીટાણું થવા લાગે છે. જે તેની આસપાસના વાતાવરણમાં ફેલાઈ છે. જેના કારણે અન્ય લોકોને તે કીટાણુંથી કોઈ બીમારી થવાની સંભાવના રહે છે તેમજ જો તે વ્યક્તિ પોતે કોઈ રોગથી ગ્રસિત હોવાને કારણે મૃત્યુ પામ્યો હોય તે રોગના જીવાણુઓ હવામાં પ્રસરે છે માટે મૃત દેહને બને એટલું ઝડપથી અંતિમ સંસ્કાર કરી દેવા હિતાવહ છે. જેથી કરીને જીવાણુઓ વધારે ફેલાઈ નહિ.😢 તો મિત્રો ગરુડ પુરણમાં જે કોઈ પણ તથ્યો આપેલા છે તેની પાછળ કોઈને કોઈ વિજ્ઞાન અને આત્મજ્ઞાન રહેલું છે. માટે કોઈ પણ વ્યક્તિના અંતિમસંસ્કાર ગરુડ પુરાણ મુજબ વિધિ વિધાન પ્રમાણે જ કરવા જોઈએ. ગરુડ પુરણમાં અંતિમસંસ્કાર કર્યા પહેલા તમે ઘણા બધા કામો નથી કરી શકતા. તે અટકી જાય છે જેમ આગળ જણાવ્યું તે પ્રમાણે  લોકો ફરીથી પોતાના કાર્યો ઝડપથી શરૂ કરી દે અને મૃત વ્યક્તિના આત્માને શાંતિ મળી જાય. તેમજ તેના શરીરના જીવાણુઓ ફેલાતા અટકાઈ વગેરે કારણો ને ધ્યાનમાં રાખીને લોકો મૃત શરીરના ઝડપથી અંતિમ સંસ્કાર કરવાની ફીરાતમાં હોય છે. મૃત વ્યક્તિની આત્મા અને આસપાસના લોકોના હિતને ધ્યાનમાં રાખતા અંતિમસંસ્કારની વિધિ બને એટલી ઝડપથી કરવી જોઈએ.

મૃત્યુ પછી લાશની આજુબાજુ લોકો કેમ બેસેલા જોવા મળે છે? લાશને એકલી કેમ નથી મુકાતી ? તે વિષેના રોચક તથ્યો જાણવા માટે નીચેની લાઈન બ્લુ અક્ષરે લખેલી છે ત્યાં ક્લિક કરો.

મૃત્યુ પછી લાશને ઘરમાં એકલી કેમ નથી રાખવામાં આવતી? તેની આસપાસ લોકોને કેમ રાખવામાં આવે છે?

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment