ચક્રવ્યુહમાં ભગવાન શ્રી કૃષ્ણે શા માટે અભિમન્યુને ન બચાવ્યો….. તેની પાછળનું રહસ્ય જાણો આ લેખમાં…

💁 ચક્રવ્યુહમાં ભગવાન શ્રી કૃષ્ણે શા માટે અભિમન્યુને ન બચાવ્યો….. તેની પાછળનું રહસ્ય જાણો આ લેખમાં… 💁

⚔ મિત્રો મહાભારતમાં કુરુક્ષેત્રમાં થયેલ મહાયુદ્ધની વાત ચાલતી હોય અને કોઈ અભિમન્યુને યાદ ન કરે એવું તો બને જ નહિ. કારણ કે અભિમન્યુ મહાભારતના યુદ્ધમાં સૌથી નાના તેમ છતાં ખુબ પરાક્રમી યોદ્ધ હતા. હવે એ તો તમે બધા  જાણો જ છો કે દ્રોણાચાર્ય દ્વારા રચાયેલા ચક્રવ્યુહના કોઠા ભેદવાનું સામર્થ્ય મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ, દ્રુપદ અને અર્જુન પછી અભિમન્યુમાં જ હતુ. તે જ ચક્રવ્યુહમાં પોતાનો પરાક્રમ દેખાડીને અભિમન્યુ વીરગતિને પ્રાપ્ત થયા.

💁 સવાલ એ થાય કે જો પાંડવો તરફ શ્રી કૃષ્ણ હતા તો તેમણે અભિમન્યુને શા માટે બચાવ્યો નહિ .ભગવાન શ્રી કૃષ્ણ ઈચ્છે તો તે ઘણું બધું કરી શકતા હતા. તો પછી અભિમન્યુને બચાવવા માટે કેમ કઈ કર્યું નહિ. તો આજે અમે તમને તેનો જવાબ આ લેખ દ્વારા આપીશું. તેના માટે પૂરો લેખ અવશ્ય વાંચો.

💁 અભિમન્યુ ચંદ્ર દેવના પૂત્ર વર્ચાનો અવતાર હતા. ચંદ્ર દેવ બિલકુલ પણ ઈચ્છતા ન હતા કે વર્ચા પૃથ્વી પર જન્મ લે તેમજ યુદ્ધ લડે. પરંતુ તેઓ લાચાર હતા માટે તેમને લાચાર થઈને તે કરવું પડ્યું તો ચાલો સૌથી પહેલા તેમની લાચારીનું કારણ જાણી લઈએ.

👑 મિત્રો જ્યારે જ્યારે પૃથ્વી પર અધર્મ અને પાપો વધે છે ત્યારે ત્યારે ભગવાન વિષ્ણુ અધર્મનો વિનાશ કરવા પૃથ્વી પર અવતાર ધારણ કરે છે અને પાપ અને અધર્મનો નાશ કરે છે. ત્યારે બીજા દેવતાઓએ પણ આ કાર્યમાં મદદ માટે પૃથ્વી પર અવતાર લેવો પડે છે. જેમ કે સતયુગમાં વિષ્ણુ ભગવાને રામનો અવતાર લીધો હતો તો દેવતાઓએ વાનર તેમજ રીંછનો અવતાર લીધો હતો.

👑 તેવી જ રીતે દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુએ કૃષ્ણનો અવતાર લીધો હતો ત્યારે બ્રહ્માજીએ બધા દેવતાઓને આદેશ કર્યો હતો કે દરેક દેવતાઓએ અથવા તેના પુત્રએ પણ પૃથ્વી પર જન્મ લેવો પડશે. ત્યારે ચંદ્ર દેવ  ઇચ્છતા ન હતા કે તેમનો પૂત્ર વર્ચા પણ પૃથ્વી પર જન્મ લે અને યુદ્ધમાં લડે. ત્યારે દેવતાઓએ તેમને સમજાવ્યા કે પૃથ્વી પર જન્મ લઈને પાપ અને અધર્મનો નાશ કરવો તે આપણું કર્તવ્ય છે. ત્યારે ચંદ્ર દેવ લાચાર થઇ ગયા અને પોતાના પૂત્રને ધરતી પર અવતાર લેવા માટે તૈયાર તો થયા પરંતુ તેણે શરત મૂકી.

🌚 ચંદ્ર દેવે શરત રાખી કે તેમનો પૂત્ર ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર અર્જુનના પૂત્ર તરીકે જન્મ લેશે અને તે પૃથ્વી પર વધારે સમય નહિ રહે  તેમજ તે શ્રી કૃષ્ણ અને અર્જુનની અનુપસ્થિતિમાં યુદ્ધમાં એકલો જ પોતાનું પરાક્રમ દેખાડતા દેખાડતા વીરગતિને પ્રાપ્ત કરશે.  જેથી ત્રણેય લોકોમાં તેના પરાક્રમની પ્રશંસા થાય. તેમજ તેની સાથે હજુ એક શરત રાખી હતી કે અભિમન્યુનો પૂત્ર જ તે વંશનો ઉત્તરાધિકારી બનશે.

🌚 તો ચંદ્ર દેવની શરતોને આધીન થઈને ભગવાન શ્રી કૃષ્ણ અભિમન્યુને બચાવવા ગયા ન હતા અને અભિમન્યુ મહાભારતના  દ્રોણાચાર્ય દ્વારા રચાયેલા ચક્રવ્યૂહમાં પ્રશંસનીય પરાક્રમ બતાવીને નાની ઉંમરે જ વીરગતિને પ્રાપ્ત થયો અને ત્રણેય લોકોમાં તેના પરાક્રમની પ્રશંસા થઇ. તેથી જ તો આજે પણ લોકો અભિમન્યુની વીરગાથાની  પ્રશંસા કરતા હોય છે.

🌚 એટલું જ નહિ મિત્રો આમ જોઈએ તો પાંચેય પાંડવોમાંથી સૌથી મોટા ભાઈ યુધિષ્ઠર હતા તેથી સ્વાભાવિક છે કે તેમના પુત્રનો પૂત્ર જ ઉત્તરાધિકારી બને. પરંતુ ચંદ્ર દેવની હઠના કારણે અર્જુનનો પૂત્ર અભિમન્યુનો પૂત્ર ઉત્તરાધિકારી બન્યો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

 

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment